ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉદાત્ત


ઉદાત્ત  : ઉદાત્ત ઐશ્વર્ય(સંપત્તિ)નું કે ઉદાત્ત પુરુષના ચારિત્ર્યનું જેમાં વર્ણન કરવામાં આવે તેને ઉદાત્ત અલંકાર કહેવામાં આવે છે. જેમકે ‘‘રત્નોની ભીંતોમાં પ્રતિબિંબત થયેલાં સેંકડો પ્રતિબિંબોથી વીંટળાયેલા લંકેશ્વરને હનુમાને બહુ મુશ્કેલીથી બરાબર જાણ્યો.’’ જ.દ.


ઉદાત્ત(Sublime) જુઓ, લોન્જાઈનસ