ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શ્રદ્ધા યા માન્યતા અંગેની સમસ્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''શ્રદ્ધા યા માન્યતા અંગેની સમસ્યા(Problem of Belief)'''</span> : શ્ર...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = શોકગીત
|next = શ્રવણરંગ
}}

Latest revision as of 12:20, 7 December 2021


શ્રદ્ધા યા માન્યતા અંગેની સમસ્યા(Problem of Belief) : શ્રદ્ધા અંગેનો કલ્પ લાગુ ન પડે એવું સાહિત્યસ્વરૂપ કલ્પવું મુશ્કેલ છે. લેખન યા વાચન સભાન કે અભાનપણે પોતાની માન્યતાઓ, શ્રદ્ધાઓ, ધારણાઓ પ્રગટ કર્યા વગર રહી શકે નહિ. આથી સાહિત્યમાં સમસ્યા જન્મે છે. કારણ; સાહિત્ય-કૃતિની શ્રદ્ધા કે માન્યતાને ભાવક સ્વીકારે કે ન યે સ્વીકારે. એટલેકે આ સમસ્યા સાહિત્યમાં સત્ય અંગેની સમસ્યાનું માનસિક સ્વરૂપ છે. ખાસ કરીને ધર્મવિષયક કે તત્ત્વવિચાર-વિષયક કવિતાના વિવેચનાત્મક મૂલ્યાંકનમાં આ સમસ્યા ગંભીરપણે ઊભી થાય છે. પરંતુ વીસમી સદીના વિવેચને સ્પષ્ટ કર્યું છે કે સૌન્દર્યનિષ્ઠ મૂલ્ય અને મતગ્રાહ્યતા કે શ્રદ્ધાસ્વીકાર એ એકબીજાથી સાવ સ્વતંત્ર છે. વાચકને મતગ્રાહ્ય ન હોય અને છતાં કવિતા અંગે એણે ઊંચું મૂલ્ય આંક્યું હોય, એવા ઘણા કિસ્સાઓ મળી આવે છે. ચં.ટો.