ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૃવંશ કવિતા


નૃવંશ કવિતા (Ethnopoetry) : ઓગણીસમી સદી દરમ્યાન ભાષાશાસ્ત્રીય (Philological) માળખામાં રહીને આ કવિતાનો અભ્યાસ થયો. આ માળખામાં નૃવંશકવિતાનો પાઠ એ અન્ય ઐતિહાસિક દસ્તાવેજોની જેમ જ એક દસ્તાવેજ ગણાતો અને એના ઉપરથી સાંસ્કૃતિક આદાનપ્રદાનનો ઇતિહાસ જાણી શકાતો. રશિયન સ્વરૂપવાદી શ્કલોવ્સ્કીએ પહેલીવાર નૃવંશકવિતાના સાહિત્યપ્રકારના સ્વરૂપને વિશ્લેષવાનો પ્રયત્ન કર્યો. પછી પ્રોપના પ્રકાશિત સંરચનાત્મક કાર્યથી ઘણા નૃવંશકાવ્યવિદો આકર્ષાયા. શરૂમાં રશિયન નૃવંશકાવ્યવિદોએ પરીકથા અને મહાકાવ્ય જેવા મૌખિક સાહિત્યના બે પ્રકારોમાં કાર્ય કર્યું. ચં.ટો.