ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિકાસનવલ

From Ekatra Wiki
Revision as of 10:32, 30 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિકાસનવલ(Bildungsroman)'''</span> : જર્મનવિવેચકો દ્વારા વપરાયેલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિકાસનવલ(Bildungsroman) : જર્મનવિવેચકો દ્વારા વપરાયેલી સંજ્ઞા. આ પ્રકારની નવલકથામાં નાયક કે નાયિકાના બાળપણના ઘડતરથી માંડી અને પ્રાપ્ત થતી પુખ્તતા પર્યંતનો વિકાસ આલેખ હોય છે, સાથે સાથે એ કેન્દ્રસ્થ પાત્રની પોતાની ઓળખ અંગેની વ્યાકુળ શોધ પણ હોય છે. ઓગણીસમી અને વીસમી સદીની પશ્ચિમની ઘણી નવલકથાઓ આવા અંગત ઉછેરવિકાસની તરેહને અનુસરે છે. આ જ અર્થમાં Erziehungsroman જેવી સંજ્ઞા પણ પ્રચલિત છે, જેમાં ઉછેર કેન્દ્રસ્થાને છે. ચં.ટો.