ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રવક્તા


પ્રવક્તા : રેડિયો રૂપક કે ટેલિસ્ક્રિપ્ટમાં રજૂ થતાં ઘટના કે દૃશ્યો અંગે ઘણીવાર પ્રવક્તાનો ઉપયોગ કરવામાં આવે છે અને એના દ્વારા વર્ણન કે અગત્યની માહિતી પહોંચાડાય છે. ક્યારેક નાટકમાં પણ ઘટનાસંયોજન માટે વિશેષ રીતે પ્રવક્તાનો ઉપયોગ કરાય છે. ચં.ટો.