ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શ્લોકભંગ, અપૂર્ણાન્વયી

Revision as of 12:22, 7 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


શ્લોકભંગ, અપૂર્ણાન્વયી(Enjambement Run-on-line) : એક પંક્તિ, એક કડી કે એક શ્લોકમાંથી અન્ય પંક્તિ અન્ય કડી કે અન્ય શ્લોકમાં ચાલુ રહેતો વાક્યાન્વય. જેમકે ‘ઉશનસ્’ની ‘પ્રશાન્ત ક્ષણ’ સૉનેટની પંક્તિઓ જુઓ : ‘જલની નીક આ પાછી ચાલુ થશે; રુધિરે રગે/નવી ભરતીનો ધક્કો ખેંચી જશે ચરણો ક્યહીં/સ્થિર પડી રહ્યાં ખૂણામાં આ ઉપાન ચપોચપ”. ચં.ટો.