ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મધ્યકાલીન કૃતિઓમાં કર્તૃત્વની સમસ્યાઓ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} '''મધ્યકાલીન કૃતિઓમાં કર્તૃત્વની સમસ્યાઓ''' : મધ્...")

No edit summary
Line 2: Line 2:

{{Poem2Open}}
'''મધ્યકાલીન કૃતિઓમાં કર્તૃત્વની સમસ્યાઓ''' : મધ્યકાલીન સાહિત્યની કૃતિઓમાં બહુધા કૃતિને અંતે એના રચયિતાની નામછાપ અવશ્ય હોય છે. આ નામછાપ કર્તૃત્વનો નિર્દેશ કરે છે. બહુધા આવી નામછાપને અધિકૃત અથવા કર્તાના સમયની નજીકના સમયમાં જ નકલ કરાયેલી રચનાસંવત દર્શાવતી હોય તેવી પ્રાચીન હસ્તપ્રતોમાં જો નામછાપનો નિર્દેશ હોય તો જ એને અધિકૃત કર્તૃત્વ માનવાનું વલણ શાસ્ત્રીય પદ્ધતિમાં સ્વીકૃત કરવામાં આવેલું છે. ‘નરસૈ મહેતાકૃત પદો’ – સંપાદક કે. કા. શાસ્ત્રી – માં સૌથી વધુ જૂની ગણાતી હસ્તપ્રતના આધારે પદોને સંપાદિત કરાયાં છે. એમાં નરસિંહ મહેતાની નામછાપવાળી તત્ત્વદર્શી-જ્ઞાનમાર્ગી રચનાઓ સ્થાન પામી નથી. અર્થાત્ તત્ત્વદર્શી પદરચનાઓમાં નરસિંહની નામછાપ છે એથી એને નરસિંહનું કર્તૃત્વ માની લેવામાં શાસ્ત્રીય પદ્ધતિમાં સ્વીકૃતિ મળતી નથી. પાછળથી કોઈએ નરસિંહના નામછાપ-નિર્દેશવાળાં પદો રચેલાં હોવાની સંભાવના પૂરાં તાર્કિક કારણો સાથે કરવામાં આવે છે. ‘ભાલણનાં પદો’માં સંપાદક જેઠાલાલ ત્રિવેદીએ પોતે ભાલણના નામે રચીને એક પદ પ્રસ્તુત કરેલ છે. આ બાબત જેઠાલાલ ત્રિવેદીએ અન્યત્ર કરેલા ખુલાસાને કારણે પકડી શકાઈ. અન્યથા પદને અંતે ભાલણની નામછાપ હોવાને કારણે કૃતિનું કર્તૃત્વ ભાલણનું જ માનીને એને આધારે ભાલણની કવિપ્રતિભાનો પરિચય કરાવવામાં આવ્યો હોય એ સ્વાભાવિક છે.

લિખિત પરંપરાની રચનાઓની કર્તૃત્વની સમસ્યાઓ ઉપરાંત મૌખિક પરંપરાની રચનાઓની કર્તૃત્વની અનેક સમસ્યાઓ જોવા મળે છે. કોઈની કૃતિ કોઈ અન્યના નામે નિર્દેશ કરવાનું વલણ પણ વિશેષ પ્રમાણમાં દૃષ્ટિગોર થાય છે. મૂળદાસ, ભોજો, મોરારસાહેબ, દાસી જીવણ ઇત્યાદિની રચનાઓ કોઈ અન્યના નામે પ્રચલિત હોય એવાં ઘણાં ઉદાહરણો મળે છે. નામછાપ લુપ્ત થાય અને કૃતિ લોકગીતનું ઉદાહરણ બની ગઈ હોય એવાં ઉદાહરણો પણ ઘણાં છે. ગેમલજીનાં પદો લોકસાહિત્યના મણકામાં બરડાનાં લોકગીતો તરીકે ઉદાહૃત થયેલાં છે. કર્તૃત્વની બીજી એક સમસ્યા અજ્ઞાત કર્તૃત્વવાળી રચના કે લોકગીતની રચનાને કોઈ કર્તાનું નામ અપાયાની પણ પ્રચલિત છે.

Line 11: Line 12:
‘જયવિજય’ તખલ્લુસથી છપાયેલાં નવલરામ પંડયાનાં કાવ્યો ઉમાશંકર જોશીએ બાલાશંકર કંથારિયાના નામે ‘કલાન્ત કવિ’ મૂકી દીધેલાં. ‘ભારતભૂષણ’ તખલ્લુસથી છપાયેલી કાન્તની રચના પણ ઉમાશંકર જોશીએ ‘કલાન્ત કવિ’માં મૂકી દીધેલી. હકીકતે એ રચના ‘અદ્વૈત’ શીર્ષકથી ‘પૂર્વાલાપ’માં પ્રકાશિત થઈ હતી. આમ તખલ્લુસ સંદર્ભે કર્તૃત્વની સમસ્યાનાં ઉદાહરણો અર્વાચીન સાહિત્યમાં પણ મળે છે.

{{Right|બ.જા.}}
{{Right|બ.જા.}}
{{Poem2Close}}

26,604

edits