ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લાવણી


લાવણી: મૂળે લાવણી તાલ છે. આ તાલ જેમાં હોય એવી રચનાને પણ પછી ‘લાવણી’ કહેવામાં આવી. આ ચતુષ્કલ-અષ્ટકલ રચના છે. ‘જય જય ગરવી ગુજરાત’ ઉપરાંત નર્મદે બીજી અનેક પ્રકારની લાવણી લખી છે. મરાઠી રંગભૂમિના લોકપ્રિય લોકનાટ્ય ‘તમાશા’માં લાવણીગીતો લયાત્મકતા અને શૃંગારપ્રધાનતાને વ્યક્ત કરે છે. ચં.ટો.