ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનોકૃતિ

From Ekatra Wiki
Revision as of 12:03, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મનોકથા(Psychography) : આ સંજ્ઞા સાહિત્યકૃતિ સંદર્ભે લેખકની જીવનસામગ્રીના મહત્ત્વને ચીંધે છે. મનોકથાકાર લેખકના મનસ્તંત્રની એવી સામગ્રીને શોધે છે, જેનો એની સાહિત્યકૃતિ પર પ્રભાવ વર્તાયો હોય. ચં.ટો.