ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિધાન અને ઉક્તિ

From Ekatra Wiki
Revision as of 10:58, 30 November 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિધાન અને ઉક્તિ(Statement and utterance)'''</span> : ‘અથાણાની બરણી અભરા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિધાન અને ઉક્તિ(Statement and utterance) : ‘અથાણાની બરણી અભરાઈ પર છે’ જેવું વસ્તુલક્ષી વાક્ય ‘વિધાન’ છે. પરંતુ એમાં પ્રથમ પુરુષ ઉમેરાઈને આત્મલક્ષીપણું દાખલ થાય છે, તેમજ સંવેદન, માન્યતા, શંકા, નિશ્ચિતતા, નિર્ણય વગેરેનો સૂર ભળે છે, ત્યારે એ ‘ઉક્તિ’ બને છે. જેમકે ‘મેં જોયું કે અથાણાની બરણી અભરાઈ પર છે!’ વિધાન અને ઉક્તિ માટે ફ્રેન્ચમાં અનુક્રમે enonce અને ‘enonciation’ શબ્દો વપરાય છે. સાહિત્યક્ષેત્રે આ બે સંજ્ઞાઓની ઓળખ અનિવાર્ય છે. ચં.ટો.