ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભારતીય ભાષાકુળો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભારતીય ભાષાકુળો'''</span> : જગતમાં બોલાતી ભાષાઓમાંથી ઘ...")
 
No edit summary
Line 2: Line 2:

{{Poem2Open}}
<span style="color:#0000ff">'''ભારતીય ભાષાકુળો'''</span> : જગતમાં બોલાતી ભાષાઓમાંથી ઘણી ભાષાઓ વચ્ચે ભાષાના દરેક સ્તરે દેખાતા સામ્યના પુરાવાઓ સાંપડ્યા છે. આ સામ્ય પાયાના શબ્દભંડોળમાં જ દેખાય છે, એવું નથી પણ ધ્વનિવ્યવસ્થા અને વ્યાકરણિક વ્યવસ્થા વચ્ચે પણ દેખાય છે. આ સામ્ય કોઈ આકસ્મિક કે આગંતુક અંશો દ્વારા સધાતું નથી હોતું. જે જે ભાષાઓ વચ્ચે આવું સામ્ય દેખાય તેમની વચ્ચે કોઈ પ્રકારનો આંતરિક સંબંધ હોવાનું અનુમાન કરીને, સામ્ય ધરાવતી ભાષાઓને જુદા જુદા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ એક એક વર્ગની ભાષાઓનો ઐતિહાસિક તથા તુલનાત્મક પદ્ધતિથી તેમની વચ્ચે સામ્ય ધરાવતાં તત્ત્વોનો અભ્યાસ કરીને એવું પૂર્વાનુમાન કરવામાં આવે છે કે આ સામ્ય ધરાવતી ભાષાઓનું કોઈ એક મૂળ સ્વરૂપ હોવું જોઈએ. કાળક્રમે એ મૂળ સ્વરૂપ પરિવર્તન પામતું પામતું અનેક ભાષાઓમાં પરિણમતું હોવું જોઈએ. આમ, કોઈ એક મૂળમાંથી વિભક્ત બનેલી બધી ભાષાઓ એક કુળની ભાષા કહેવાય. ભાષાઓને વંશવૃક્ષના રૂપમાં કલ્પીને કઈ કઈ ભાષાઓનાં કુળ રચાય છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જગતની આશરે ત્રણેક હજાર ભાષાઓને સવાસો જેટલાં જુદાં જુદાં કુળમાં વહેંચી નાખવામાં આવી છે. અલબત્ત, બધાં જ કુળો એકસરખા મહત્ત્વનાં નથી. દશેક જેટલાં કુળો મહત્ત્વનાં છે. એમાંથી ભારતમાં ભારત-યુરોપીય, દ્રવિડ, ઑસ્ટ્રોએશિયાટિક અને તિબેટો-બર્મન – આ ચાર કુળો અસ્તિત્વ ધરાવે છે.  

ભારત-યુરોપીયકુળની મુખ્ય દશ શાખાઓમાંની એક શાખા ભારત-ઇરાનીય. ભારત ઇરાનીય શાખાની બે ઉપશાખા તે ભારતીય-આર્ય અને ઇરાનીય. આમાંના ભારતીય-આર્યકુળની ભાષાઓ મુખ્યત્વે ભારતમાં બોલાય છે. એક ભાષા સિંહાલી શ્રીલંકામાં અને બીજી નેપાળી ભાષા નેપાળમાં બોલાય છે. ઉપરાંત ભટકતી જિપ્સી કોમની રોમાની ભાષા પણ ભારતીય આર્યકુલની છે. આ કુળની અર્વાચીન ભારતીય ભાષાઓ આ પ્રમાણે છે : કાશ્મીરી, દરદ, જૌનસરી, ભઘરવાહી, કુમાઉની, ગઢવાલી, પંજાબી, લહંદા, સિંધી, કચ્છી, મારવાડી, મેવાડી, માળવી, હાડોલી, જયપુરી, ગુજરાતી, મરાઠી, કોંકણી, બઘેલી, બુંદેલખંડી, બાંગડુ, હિન્દી, કનોજીવ્રજ, ભોજપુરી, મગહી, મૈથિલી, ઉડિયા, બંગાળી, આસામી વગેરે. સેસન્સ રિપોર્ટમાં ભારતીય આર્યકુળની છાસઠ જેટલી ભાષાઓ નોંધાયેલી મળે છે.  

26,604

edits