ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શૈલીસાંખ્યિકીવિજ્ઞાન

From Ekatra Wiki
Revision as of 10:14, 1 December 2021 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''શૈલીસાંખ્યિકીવિજ્ઞાન(Stylostatistics)'''</span> : શૈલીના અભ્યાસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


શૈલીસાંખ્યિકીવિજ્ઞાન(Stylostatistics) : શૈલીના અભ્યાસમાં આંકડાશાસ્ત્રીય પદ્ધતિ સાથે ઇયત્તાપૂર્ણ અભિગમ દાખવનાર અને ટેબ્યુલેશનનો ઉપયોગ કરનાર શૈલીવિજ્ઞાનની આ શાખા શૈલીસાંખ્યિકીવિજ્ઞાન તરીકે ઓળખાય છે. જોઝફીન માઈલ્ઝ કાવ્યના શબ્દભંડોળના આંકડાશાસ્ત્રીય અધ્યયન માટે જાણીતા છે. ચં.ટો.