ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉલ્લેખ


ઉલ્લેખ: સાદૃશ્યમૂલક અલંકાર. જ્યારે કોઈ વસ્તુનું જુદા જુદા લોકો રુચિભેદને કારણે ભિન્નભિન્ન રૂપે ગ્રહણ કરે છે ત્યારે પહેલા પ્રકારનો ઉલ્લેખ અલંકાર બને છે. જેમકે ‘‘ભગવાન કૃષ્ણને ગોપીઓએ પોતાના પ્રિય તરીકે, વૃદ્ધોએ બાળક તરીકે, દેવોએ સ્વામી તરીકે, ભક્તોએ નારાયણ તરીકે અને યોગીઓએ બ્રહ્મ તરીકે ગ્રહણ કર્યા.’’ અહીં એક જ કૃષ્ણને જુદા જુદા લોકોએ જુદી જુદી રીતે સ્વીકારેલ છે. એક જ વ્યક્તિ વિષયભેદથી કોઈને અનેક રીતે ગ્રહણ કરે તો તે બીજા પ્રકારનો ઉલ્લેખ છે. જ.દ.