ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશેષોક્તિ


વિશેષોક્તિ : કારણો ભેગાં મળ્યાં હોય તોપણ કાર્યનો ઉલ્લેખ ન થાય તે વિશેષોક્તિ અલંકાર કહેવાય. આ અલંકાર વિભાવનાથી વિપરીત છે. વિશેષોક્તિ નામ સાર્થક છે. કારણો હોવા છતાં કાર્યના અભાવરૂપી વિશેષની ઉક્તિ તે વિશેષોક્તિ, જેમકે “શરીર હરી લેવા છતાં શિવે જેનું બળ હરી ન લીધું તે કામદેવ એકલો ત્રણે જગતને જીતી લે છે.” જ.દ.