ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવેદનશબ્દો

Revision as of 16:13, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંવેદશબ્દો (Sensory words) : ચિત્ત અને ઇન્દ્રિયો પર સીધો પ્રભાવ પાડતી અભિવ્યક્તિઓ અને શબ્દરચનાઓ. જેમકે રાવજી પટેલની ‘ઢોલિયે’ કાવ્યની આ પંક્તિઓ : ‘સાગ ઢોલિયે પાંખ ફૂટશે/કમાડ પર ચોડેલી ચકલી/સમણું થઈ ઘરમાં ફડફડશે./જુઓ પણે પરસાળ સૂંઘતો ચાંદો/અમને ઘડીવાર તો ગંધ ઊંઘની આલો.’ ચં.ટો.