ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/સંસ્કારપરાયણ વિવેચનની દિશા – રાધેશ્યામ શર્મા, 1936: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 36. રાધેશ્યામ શર્મા | (5.1.1936 9.9.2021)}}
 
[[File:36. Radheshyam sharma.jpg|thumb|center|150px]]
{|style="background-color: ; border: ;"
<center>  '''{{larger|સંસ્કારપરાયણ વિવેચનની દિશા}}''' </center>
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:36. Radheshyam sharma.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૩૬'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|રાધેશ્યામ શર્મા}}<br>{{gap|1em}}(..૧૯૩૬ ..૨૦૨૧)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|સંસ્કારપરાયણ વિવેચનની દિશા}}'''}}}}
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
સંસ્કારપરાયણ વિવેચના દ્વારા અહીં Impressionistic Criticism વિવક્ષિત છે. તાટસ્થ્ય તથા વસ્તુલક્ષિતાના અતિશય બચાવમાં, જેને બીજા સામા છેડે રાખી બહુ વખોડી કાઢવામાં આવે છે એવી વિવેચનશૈલીને સંસ્કારનિર્ભર શૈલી માનવામાં આવી છે. જે વિવેચનામાં તમે ગતિ કરી ના શકો અથવા ધૂંધળાશ અને અસ્પષ્ટતાનો સામનો કરો ત્યારે તો તમે એવા વિવેચનને ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ કહી ભાંડો જ છો, એ બહુ સ્વાભાવિક પણ હશે; પરંતુ ઘણીબધી વાર પૂર્વગ્રહરંજિત મર્યાદાઓને કારણે કે ફૅશનની ચીલાપરસ્તીને લીધે અનવધાનમાં ધીટતાપૂર્વક કશાકને ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ કહી દો ત્યારે એ લેબલનો વિપથગામી પ્રમાદથી ઉપયોગ નથી કર્યો ને એમ પૂછવાનું મન થાય છે. આધુનિક સાહિત્યના જેટલા જ અધુનાતન વિવેચનના વાદોની છાવણીઓ છે અને પ્રત્યેક છાવણીના પુરોધા પ્રમુખની વિચારણાઓની વિવિધ તાપણીઓ છે. છાવણીઓની આ તાપણીઓના તાપે અનુયાયી વર્ગ ઉષ્મા પામે છે, સલામતી અનુભવે છે, સુખ અનુભવે છે, કહો કે સુખના ઘેઘૂર ઘેનમાં ડૂબકાં ખાય છે. કારણ? કારણ એ કે પોતે મૌલિક નહિ પણ પરોપજીવી (Parasitic) છે એનો તીક્ષ્ણ ડંખ ભૂલી જવા ઘેન કામનું છે. સાંપ્રત ગુજરાતી વિવેચનની પરિસ્થિતિ વિશેની મારી આ છાપ (આ ઇમ્પ્રેશન) અત્યંત સૂચક લેખી શકો. ગમે તો આનેય ‘ઇમ્પ્રેશનિસ્ટિક’ વિવેચનનો નમૂનો કહી શકો છો.

પોતાના ‘અરણ્યરુદન’માં સુરેશ જોષી ‘સ્વાતંત્ર્યોત્તર વિવેચન’ એ લેખમાં આનંદશંકરે યોજેલી ‘રસવિવેચન’ સંજ્ઞાની સંગાથે ઉમાશંકરે વિવેચનપ્રવૃત્તિને “આસ્વાદમૂલક અવબોધકથા’ કહી અને એવું વિવેચન ‘વ્યક્તિરંગી’ હોવું જોઈએ એવા ઉમાશંકરે રાખેલા આગ્રહના ઉલ્લેખ સાથે લખે છે કે કેટલાક નવીનોએ પણ શાસ્ત્રીયતા, વસ્તુલક્ષી ધોરણો, સૈદ્ધાન્તિક પીઠિકા અને ચોકસાઈભરી પરિભાષા પ્રત્યે અણગમો બતાવીને સહૃદયના વ્યક્તિગત પ્રતિભાવનું જ મહત્ત્વ સ્થાપ્યું છે. આ વલણનાં ભયસ્થાનો પણ હવે તો છતાં થઈ ચૂક્યાં છે. સહૃદય અને તદ્વિદ વચ્ચે વિરોધ કલ્પવાની જરૂર છે ખરી? વ્યક્તિગત ગમાઅણગમાના ચોકઠામાં અમુક પ્રકારની કૃતિને અભિમુખ થનાર, પોતાની પરિમિત રુચિને કારણે જ, વધારે સિદ્ધાંતજડ બને એવો ભય વિશેષ રહે છે.

શ્રી સુરેશ જોષીનું આ ભયાંકિત ભવિષ્યકથન 1975નું છે પણ અગાઉ 1972માં, ભલે નિર્વૈયક્તિકતાના આગ્રહસમેત પણ એના કરતાં વધુ ભારપૂર્વક ‘વિવેચન વિશે’ લેખમાં કહે છે: “પણ વિવેચકના personal voiceનું તત્ત્વ બાદ ન રહેવું જોઈએ. નહિ તો વિવેચન માત્ર અમુક પરિભાષાનું manipulation બની રહે. વિવેચક એ કોઈ વ્યુત્પત્તિમત્ શાસ્ત્રસંપન્ન વ્યક્તિમાત્ર નથી, એ હૃદ્યશ્રુત અને હૃદયોત્તમ પણ છે તે ભૂલવાનું નથી. આનંદશંકર આદિ જે સહૃદયો જેટલે અંશે વ્યક્તિરંગી, બલકે વ્યક્તિત્વરંગી પ્રતિભાવો આપે છે એ સુરેશ જોષીના ગમાના તત્પૂરતા ચોકઠામાં બેસતા નથી એટલે અણગમા સાથે ભયસ્થાનો ચીંધે છે, જ્યારે પોતાની અનુકૂળ સ્થિતિના પ્રસંગે એઓ personal voice - બીજા શબ્દોમાં વ્યક્તિગત પ્રતિભાવોનું તેમ જ સહૃદયોત્તમનું મહિમાગાન કરી લે છે. સમતોલપણાના ઓઠે અહીં બેવડાં ધોરણ ફૂટી નીકળતાં અનુભવાય છે.

ઉપ2 જોયું તેમ શાસ્ત્રીયતા, વસ્તુલક્ષી ધોરણો, સૈદ્ધાન્તિક પીઠિકા અને ચોકસાઈભરી પરિભાષા પ્રત્યે અણગમો બતાવનાર નવીનોને પણ આનંદશંકર અને ઉમાશંકરની જેમ ‘વ્યક્તિગત પ્રતિભાવ’ને મહત્ત્વ આપતા સુરેશ જોષીએ વર્ણવ્યા. તાત્પર્ય કે ‘વિવેચન impersonal હોવું જોઈએ.’ એમ સતત માનનારાઓમાં એઓ છે એમ પળભર માની લઈએ પણ હકીકતે આપણે જ અંતે તો છેતરાઈએ છીએ. કેમ કે ‘અરણ્યરુદન’માં સુરેશભાઈ આર્ત સ્વરે ‘ઇમ્પર્સનલ’ અભિગમના વિરુદ્ધમાં પડી વિવેચકે યા વિવેચને પણ સર્જનની સાથે અને સર્જકની પાછળ ‘પર્સનલ’ – વ્યક્તિગતને મહત્ત્વ આપવાનું ભારપૂર્વક બોધ્યું છે. ભાષાભિમુખ વિવેચન અને સંરચનાવાદી અભિગમનો હજુ પ્રવેશ પણ અહીં માંડ થયો નથી કે થયો છે ત્યાં તો સુરેશભાઈ બોલી ઊઠે છે: સર્જક પોતાનાં સર્જકપ્રવૃત્તિ માટે ‘નૈવ્યક્તિક’ એવી કશી સર્જન પરત્વેની શાસ્ત્રીય વિચારણાનો આધાર લેતો નથી. એનો પોતાનાં સર્જન સાથેનો સંબંધ અપરોક્ષ હોય છે. અને આ પછી ‘રૂપરચના’ અને ‘રચનાપ્રક્રિયા’ની સંજ્ઞાના અત્યંત શોખીન સુરેશ જોષી હવે જાણે પ્રક્રિયા કરતાં પરિણામ પ્રત્યે ઝૂકી પડી કહે છે: “પરિણામ કરતાં પ્રક્રિયાને વધુ વફાદાર એવો આ વિવેચક જો આ દૂરતાને દૂર કરવા ઇચ્છતો હોય તો એણે પણ કૃતિ સાથેની આવી અપરોક્ષતા કેળવવી જોઈએ. તો કવિતાને પણ કશી દરમિયાનગીરીની વિરોધી તરીકે, ભાષાના દરમિયાનગીરીના સ્વભાવની વિરોધી લેખે એ જોતો થશે.” શાસ્ત્રીય વસ્તુલક્ષિતા અને પૃથક્કરણના નવીન દાવાઓથી બેચેન બનેલું વિવેચન હવે ઘોષણા કરે છે કે, “કાવ્યની સંરચનાની વિગતો અને એને દૃઢ કરી આપનારી વિવેચનની પરિભાષા જ અંતરાય ઊભો કરે છે.” આકારવાદી આલોચનાનું ઉત્થાપન થતું કળાય એવા સંયોગ, અભિનવ શાસ્ત્રીય પદ્ધતિઓ અને પૃથક્કરણના આગમનથી પેદા થવાની પૂરી સંભાવના ડોકિયાં કરી રહી છે. જેને સુરેશ જોષી જ્યોફ્રે હાર્ટમેનનું ‘શકવર્તી પુસ્તક’ ગણી પ્રસ્તુત કરે છે એ The unrmediated vision (1954)ના આધારે અને આશ્રયે તે કાવ્યને ‘ઇતર પદાર્થ’ રૂપે ન જોવા લગભગ અરજ ગુજારે છે ને કહે છે ‘કાવ્ય’ ને “કવિની ચેતનામાં આત્મસાત્ થઈ જતું જોવાનું છે. એ રીતે એ વિવેચકની ચેતનામાં આત્મસાત્ થઈ જાય છે. કશી દરમિયાનગીરી કે અંતરાય વગરના આ વિશ્વમાં કેવળ પ્રકૃતિ, માનવદેહ અને માનવચેતનાનું જ અસ્તિત્વ છે, એમાં શબ્દનિર્મિત પાઠ અન્તરાયરૂપ બનીને રહેતો નથી.”
ઉપર જોયું તેમ શાસ્ત્રીયતા, વસ્તુલક્ષી ધોરણો, સૈદ્ધાન્તિક પીઠિકા અને ચોકસાઈભરી પરિભાષા પ્રત્યે અણગમો બતાવનાર નવીનોને પણ આનંદશંકર અને ઉમાશંકરની જેમ ‘વ્યક્તિગત પ્રતિભાવ’ને મહત્ત્વ આપતા સુરેશ જોષીએ વર્ણવ્યા. તાત્પર્ય કે ‘વિવેચન impersonal હોવું જોઈએ.’ એમ સતત માનનારાઓમાં એઓ છે એમ પળભર માની લઈએ પણ હકીકતે આપણે જ અંતે તો છેતરાઈએ છીએ. કેમ કે ‘અરણ્યરુદન’માં સુરેશભાઈ આર્ત સ્વરે ‘ઇમ્પર્સનલ’ અભિગમના વિરુદ્ધમાં પડી વિવેચકે યા વિવેચને પણ સર્જનની સાથે અને સર્જકની પાછળ ‘પર્સનલ’ – વ્યક્તિગતને મહત્ત્વ આપવાનું ભારપૂર્વક બોધ્યું છે. ભાષાભિમુખ વિવેચન અને સંરચનાવાદી અભિગમનો હજુ પ્રવેશ પણ અહીં માંડ થયો નથી કે થયો છે ત્યાં તો સુરેશભાઈ બોલી ઊઠે છે: સર્જક પોતાનાં સર્જકપ્રવૃત્તિ માટે ‘નૈવ્યક્તિક’ એવી કશી સર્જન પરત્વેની શાસ્ત્રીય વિચારણાનો આધાર લેતો નથી. એનો પોતાનાં સર્જન સાથેનો સંબંધ અપરોક્ષ હોય છે. અને આ પછી ‘રૂપરચના’ અને ‘રચનાપ્રક્રિયા’ની સંજ્ઞાના અત્યંત શોખીન સુરેશ જોષી હવે જાણે પ્રક્રિયા કરતાં પરિણામ પ્રત્યે ઝૂકી પડી કહે છે: “પરિણામ કરતાં પ્રક્રિયાને વધુ વફાદાર એવો આ વિવેચક જો આ દૂરતાને દૂર કરવા ઇચ્છતો હોય તો એણે પણ કૃતિ સાથેની આવી અપરોક્ષતા કેળવવી જોઈએ. તો કવિતાને પણ કશી દરમિયાનગીરીની વિરોધી તરીકે, ભાષાના દરમિયાનગીરીના સ્વભાવની વિરોધી લેખે એ જોતો થશે.” શાસ્ત્રીય વસ્તુલક્ષિતા અને પૃથક્કરણના નવીન દાવાઓથી બેચેન બનેલું વિવેચન હવે ઘોષણા કરે છે કે, “કાવ્યની સંરચનાની વિગતો અને એને દૃઢ કરી આપનારી વિવેચનની પરિભાષા જ અંતરાય ઊભો કરે છે.” આકારવાદી આલોચનાનું ઉત્થાપન થતું કળાય એવા સંયોગ, અભિનવ શાસ્ત્રીય પદ્ધતિઓ અને પૃથક્કરણના આગમનથી પેદા થવાની પૂરી સંભાવના ડોકિયાં કરી રહી છે. જેને સુરેશ જોષી જ્યોફ્રે હાર્ટમેનનું ‘શકવર્તી પુસ્તક’ ગણી પ્રસ્તુત કરે છે એ The unrmediated vision (1954)ના આધારે અને આશ્રયે તે કાવ્યને ‘ઇતર પદાર્થ’ રૂપે ન જોવા લગભગ અરજ ગુજારે છે ને કહે છે ‘કાવ્ય’ ને “કવિની ચેતનામાં આત્મસાત્ થઈ જતું જોવાનું છે. એ રીતે એ વિવેચકની ચેતનામાં આત્મસાત્ થઈ જાય છે. કશી દરમિયાનગીરી કે અંતરાય વગરના આ વિશ્વમાં કેવળ પ્રકૃતિ, માનવદેહ અને માનવચેતનાનું જ અસ્તિત્વ છે, એમાં શબ્દનિર્મિત પાઠ અન્તરાયરૂપ બનીને રહેતો નથી.”
અમેરિકામાં ઈહાબ હસન જેવા વિવેચકે ચલાવેલી જેહાદ પણ સાહિત્યનો પદાર્થત્વમાંથી મોક્ષ કરી વ્યક્તિની વિશિષ્ટ ચેતનારૂપે પ્રતિષ્ઠિત કરવા અંગેની છે. ઓર્તેગા જેવા કળાના અમાનવીકરણ (Dehumanization of Art)ની વાત કરતા હતા એના સ્થાને માનવસંદર્ભમાં કળાની પુન:પ્રતિષ્ઠા કરવાનું વલણ દેખા દે છે. તેથી તો સુરેશભાઈ જાણે પૂરું વર્તુળ ઘૂમી આવી અધુના ત્યાં શું ચાલે છે એની પાકી ખબર આપતા હોય એમ કહે છે: હવે જે ‘માનવીય’ છે અને ‘આંતરિક’ છે તેનું વર્ચસ્ ‘શાસ્ત્રીય’ અને ‘બાહ્ય’ના પર સ્થપાય એવો આગ્રહ રાખવામાં આવે છે.

આપણા આ વિવેચકની બૌદ્ધિક પ્રામાણિકતા પર શંકાની છાયા પડવા દીધા સિવાય પૂછી શકીએ કે, ‘વસ્તુલક્ષી ધોરણો’ માટેની આગ્રહી માંગ અને જિકર કશાક અભિગ્રહપ્રેરિત રુચિ-અરુચિનાં ધોરણે પહેલાં કરીને, પછીથી નકારી નથીને? આમ કહેવાનું એટલા માટે પસંદ કરું છું કે સુરેશ જોષીની બીક તેમ જ અરુચિ સિદ્ધાંતચર્ચાનું મહોરું પહેરીને આવી છે ત્યારે આ કે આનાં જેવાં વિધાનોમાં સાક્ષાત્ થઈ છે, એટલે તે આવી રીતે કહેવાનું રાખે છે: “રૂપરચનાનાં જે ગુણગાન ચાલ્યા કરે છે તેની સામેનો અણગમો પણ આમાં પ્રકટ થાય છે.” હવે આખો ભાર ‘અપરોક્ષ તત્ક્ષણતા’ પર છે અને એમના મતે ભાષા તો વ્યવધાન છે! જેને પ્રકટ કરવું છે એ સ્થગિત નથી, જડ નથી તો એને રૂપની સીમામાં બદ્ધ શી રીતે કરવું? ટૂંકમાં આંતરિક સંવેદન તો ભાષાથી ‘અભેદ્ય’ છે અને કવિની “સંવેદનાની અદ્વિતીય વિશિષ્ટતાને અનેકવિધ પરિમાણો હોય છે.” એ સુરેશ જોષીએ ઘણું વહેલાં સ્વીકારવું જોઈતું હતું તે હવે મોડે મોડેય સ્વીકાર્યું છે, સૌને પહોંચી ગયું છે એટલે આ રુદનને બળવાન કહેવું રહ્યું અને એથી એને ‘અરણ્યરુદન’ કહેવું હવે ઉપયુક્ત નથી.