ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહીડા સાહિત્યોત્કર્ષચન્દ્રક

Revision as of 09:08, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મહીડા સાહિત્યોત્કર્ષચન્દ્રક'''</span> : માંડવા – ચાંદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મહીડા સાહિત્યોત્કર્ષચન્દ્રક : માંડવા – ચાંદોદના કુમાર નરેન્દ્રસિંહ મહીડાએ નર્મદ સાહિત્યસભા સુરતને, સાહિત્યના ઉત્કર્ષ સંદર્ભે વિશિષ્ટ ફાળો આપનાર સાહિત્યકારને પુરસ્કૃત કરવા ભેટ આપેલો વાર્ષિક પુરસ્કારચન્દ્રક. ૧૯૪૪ના વર્ષનો આ પુરસ્કારચન્દ્રક ઉમાશંકર જોશીને એમના પદ્યનાટકના સંગ્રહ ‘પ્રાચીના’ માટે મળ્યો હતો. ૧૯૪૬ના વર્ષનો ચન્દ્રક ઝવેરચંદ મેઘાણી તથા સુન્દરમ્ની સાહિત્યસેવાઓને લક્ષ્ય કરીને સંયુક્ત રૂપે અપાયો હતો. ર.ર.દ.