ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવાદિતા


સંવાદિતા(Harmony) : સમગ્ર કૃતિના સંબંધમાં કલાકૃતિના પ્રત્યેક અંગનું એના અન્ય અંગ સાથેનું ઉચિત પ્રમાણ તે સંવાદિતા. આને કારણે સંયોજિત અંગો કે ઘટકોમાંથી કલાકૃતિની અનિવાર્ય એકતા પ્રગટ થાય છે. ચં.ટો.