ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંહિતાન્તરણ

Revision as of 16:19, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સંહિતાન્તરણ(Transcodage) : રિફાતેરની સંજ્ઞા. ગદ્યની સરખામણીમાં કાવ્યકૃતિમાં કલ્પનથી કલ્પન પ્રતિનો, પરિચ્છેદથી પરિચ્છેદ પ્રતિનો વિકાસ પુનરાવર્તનશીલ હોય છે. કૃતિ વિન્યાસગત રીતે અને શબ્દગત રીતે આગળ વધે છે અને અર્થોને ઉમેરતી આવે છે; પણ એનું પ્રત્યેક પગલું ખરેખર તો કોઈ અર્થનું પુનરાવર્તન હોય છે. આ પ્રત્યેક પગલું સંહિતાન્તરણ છે. ચં.ટો.