ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૃત રૂપક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મૃત રૂપક(Dead Metaphor)'''</span> : ગુજરાતી ભાષામાં ‘મુખચંદ્ર’ ‘...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = મૃતભાષા
|next = મૃત્યુનોંધ
}}

Latest revision as of 08:33, 2 December 2021


મૃત રૂપક(Dead Metaphor) : ગુજરાતી ભાષામાં ‘મુખચંદ્ર’ ‘કમલનયન’ જેવા શબ્દ-પ્રયોગો એટલા સામાન્ય થઈ ગયા છે કે આપણે ઉપમેય અને ઉપમાન વચ્ચેના ભેદ અંગેની સંપ્રજ્ઞતા જાળવવાનું જ છોડી દીધું છે. આ પ્રકારના ભાષાપ્રયોગો મૃતરૂપકો કહેવાય. ભાષાનો ઇતિહાસ દર્શાવે છે કે મોટા ભાગના પ્રવર્તમાન શબ્દો, જેને આપણે વાચ્યાર્થમાં લઈએ છીએ તે દૂરના ભૂતકાળમાં રૂપકો હતા. હ.ત્રિ.