ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાફીવૃત્તિ

Revision as of 16:24, 8 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


સાફીવૃત્તિ(Sapphism) : ઈ.સ. પૂર્વે ૬૦૦માં ગ્રીક ભાષામાં થયેલી સાફો(Sappho)ની ઊર્મિકવિતામાં રતિ-આવેગનાં શરીરવર્ણનો અને નિષ્ફળ પ્રેમની વેદનાનાં નિરૂપણ થયાં છે. તેમાં સજાતીય વૃત્તિનું પ્રતિબિંબ જોઈ શકાય છે. આ નારીકવિ ઉપરથી બે સ્ત્રીઓ વચ્ચેના સજાતીય આકર્ષણને આથી સાફી-વૃત્તિ કહી છે. ચં.ટો.