ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંદર્ભકો


સંદર્ભકો(Deitics) : કવિતામાં એક કસબ તરીકે સંદર્ભકોનું મહત્ત્વ છે. કોણ કોને ઉદ્દેશીને કહે છે એ કવિતામાં મુખ્યત્વે સંદિગ્ધ રહે છે, ત્યારે આ સંદર્ભકો ઉક્તિની પરિસ્થિતિ સાથે ભાવકને સંયુક્ત કરે છે. અલબત્ત, સંદર્ભકો બાહ્ય સંદર્ભનો નિર્દેશ આપતા નથી. પરંતુ ઉક્તિ અંગે કાલ્પનિક સંદર્ભ રચવા માટે પ્રેરે છે. કવિતાની પરંપરા આવા સ્થલગત, કાલગત, વ્યક્તિગત સંદર્ભકોને પ્રયોજતી આવી છે, જેને કારણે ઉક્તિ પ્રયોજનારને કાલ્પનિક રીતે મનમાં ઉપસાવી શકાય છે. ચં.ટો.