ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દેવીમાહાત્મય



દેવીમાહાત્મ્ય : પ્રાચીન માર્કણ્ડેય પુરાણમાં પાછળથી પ્રક્ષિપ્ત થયેલો ઈ.સ.ની છઠ્ઠી સદી પૂર્વે રચાયેલો એક ભાગ ઉપરાંત ‘હરિવંશ’ની બે સ્તુતિઓ સહિતનો ગ્રન્થ. આ ગ્રન્થ ‘ચંડી માહાત્મ્ય’ ‘સપ્તશતી’ કે ‘દુર્ગામાહાત્મ્ય’થી પણ ઓળખાય છે. એમાં રાક્ષસમર્દિની આદ્યશક્તિનાં ભવ્ય પરાક્રમોને અને એનાં વિવિધ રૂપોને વિસ્તારવામાં આવ્યાં છે. દુર્ગાપૂજા અને અન્ય પૂજાવિધિમાં આનો પાઠ અનિવાર્ય ગણાય છે. એના પાઠથી ભય અને પાપનો નાશ થાય છે એવી એક વ્યાપક લોકમાન્યતા છે. ચં.ટો.