ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૂર્ત, પ્રત્યક્ષ

Revision as of 10:29, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મૂર્ત'''</span>, પ્રત્યક્ષ (Concrete) : વાસ્તવિકતાનો અપરોક્ષ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મૂર્ત, પ્રત્યક્ષ (Concrete) : વાસ્તવિકતાનો અપરોક્ષ અનુભવ, કશુંક વાસ્તવિક, વિશિષ્ટ, ચોક્કસ, ખરેખરી વસ્તુઓ કે પરિસ્થિતિઓ સાથેનું કાર્ય. મૂર્તના બે પ્રકાર છે : વિશેષ અને સામાન્ય. ‘મારા પિતા’ વિશેષ મૂર્ત, પરંતુ ‘ગાય’ ‘ખુરશી’ વગેરે સામાન્ય મૂર્ત. હ.ત્રિ.