ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કટોકટી


કટોકટી (Crisis) : વાર્તા કે નાટકમાં પરાકોટિ (climax)ની પહેલાં આવતો ઘટનાનો વળાંક, જેને લીધે કૃતિ કથાવસ્તુની ગૂંચના ઉકેલ તરફ આગળ વધે. આ પ્રકારનો વળાંક સૂચવતાં એકથી વધુ ઘટનાબિંદુઓ હોઈ શકે. કૃતિના વસ્તુસંયોજન (plot construction)માં કટોકટી અને પરાકાષ્ઠા વચ્ચેનો આંતરસંબંધ મહત્ત્વનો છે. કટોકટી હમેશાં પરાકાષ્ઠા પૂર્વેનો નિર્ણાયાત્મક વળાંક છે જેનો સંબંધ કૃતિના બંધારણ સાથે વિશેષ છે જ્યારે પરાકાષ્ઠા ભાવાત્મક પ્રતિભાવ (emotional response) સાથે સંબંધ ધરાવે છે. પ.ના.