ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિશિષ્ટ


પરિશિષ્ટ (Appendix) : ગ્રન્થમાં કે લેખમાં રજૂ કરેલી સામગ્રી પછી પણ કશુંક વિશેષ રજૂ કરવાનું બાકી રહ્યું હોય તો પૂરક સામગ્રી રૂપે ગ્રન્થ કે લેખને અંતે જે જોડવામાં આવે છે તેને પરિશિષ્ટ કહે છે. એ સમજૂતી રૂપે, આંકડાકીય કે તવારીખની માહિતી રૂપે સંદર્ભગ્રન્થોની અન્ય વીગતોની સૂચિ રૂપે આવે છે. ચં.ટો.