ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાદકાવ્ય


વાદકાવ્ય(Debat) : કાવ્યાત્મક પ્રતિરોધનો આ એક સાધારણ પ્રકાર છે, જેમાં નૈતિકતા, રાજકારણ કે પ્રેમ વિશે વિવાદ હોય અને બે વ્યક્તિઓ, પાત્રો વચ્ચે પ્રશ્ન ચર્ચાય. કૃતિ વાદના વિષયથી આરંભાય અને પછી એમાં નાટ્યાત્મક ચર્ચાઓ આવ્યે જાય. વાદકાવ્ય મધ્યકાલીન યુરોપીય રૂપક સાહિત્યના વિપુલ રાશિનો એક ભાગ છે. હ.ત્રિ.