ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હાંસિયાનોંધ


હાંસિયાનોંધ(Marginalia) : પુસ્તક કે હસ્તપ્રતમાં હાંસિયામાં કરવામાં આવતી નોંધો, સંદર્ભો વગેરે. કેટલીકવાર આવી હાંસિયાનોંધો મૂલ્યવાન બની રહે છે. જેમકે અંગ્રેજીમાં કૉલરિજની અને ગુજરાતીમાં બ. ક. ઠાકોર તથા ભૃગુરાય અંજારિયાની હાંસિયાનોંધો. ચં.ટો.