ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નટ


નટ : ક્રિયાત્મક રીતે કશાકનું અનુકરણ રજૂ કરવાની કળા સાથે સંકળાયેલો ‘નટ’ શબ્દ, અર્થવ્યાપ્તિથી શારીરિક પ્રયોગો કરનાર માટે અને તેમની સમગ્ર જાતિ માટે પણ વપરાયો છે. પરંતુ કલાસંદર્ભે નટ એટલે નાટ્યગત પાત્રને અભિનય દ્વારા રજૂ કરનાર પુરુષ, કળાકાર. અભિનેતા, ઉત્તમ નટની આવશ્યકતાઓ, તથા તેની કલાસાધના વિષે પૂર્વ અને પશ્ચિમમાં, પ્રાચીન અને અર્વાચીન અનેક શાસ્ત્રો રચાયાં છે અને નટ માટેની તાલીમ – શાળાઓ અભ્યાસવૃત્તો પણ પ્રયોજાય છે. વિ.અ.