ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રવર્ધન


પ્રવર્ધન(Amplification) : વિચાર, અભિવ્યક્તિ, ભાવ કે વિધાનને વિસ્તારવા માટે ભાષાને ઉપયોગમાં લેતી પ્રવિધિ. મૂળે તે વાગ્મિતાનો એક ભાગ છે જેના દ્વારા સાધારણ વિચારનો ભાવક પર ચોક્કસ પ્રભાવ જન્માવી શકાય છે. શબ્દચયન દ્વારા, ઉત્તરોત્તર વિરોધ દ્વારા, સમાનાર્થીઓના પુનરાવર્તન દ્વારા, બદલાતા આવતા ભાર દ્વારા આનો અસરકારક વિનિયોગ થઈ શકે છે. મહાકાવ્ય અને કરુણાન્તિકાની ભવ્ય અને ઉદાત્ત શૈલીમાં એક અલંકાર તરીકે એને અવારનવાર પ્રયોજવામાં આવે છે. ચં.ટો.