ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/રૂપ અને સંરચના – જયંત કોઠારી, 1930: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 31: Line 31:
(4) ‘રૂપ’ને કેટલીક વાર કૃતિની વ્યંજકતાનો પર્યાય પણ માનવામાં આવે છે. કૃતિના પાયામાં રહેલો વિચારનો મુસદ્દો એ રૂપ’ એવી એક માન્યતા આપણે આગળ નોંધેલી. અહીં એનાથી ઊલટી રીતે કૃતિમાંથી સ્ફુરતો ધ્વનિ તે એનું ધારક તત્ત્વ એટલે કે ‘રૂપ’ બને છે. પાઉન્ડને મતે પણ રૂપ એ અર્થનું વ્યંજક છે; તેથી ભાવનાત્મક રીતે રૂપ એ જ અર્થ છે. (Form is expressive of meaning, ideally form is meaning.)

(5) ‘રૂપ’ શબ્દના એક અત્યંત મહત્ત્વના અર્થ આગળ હવે આપણે આવી પહોંચીએ છીએ, રશિઅન રૂપવાદીઓએ એવું કહેલું કે ‘ભાષાકીય ઉદ્ગારને કળાકૃતિ બનાવનાર જે કંઈ તે રૂપ’. આ રીતે ‘રૂપ’માં કૃતિસમગ્રનો સમાવેશ થાય છે. કલ્પનાવ્યાપારથી કૃતિના સર્વ અંશોની જે એકત્વમય કલાત્મક રચના થાય તે રૂપ. દેખીતી રીતે જ આ રૂપ દરેક કલાકૃતિનું વિશિષ્ટ હોય. સર્વોશ્લેષી હોઈને આ રૂપને વિવેચનમાં સમગ્રતયા પકડવું પણ અશક્ય છે. એ કલાકૃતિના અને કલાકૃતિની અનન્યતાના પર્યાયરૂપ બની રહે છે અને એ રીતે બહુધા આસ્વાદનો વિષય બનીને રહે છે.

સજીવ, સેન્દ્રિય, સાયયવ ‘રૂપ’(organic form)નો ખ્યાલ પણ આની સાથે જ સંકળાયેલો છે. કૃતિના સર્વ અંશો, એક વૈયક્તિક વ્યવસ્થા રૂપે સંઘટિત થાય અને જે રૂપ અંદરથી જ સર્જાય તે સજીવ રૂપ. સાહિત્યપ્રકારના અર્થમાં પણ ‘રૂપ’ શબ્દ પ્રયોજાય છે એ આપણે હમણાં જોઈ ગયા. ત્યાં જે-તે પ્રકારનું પૂર્વનિર્ણીત અને બાહ્ય માળખું હોઈ એને ‘યાંત્રિક કે અમૂર્ત રૂપ’ (mechanical or abstract form) ગણવામાં આવે છે. એનાથી ભિન્ન તે આ સજીવ રૂપ, કોલરિજે યાંત્રિક રૂપને ઉપરથી લાદેલું અને સજીવ રૂપને સામગ્રીના ગુણ-ધર્મોમાંથી નીપજેલું ગણાવેલું.1
સજીવ, સેન્દ્રિય, સાયયવ ‘રૂપ’(organic form)નો ખ્યાલ પણ આની સાથે જ સંકળાયેલો છે. કૃતિના સર્વ અંશો, એક વૈયક્તિક વ્યવસ્થા રૂપે સંઘટિત થાય અને જે રૂપ અંદરથી જ સર્જાય તે સજીવ રૂપ. સાહિત્યપ્રકારના અર્થમાં પણ ‘રૂપ’ શબ્દ પ્રયોજાય છે એ આપણે હમણાં જોઈ ગયા. ત્યાં જે-તે પ્રકારનું પૂર્વનિર્ણીત અને બાહ્ય માળખું હોઈ એને ‘યાંત્રિક કે અમૂર્ત રૂપ’ (mechanical or abstract form) ગણવામાં આવે છે. એનાથી ભિન્ન તે આ સજીવ રૂપ, કોલરિજે યાંત્રિક રૂપને ઉપરથી લાદેલું અને સજીવ રૂપને સામગ્રીના ગુણ-ધર્મોમાંથી નીપજેલું ગણાવેલું.<ref>1. એલિઅટે, અલબત્ત, આની સામે ‘યોગ્યતા’(fitness)નો સિદ્ધાંત રજૂ કરેલો. એમની દૃષ્ટિએ સામગ્રીના ગુણધર્મોમાંથી રૂપ નીપજે એ અશક્ય છે અને ખરી સમસ્યા સામગ્રીના ગુણધર્મોમાંથી નીપજતા રૂપની નથી, પણ રચનાગત અંશો અને અર્તો પરસ્પર પૂરેપૂરા બંધબેસતા થાય એની છે.</ref>
રૂપની આ સર્વાશ્લેષી વિભાવનામાં, પછી, સામગ્રી અને રૂપનું દ્વન્દ્વ લગભગ ઓગળી જાય છે. બ્રૅડલીએ સામગ્રી અને રૂપ એક જ અખંડ કાવ્યાનુભવનાં બે પાસાંઓ છે એમ કહી ‘અર્થ’પૂર્ણ રૂપ’ (significant form)નો ખ્યાલ રજૂ કરેલો. ક્રોચેએ, આ દૃષ્ટિએ ‘રૂપ’ને જ ‘સામગ્રી’ તરીકે ઘટાવેલું અને વાલેરી જેવા તો “રૂપ સિવાય કશું નથી” (There is nothing but form) એવા મિસ્ટ્રલના વિચારનું સમર્થન કરવા સુધી ગયેલા. માલાર્મેએ વળી એમ કહેલું – “સામગ્રી હવે ‘રૂપ’નું કારણ નથી રહેતું; એ એનું એક કાર્ય – પરિણામ બની જાય છે.” શિલરની ઉક્તિ પણ આપણને આ સંદર્ભમાં યાદ આવે કે “કળા રહેલી છે રૂપ વડે દ્રવ્યને વિનષ્ટ કરવામાં.” (Art consists in the destruction of matter by form)

‘રૂપ’ને માત્ર ઘાટ કે ઢાળો નહીં, કે અંદર નિહિત યોજના નહીં, પણ સમગ્રતાના પર્યાયરૂપ મનાતું આ દૃષ્ટિબિંદુ સાવ નવું નથી, ઍરિસ્ટૉટલ જેટલું જૂનું છે એમ કહી શકાય. ઍરિસ્ટૉટલે પદાર્થના અસ્તિત્વના ચાર ઘટકો સ્વીકારેલા: બે બાહ્ય અને બે આંતરિક. બે આંતરિક ઘટકો તે દ્રવ્ય અને રૂપ. પદાર્થ જેનો બનેલો હોય તે એનું દ્રવ્ય અને પદાર્થ જે કંઈ છે તેવો તેને બનાવનાર તે એનું રૂપ. રૂપ, આ રીતે માત્ર ઘાટ નથી, ઘાટ આપનાર તત્ત્વ છે; રચના કે લાક્ષણિક ગુણધર્મ નથી, પણ રચનાનો સિદ્ધાંત છે જે પદાર્થને લાક્ષણિક ગુણધર્મો આપે છે, એટલે ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ રચના તેમજ અર્થ કે વ્યંજકતા એ પણ રૂપગત અંશો છે.

Line 39: Line 39:
<center>  '''4''' </center>
<center>  '''4''' </center>
‘રૂપ’ની એક સાદી વ્યવહારુ સમજૂતી લઈને આપણે આપણી વિચારણા આરંભીએ. ‘રૂપ’ એટલે કલાકૃતિમાં માધ્યમના જે ઘટકો સમાવેશ પામેલા હોય તેમનું સંઘટન અને તેમના આંતરસંબંધ. કલાકૃતિમાં માધ્યમના જે ઘટકો સમાવેશ પામેલા હોય તેમનું સંઘટન પામતા આ ઘટકો જુદીજુદી કક્ષાના હોઈ શકે છે. કલાકૃતિનું માધ્યમ કશાક ભૌતિક દ્રવ્યનું બનેલું હોય છે, જેમકે શિલ્પમાં પથ્થર, સંગીતમાં સૂર, કવિતામાં શબ્દ વગેરે. કલાકૃતિમાં આ દ્રવ્યનું કોઈક પ્રકારનું સંઘટન હોય છે. ઉપરાંત, સાહિત્ય અને પરંપરાગત ચિત્રકલા જેવી કલામાં વિષયવસ્તુ પણ હોય છે, કેમકે આ પ્રતિનિધાનાત્મક કલાઓ છે. ચિત્રકલામાં રંગ અને રેખાઓ દ્વારા, સાહિત્યમાં શબ્દ દ્વારા જગતના પદાર્થો અને ઘટનાઓ રજૂ થાય છે. તો કલાકૃતિમાં આ વિષયવસ્તુનું પણ સંઘટન હોય. ઉપરાંત, કલાકૃતિમાંથી લાગણીઓ કે વિચારો સ્ફુરતા હોય છે, જેમકે સંગીતમાં આપણને ‘વિષાદ’નો અનુભવ થાય અને નવલકથામાંથી આપણને ‘હતાશા’નો ભાવ સ્ફુરતો લાગે. આ ધ્વનિના વ્યંજક અંશોનું સંઘટન પણ કલાકૃતિમાં હોય.

દેખીતી રીતે જ, અહીં સામગ્રી અને રૂપ વચ્ચેની જે ઊભી ભેદરેખા કેટલીક વાર આપણે કરીએ છીએ તે ટકી શકે નહીં. સામગ્રી એટલે જડ તત્ત્વ, સૌન્દર્યદૃષ્ટિએ નિષ્ક્રિય તત્ત્વ અને રૂપ એટલે સૌંદર્યદૃષ્ટિએ ક્રિયાશીલ તત્ત્વ એવો ભેદ કરીને આપણે ઘણી મુશ્કેલીઓ નોતરીએ છીએ. ભૌતિક દ્રવ્ય પણ જડ નથી, સચેતન છે, એમાં પ્રાણસ્ફુરણ છે અને તેથી ઇન્દ્રિયસંતપર્કતાનો કસ કાઢવામાં, એનાં સૂચનોને અનુસરવામાં કલાકાર લાગેલો હોય છે. કલાકૃતિના ‘રૂપ’નો જે કંઈ પ્રભાવ હોય છે. એમાં દ્રવ્યના ગુણધર્મોનો પણ ફાળો હોય છે. તાજમહાલના આરસ, રાજમુગટનું સોનું કેવળ આકસ્મિક છે, અપ્રસ્તુત છે, જડ છે એમ કહી શકાશે ખરું? કાવ્યના શબ્દો તો વધારામાં કશોક અર્થ લઈને પણ – અર્થનું માળખું લઈને આવતા હોય છે અને એમ કહેવાનો વારો આવે છે કે કવિ કાવ્યની રચના કરે છે તે વાસ્તવ કે વાસ્તવના પેતાના અનુભવમાંથી નહીં, પોતાના વિચાર કે ખ્યાલામાંથી નહીં, પણ કેટલેક અંશે શબ્દોમાં જડતા અર્થોથી, કેમકે એ શબ્દોથી કવિતા બનાવે છે.2
દેખીતી રીતે જ, અહીં સામગ્રી અને રૂપ વચ્ચેની જે ઊભી ભેદરેખા કેટલીક વાર આપણે કરીએ છીએ તે ટકી શકે નહીં. સામગ્રી એટલે જડ તત્ત્વ, સૌન્દર્યદૃષ્ટિએ નિષ્ક્રિય તત્ત્વ અને રૂપ એટલે સૌંદર્યદૃષ્ટિએ ક્રિયાશીલ તત્ત્વ એવો ભેદ કરીને આપણે ઘણી મુશ્કેલીઓ નોતરીએ છીએ. ભૌતિક દ્રવ્ય પણ જડ નથી, સચેતન છે, એમાં પ્રાણસ્ફુરણ છે અને તેથી ઇન્દ્રિયસંતપર્કતાનો કસ કાઢવામાં, એનાં સૂચનોને અનુસરવામાં કલાકાર લાગેલો હોય છે. કલાકૃતિના ‘રૂપ’નો જે કંઈ પ્રભાવ હોય છે. એમાં દ્રવ્યના ગુણધર્મોનો પણ ફાળો હોય છે. તાજમહાલના આરસ, રાજમુગટનું સોનું કેવળ આકસ્મિક છે, અપ્રસ્તુત છે, જડ છે એમ કહી શકાશે ખરું? કાવ્યના શબ્દો તો વધારામાં કશોક અર્થ લઈને પણ – અર્થનું માળખું લઈને આવતા હોય છે અને એમ કહેવાનો વારો આવે છે કે કવિ કાવ્યની રચના કરે છે તે વાસ્તવ કે વાસ્તવના પેતાના અનુભવમાંથી નહીં, પોતાના વિચાર કે ખ્યાલામાંથી નહીં, પણ કેટલેક અંશે શબ્દોમાં જડતા અર્થોથી, કેમકે એ શબ્દોથી કવિતા બનાવે છે.<ref>2 ‘Dictionary of World Literature’માં ‘form’ ઉપરની નોંધ.</ref>
એ જ રીતે, સાહિત્યમાં વિષયવસ્તુ કે વિચારતંત્ર પણ કેવળ નિષ્ક્રિય કે અપ્રસ્તુત હોય છે એમ નહીં કહી શકાય. ‘પૅરડાઇઝ લોસ્ટ’માંથી એના વિચારતંત્રને કાઢી લઈએ તોપણ એની શૈલીને કારણે એ મહાન કૃતિ બની રહે એ વાત સાથે વેલેક અને વૉરન સહમત થતા નથી. વિષયવસ્તુ ઘણી વાર રૂપરચનાને દોરતું પણ હોય છે, જેમકે માનવચેતનાના આધુનિક દર્શને સાહિત્યમાં અનેક નવીનવી રચનાપ્રયુક્તિઓને જન્મ આપ્યો છે.

એ વાત તો સાચી છે કે દ્રવ્ય કે સામગ્રીનું કલાકૃતિમાં જે મૂલ્ય હોય છે તે એની બહાર નથી હોતું. રૂપરચનાની પ્રક્રિયા દ્રવ્ય કે સામગ્રીને નવતા અર્પે છે. રૂપલક્ષી સૂચનો પહેલાં આવે અને એમાંથી વસ્તુ નિર્મિત થાય એવી વાલેરીએ કહેલી ઘટનાને આપણે અપવાદરૂપ ગણીએ તોયે એ વાતમાં શંકા નથી કે રૂપરચનાની પ્રક્રિયા દ્રવ્ય કે સામગ્રીને પલટાવે છે. આથી જ બ્રૅડલીને ‘subject (વિષય) અને ‘substance’ (સામગ્રી) એવો અને માર્ક શૉરરને ‘content’ (સામગ્રી) અને ‘achieved content’ (સંસિદ્ધ સામગ્રી) એવો ભેદ કરવાનો વારો આવે છે. કલાકૃતિની બહાર કાચા દ્રવ્ય રૂપે જેનું અસ્તિત્વ છે તે ‘subject’ કે ‘content’ અને કલાકૃતિમાં પક્વ સામગ્રી તરીકે જેનું અસ્તિત્વ છે તે ‘substance’ કે ‘content’. આ બન્ને વચ્ચે હાથીઘોડાનો ફેર છે.

1,026

edits