ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પટકથા

Revision as of 03:53, 27 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પટકથા (Scenario/Screen play)'''</span> : દૃશ્યોમાં અને પાત્રોનાં વર્ણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પટકથા (Scenario/Screen play) : દૃશ્યોમાં અને પાત્રોનાં વર્ણન સહિતની ચલચિત્ર માટે લખાયેલી કથા, વાર્તા કે નાટકનું ચલચિત્રમાં રૂપાન્તર કરવાના હેતુથી આ પ્રકારની કથા લખાય છે. અહીં દૃશ્યરચના અને સંવાદો પર વિશેષ લક્ષ્ય અપાય છે. દૃશ્યોનો ક્રમવાર નિર્દેશ કરાય છે. ધીરુબહેન પટેલની ‘ભવની ભવાઈ’ આ વર્ગમાં આવે. ચં.ટો.