ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્યિક તરકટ

From Ekatra Wiki
Revision as of 08:46, 9 December 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સાહિત્યિક તરકટ(Literary Forgery) : કોઈક અજ્ઞાત લેખક પોતાની કોઈ એક કૃતિ અન્ય કોઈ પ્રસિદ્ધ લેખકના નામ સાથે પ્રગટ કરે તે કૃત્ય. આ પ્રકારના કૃત્યથી કૃતિના કર્તૃત્વ અંગેની ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જેમકે મીરાંના નામે પ્રગટ થયેલી કેટલીક રચનાઓ અંગે ગુજરાતી સાહિત્યમાં વિવાદ છે. જ્યાં સુધી આ પ્રકારે લેખકના નામે પ્રગટ કરાયેલી અન્ય લેખકની કૃતિનું રહસ્ય છતું ન થાય ત્યાં સુધી જે-તે લેખકની પ્રતિષ્ઠા, તેની કૃતિનું મૂલ્યાંકન વગેરે બાબતોમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. પ.ના.