ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચર્ચાપત્ર


ચર્ચાપત્ર : કોઈપણ લેખ કે લખાણમાં ઉપસ્થિત નિગ્રહસ્થાનોને પકડીને કે એની વિસંગતિઓને પકડીને પ્રસ્તુત વિચારનું વિશ્લેષણ અને એનો વિકાસ રજૂ કરતો પત્ર. ક્યારેક કેવળ પ્રતિવાદ, અસંમતિ કે અન્ય મત પરત્વેની અસહિષ્ણુતા પણ ચર્ચાનું કારણ બને છે. ક્યારેક ચર્ચાપત્ર તદ્દન નવા વિચાર પરત્વેની પ્રતિક્રિયાના પરિણામરૂપ હોય છે. ચં.ટો.