ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લેખ

Revision as of 08:33, 30 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''લેખ(Article)'''</span> : કોઈએક ચોક્કસ વિષય અંગે આસ્વાદમૂલક પૃ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લેખ(Article) : કોઈએક ચોક્કસ વિષય અંગે આસ્વાદમૂલક પૃથક્કરણાત્મક કે માહિતીપ્રદ લખાણ જે સામાન્ય રીતે અખબારો, સામયિકો કે વિવિધ કોશોના એક વિભાગ તરીકે જે-તે પ્રકારના મૂળ વિષયને સંલગ્ન એવા, પણ કોઈ વિશેષ મુદ્દાની ચર્ચા, આસ્વાદ કે પૃથક્કરણ સંદર્ભે સ્વતંત્ર સ્વરૂપે પ્રગટ થવા પાત્ર હોય છે. સાહિત્યના સંદર્ભમાં નિબંધ સાથે બાહ્ય-સ્વરૂપગત-સામ્ય ધરાવતો, પણ વસ્તુ-સામગ્રી-સંદર્ભે ભિન્ન એવો આ લેખન-પ્રકાર છે. નિબંધ અને લેખ વચ્ચેનો તફાવત બતાવતાં ઉમાશંકર જોશી લેખને ‘બોધપ્રધાન કે માહિતીપ્રધાન રચના’ (શૈલી અને સ્વરૂપ, પૃ. ૫૩) તરીકે ઓળખાવે છે. પ.ના.