ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આભાસી શબ્દો


આભાસી શબ્દો (Ghost-Words) : મુદ્રણભૂલ કે હસ્તપ્રત લેખકની ભૂલને કારણે લખાયેલો ખોટો શબ્દ. જેનો વાસ્તવમાં કોઈ અર્થ ન હોય, પરંતુ પાછળથી તેની પર અર્થનું આરોપણ કરવામાં આવ્યું હોય તેવો શબ્દ તે આભાસી શબ્દ. જૂની હસ્તપ્રતોના પ્રકાશન વખતે સંપાદકના અજ્ઞાન કે તેની ઉતાવળી કલ્પનાશક્તિને આધારે મૂળ શબ્દને બદલે આવા શબ્દો અસ્તિત્વમાં આવે છે. પ.ના.