ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશ્વસ્ત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિશ્વસ્ત(Raisonneur)'''</span> : નાયકના વિશ્વસ્ત મિત્ર તરીકે અ...")
(No difference)

Revision as of 12:13, 30 November 2021


વિશ્વસ્ત(Raisonneur) : નાયકના વિશ્વસ્ત મિત્ર તરીકે અંગત લાગણીઓ અને એના આશયોને જાણતું હોય એવું પાત્ર. લેખકના પ્રવક્તા તરીકે પણ કામગીરી બજાવતું આ પાત્ર કથાનકને ઉઘાડવામાં સહાયક હોવા છતાં કેન્દ્રવર્તી નથી હોતું. શેક્સ્પીયરના ‘હેમ્લેટ’માં હોરેશિયોનું કે ઓસ્કર વાઈલ્ડના ‘એન આઈડિયલ હસબન્ડ’માં શ્રીમંત લોર્ડ ગોરિંગનું પાત્ર આ પ્રકારનું કહી શકાય. ચં.ટો.