ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૂલ્યાંકન

Revision as of 10:35, 29 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મૂલ્યાંકન(Evaluation)'''</span> : વિવેચનનું એક ઉપકરણ. મૂલ્યાંક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મૂલ્યાંકન(Evaluation) : વિવેચનનું એક ઉપકરણ. મૂલ્યાંકન એ વિવેચનપ્રક્રિયાનો કેન્દ્રવર્તી ખ્યાલ છે. કૃતિનું મૂલ્યાંકન કરવું એટલે તે સારી છે કે નરસી છે એ વિશે નિર્ણય કરવો. કૃતિની મહત્તા બતાવવી અને એનું મૂલ્ય નક્કી કરવું. મૂલ્યાંકનની પ્રવૃત્તિમાં કૃતિનું મૂલ્ય નિર્ણીત કરવાને કૃતિની બહારના સંયોગો અને સંબંધો લક્ષમાં લેવાના રહે છે. માત્ર કૃતિના આધારે નહિ, પરંતુ વ્યાપક જીવનના સંદર્ભમાં જ કૃતિનું મહત્ત્વ નક્કી કરવામાં આવે છે. ઍલન ટેય્ટ જેવા વિવેચકો કહે છે કે આજની પરિસ્થિતિમાં ‘મૂલ્યાંકન’ના અર્થમાં વિવેચન શક્ય નથી. હ.ત્રિ.