ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ – આનંદશંકર ધ્રુવ, 1869: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 15: Line 15:
કાલક્રમે ગ્રીસની રાજકીય અવનતિનો યુગ બેઠો. રોમે ગ્રીસને જીત્યું. પણ યુદ્ધની દાસી વિજેતાની રાણી, હૃદયરાણી થઈ.

સાહિત્ય કલા અને તત્ત્વજ્ઞાનમાં રોમે કાંઈ જ નવું ઉપજાવ્યું નહિ: ગ્રીસને શરણ રહી એનું અનુકરણ કર્યું, પણ માન પ્રીતિ અને કદરથી અનુકરણ કર્યું. તેથી એ અનુકરણમાં સાચ આવી. કૃત્રિમતા ન આવી. વર્જિલ, હોરેસ, લ્યૂક્રિશ્યસ જેવા મહાકવિઓ થયા; સેનેકા, અપેક્ટિટસ, માક્સ ઓરેલિયસ જેવા તત્ત્વજ્ઞાની થયા; અને જગતને વિસ્મય પમાડે એવાં કોલોસિયમ પૅન્થિઅન આદિ સુંદર અને ભવ્ય મકાનો પણ રોમન શિલ્પકારોએ બાંધ્યાં. બાંધકામમાં – પૂલ, રસ્તા – વગેરે કેટલાંક અપૂર્વ કામો પણ કર્યાં, પણ એમાં સૌન્દર્યનું નહિ પણ ઉપયોગનું તત્ત્વ જ ઉત્પાદક હોઈ. કલાના વિચારમાં એનું સ્થાન નથી, પણ સમતા-અન્તનો પરિહાર અને મધ્યનું ગ્રહણ – એ તત્ત્વ જેને ‘Classicism’ યાને ગ્રીક અને રોમન સંસ્કૃતિનો આત્મા કહીએ, અને જે કેવલ સંયમ થકી જ પ્રાપ્ય છે. એનું સ્વરૂપ રોમે એક નવીન વિષયમાં બતાવ્યું. અને તે રાજ્ય, મહારાજ્ય, સામ્રાજ્ય, રાજ્યતંત્રરચના એ એક યુક્તિ (trick, artifice) નથી પણ કલા (art) છે. હિતસાધન સાથે પણ એમાં કાંઈક સૌંદર્યનું તત્ત્વ જોડાએલું છે, એનું દર્શન રોમે જગતને કરાવ્યું. એની વિગત આપણા આજના વિચારની બહાર છે. પણ એમાં ક્લેસિકલ-સંયમી-કાલનું દર્શન હોઈ આટલી નોંધ કરવી જરૂરની ગણી છે.

હવે ઇતિહાસનું પાનું ફેરવીએ. એ પાનું ફર્યું, અને જગન્નિયંતા પ્રભુએ જ ફેરવ્યું એમ કહેવું વધારે ઉચિત છે. રોમન સામ્રાજ્ય – ભવ્યતાની મૂર્તિરૂપ રોમન સામ્રાજ્ય – પડ્યું અને નવી સૃષ્ટિનો આરમ્ભ થયો. એ સામ્રાજ્ય શાથી પડ્યું એના ચિન્તનમાં ધર્મગ્લાનિથી માંડી મૅલેરિયા પર્યન્તનાંકારણો શોધાયાં છે, અને સામ્રાજ્યના ઉદયાસ્ત કેવી રીત થાય છે એનું સમસ્ત તત્ત્વજ્ઞાન આ ચિન્તનમાંથી ઉદ્ભવ્યું છે. પણ આપણા આજના વિચારમાં તો એટલું જ કહેવું સ્થાને છે કે વિશ્વના મહાન કલાકારને જીર્ણ જગત ન ગમ્યું, અને તેથી નવું રચ્યું. ઉત્તર એશિયામાંથી નીકળી પશ્ચિમ તરફ ધસતી જંગલી જાતિઓએ રોમન સામ્રાજ્યનો વિધ્વંસ કર્યો: ગૉથ વેન્ડોલ અને હૂણ જાતિઓ, દશમુખી શતમુખી અને સહક્ષત્રમુખી રાવણની પેઠે એક એક કરતાં બલવત્તર હોઈ, એક પછી એકને જીતી આખા યુરોપમાં પ્રસરી ગઈ. દેખીતી રીતે સંસ્કારને સ્થાને જંગલીપણાનો યુગ બેઠો, આપણા પ્રાચીન ઇતિહાસની ભાષામાં બોલીએ તો આર્યને સ્થાને दस्युप्रायं जगत् सर्वम्Ã ‘દસ્યુપ્રાય’ અને ‘મ્લેચ્છપ્રાય’ સકલ જગત થઈ ગયું. વસ્તુત: તે વખતે જગતની પાનખર ઋતુ જઈ વસન્ત ઋતુ બેઠી. મનુષ્યસંસ્કૃતિના અશ્વત્થને નહી કુંપળો આવી. નવું જીવન ઉત્પન્ન થયું, અને નવા જીવનનો જુસ્સો આવ્યો. જીવન ધસમસતું, ઊછળતું ચાલ્યું, અને નિર્માલ્ય બન્ધનો તૂટતાં ગયાં: નિર્માલ્ય થઈને પણ હજી કલા અને નીતિને નામે રાજ્ય કરતાં હતાં તે પદભ્રષ્ટ થયાં. સંયમ ગયો અને સ્વચ્છન્દ આવ્યો. પણ સ્વચ્છન્દ આવ્યો તેની સાથે સ્વતંત્રતા પણ આવી – જે આગળ જતાં “emancipation of the ego” વ્યષ્ટિચેતનની મુક્તિ, એ નામે નવી કલામાં લક્ષણરૂપ બની. પાંડિત્યનો દંભ ગયો, અને જીવનની વાસ્તવિકતાનું મૂલ્ય વધ્યું. શહેરની રચના કરતાં જંગલની સ્વાભાવિકતા, વાડ કે દીવાલથી ઘેરાએલા બગીચાની સુન્દરતા કરતાં નિ:સીમ વનની નૈસર્ગિક ભવ્યતા વધારે આકર્ષક થઈ.
હવે ઇતિહાસનું પાનું ફેરવીએ. એ પાનું ફર્યું, અને જગન્નિયંતા પ્રભુએ જ ફેરવ્યું એમ કહેવું વધારે ઉચિત છે. રોમન સામ્રાજ્ય – ભવ્યતાની મૂર્તિરૂપ રોમન સામ્રાજ્ય – પડ્યું અને નવી સૃષ્ટિનો આરમ્ભ થયો. એ સામ્રાજ્ય શાથી પડ્યું એના ચિન્તનમાં ધર્મગ્લાનિથી માંડી મૅલેરિયા પર્યન્તનાંકારણો શોધાયાં છે, અને સામ્રાજ્યના ઉદયાસ્ત કેવી રીત થાય છે એનું સમસ્ત તત્ત્વજ્ઞાન આ ચિન્તનમાંથી ઉદ્ભવ્યું છે. પણ આપણા આજના વિચારમાં તો એટલું જ કહેવું સ્થાને છે કે વિશ્વના મહાન કલાકારને જીર્ણ જગત ન ગમ્યું, અને તેથી નવું રચ્યું. ઉત્તર એશિયામાંથી નીકળી પશ્ચિમ તરફ ધસતી જંગલી જાતિઓએ રોમન સામ્રાજ્યનો વિધ્વંસ કર્યો: ગૉથ વેન્ડોલ અને હૂણ જાતિઓ, દશમુખી શતમુખી અને સહક્ષત્રમુખી રાવણની પેઠે એક એક કરતાં બલવત્તર હોઈ, એક પછી એકને જીતી આખા યુરોપમાં પ્રસરી ગઈ. દેખીતી રીતે સંસ્કારને સ્થાને જંગલીપણાનો યુગ બેઠો, આપણા પ્રાચીન ઇતિહાસની ભાષામાં બોલીએ તો આર્યને સ્થાને दस्युप्रायं जगत् सर्वम्। ‘દસ્યુપ્રાય’ અને ‘મ્લેચ્છપ્રાય’ સકલ જગત થઈ ગયું. વસ્તુત: તે વખતે જગતની પાનખર ઋતુ જઈ વસન્ત ઋતુ બેઠી. મનુષ્યસંસ્કૃતિના અશ્વત્થને નહી કુંપળો આવી. નવું જીવન ઉત્પન્ન થયું, અને નવા જીવનનો જુસ્સો આવ્યો. જીવન ધસમસતું, ઊછળતું ચાલ્યું, અને નિર્માલ્ય બન્ધનો તૂટતાં ગયાં: નિર્માલ્ય થઈને પણ હજી કલા અને નીતિને નામે રાજ્ય કરતાં હતાં તે પદભ્રષ્ટ થયાં. સંયમ ગયો અને સ્વચ્છન્દ આવ્યો. પણ સ્વચ્છન્દ આવ્યો તેની સાથે સ્વતંત્રતા પણ આવી – જે આગળ જતાં “emancipation of the ego” વ્યષ્ટિચેતનની મુક્તિ, એ નામે નવી કલામાં લક્ષણરૂપ બની. પાંડિત્યનો દંભ ગયો, અને જીવનની વાસ્તવિકતાનું મૂલ્ય વધ્યું. શહેરની રચના કરતાં જંગલની સ્વાભાવિકતા, વાડ કે દીવાલથી ઘેરાએલા બગીચાની સુન્દરતા કરતાં નિ:સીમ વનની નૈસર્ગિક ભવ્યતા વધારે આકર્ષક થઈ.
એકતાને સ્થાને અનેકતા એ આ નવા જીવનનું ખાસ લક્ષણ હતું; એક લૅટિન ભાષાને સ્થાને ફ્રાન્સ અને જર્મનીના નવા-જૂના વતનીઓની બોલીઓ ભળીને આપણી પ્રાકૃત અને અપભ્રંશ ભાષાની પેઠે અનેક રોમાન્સ ભાષાઓ બની. આ નવી દુનિયા કેવળ જંગલી હોઈ એમાં એકતાસાધક કાંઈ જ ભાવનાનું તત્ત્વ ન હતું એમ કોઈ ધારે તો તે ભૂલ કરે. જંગલી જાતિઓએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો અને એમનું જંગલીપણું નિયમવામાં એ પ્રબલ શક્તિએ ઘણું કામ કર્યું. રોમન સામ્રાજ્યનો દેહ પડતાં એનો આત્મા ખ્રિસ્તી ધર્મના ખોળીઆમાં પ્રવિષ્ટ થયો, અને એને પરિણામે રોમન કૅથલિક સંપ્રદાયનું જે નવું રાજ્ય સ્થપાયું એને રોમન સામ્રાજ્યનો જ નવાવતાર કહીએ તો ચાલે, આ ખિસ્તી ધર્મે કલાના પ્રદેશમાં નવું ક્ષેત્ર ઉઘાડ્યું. ખ્રિસ્તી દેવળો – Cathedrals – ગૉથિક કલાથી બંધાયાં. ખ્રિસ્તી ધર્મને લગતાં ધાર્મિક નાટકો – Mysteries and Miracle plays – લખાયાં. સામ્રાજ્યને સ્થાને જમીનદારી થઈ તે સાથે Feudalism યાને ક્ષાત્રસેવા અને Chivalry યાને કામુકતા અને સંયમના અદ્ભુત મિશ્રણરૂપ વિનોતપાસના, ઉત્પન્ન થયાં; એણે સાહિત્ય માટે વીર અને શૃંગારનાં નવાં ઝરણાં પ્રકટાવ્યાં. લોકગીત અને લાવણીઓ ગવાવા લાગી, અને કવિતા માટે, પ્રાચીન ગ્રીક અને રોમન સંસ્કૃતિનું જીવન, કે જેની આડે હવે રોમન સામ્રાજ્યના ખંડેરો પડ્યાં હતાં, તે દેખાતું બંધ થયું. અને એનું સ્થાન વિદ્યમાન વાસ્તવિક જીવને લીધું.

જીવનનું સ્વરૂપ પલટાતાં, કલાનું સ્વરૂપ પણ પલટાયું, પણ કલા એ જીવનનો આવિર્ભાવ છે, અને જીવન જ્યાં સુધી selfconscious આત્મભાની યાને પોતાનું મુખ જોતું ન થાય ત્યાં સુધી કલા પ્રકટતી નથી. અને આ અજ્ઞાન યુગને આત્મભાન પ્રાપ્ત કરતાં ઘણાં વર્ષો લાગ્યાં. ખરું જોતાં મધ્ય યુગના જીવને, પોતાનાં પ્રતિપક્ષી ગ્રીક અને લૅટિનના અભ્યાસનું પુનરુજ્જીવન થયું તે પછી જ, પૂર્વોક્તકલાના સ્વરૂપ ઉપર પ્રબળ છાપ પાડી. એ પુનરુજ્જીવન, જે પૂર્વ યુરોપના ખ્રિસ્તી અને મુસલમાન વચ્ચેનાં ધર્મયુદ્ધો દરમિયાન ગ્રીક સંસર્ગથી અને અંધાધુંધીથી બચવા માટે પશ્ચિમ યૂરોપ તરફ પ્રયાણ કરી ગએલા ધર્મગુરુઓનાં ગ્રીક પુસ્તકોથી ઉત્પન્ન થયું હતું. એણે યૂરોપની બુદ્ધિ ઊઘાડી, જંગલી અંધશ્રદ્ધાનો નાશ કર્યો, અને બુદ્ધિસ્વાતન્ત્રનો યુગ બેસાડ્યો, પણ એની અસર સાહિત્યમાં બહુ ન ચાલી. કારણ સ્પષ્ટ હતું. નવા યુગનું વાતાવરણ Classical નહિ પણ Romantic હતું, સંયમી નહિ પણ ઉલ્લાસી હતું. જે સમયે યૂરોપના વહાણવટીઓ આખી પૃથ્વીનો દરિયો ખેડવા નીકળી પડ્યા હતા અને કોલમ્બસે અમેરિકા શોધ્યો એ સમયે સમપ્રમાણતાના કલાના નિયમોથી ભાગ્યે જ બાંધ્યો રહે એવો હતો. એમ કરવાનો વૃથા પ્રયત્ન “व्यालं वालमृणालतन्तुभिरसौ रोद्धुं समुज्जृभ्भते” આ નિદર્શનાસમાન હતો. શેક્સપિયર એની કલાના ઉત્તર કાળમાં સંયમ તરફ વળ્યો. પણ એક કવિ અને નાટકકાર તરીકે એ મુખ્ય ભાગે Romanitc schoolનો જ-જીવનના ઉલ્લાસનો જ ભક્ત હતો. લો ડિકિન્સને લખ્યું "What Shakespeare gave in short, a manysided representation of life: what the Greek dramatist gave was an interpretation": અર્થાત્ શેક્સપિયરે જીવનનાં અનેકવિધ ચિત્રો ચીતર્યાં છે. ગ્રીક નાટકકારોએ જીવનનો અર્થ કર્યો છે. વસ્તુત: હૅમ્લેટ, લીયર, ઑથેલો, મૅકબેથ, ટેમ્પેસ્ટ, બલકે જુલિઅસ સીઝર અને મર્ચન્ટ ઑફ વેનિસના કર્તાએ જીવનનો અર્થ કર્યો નથી પણ માત્ર ચિત્ર દોર્યું છે એમ હેવું વાસ્તવિક નથી. તોપણ જીવનનો અર્થ એ પોતે કરે છે એમ કહેવા કરતાં એના ચિત્રોમાંથી એ એની મેળે પ્રકટ થાય છે એમ કહેવું વધારે યોગ્ય ગણાશે. ટૂંકામાં, બોધ કે કલા કરતાં શેક્સપિયરની દૃષ્ટિ જીવન ઉપર વિશેષ છે: અને એ જ રોમેન્ટિક સ્કૂલનું ક્લૅસિકલ સ્કૂલથી વ્યાવર્તક લક્ષણ છે. *સોળમી સદીથી આજ સુધી યૂરોપ ગ્રીક અને લૅટિન ગ્રન્થોનો પોતાના સાહિત્યમાં પુષ્કળ ઉપયોગ કર્યો છે, પણ સાહિત્યની કલાવિધાનની બાબતમાં, ક્લૅસિકલ સ્કૂલનાં થોડાંક છમકલાં બાદ કરતાં એ સ્કૂલમાં એણે પ્રવેશ કર્યો નથી, અને હજી સુધી રોમૅન્ટિક સ્કૂલને જ યુગ ચાલે છે એમ કહીએ તો ખોટું નથી, ફ્રાન્સમાં ચૌદમા લૂઈના વખતમાં અને ઈગ્લંડમાં જૉન્સન અને પોપના વખતમાં ક્લૅસિકલ સ્કૂલનું રાજ્ય જોવામાં આવે છે, તેમાં હોરેસ વગેરે લૅટિન કવિઓનાં અનુકરણ ફતેહમંદ થયાં દેખાય છે. પણ પ્રાચીન ગ્રીક સાહિત્યકારોની કલા તો અસાધ્ય જ રહી છે. અને એનું અનુકરણ કરવાનો ફ્રાન્સમાં જે પ્રયત્ન થયો તે અવાસ્તવિક નિર્માલ્યતાથી દૂષિત રહી નિષ્ફળ ગયો. અઢારમી સદીમાં જર્મનમાં ગેટે પછી (ગેટે પોતે બંને પંથમાં આવે છે) રોમૅન્ટિક સ્કૂલનો જન્મ થયો. અને ઇંગ્લંડમાં પોપ સામે ઓગણીસમી સદીને આરંભે x સ્કોટ, બાયરન, વર્ડઝવર્થ, કોલરિજ, શેલિ, કીટ્સથી રોમૅન્ટિક સ્કૂલ ઊભી થઈ, યૂરોપમાં ક્લૅસિકલ કલાનું પરભક્ત ફ્રાન્સ ગણાય છે. પરંતુ ત્યાં પણ એ જ અરસામાં, જોકે કાંઈક પછી, શેક્સપિયર, સ્કૉટ અને બાયરનની અસરથી ઈ.સ. 1820-30ના દસકામાં રોમૅન્ટિક સ્કૂલ જોસથી પ્રકટી. વિક્ટર હ્યુગો એના આચાર્ય હતા અને એમની આસપાસ એવું મ્હોટું મિત્ર ભક્ત અને શિષ્યનું મંડળ ઉત્પન્ન થયું કે એ વખતનું ફ્રાન્સ રોમૅન્ટિક સાહિત્યથી ઊભરાઈ ગયું પરંતુ જે વખતે એ રોમૅન્ટિક કલાની ઉપાસના કરતું હતું તે જ વખતે ક્લૅસિકલ કલાના એના વંશપરંપરાપ્રાપ્ત સંસ્કાર જાણ્યે-અજાણ્યે પણ કામ કરી રહ્યા હતા. બેઈલ (Beyle) કહે છે કે વસ્તુ (subject matter)માં રોમૅન્ટિક થવું, પણ વસ્તુ પ્રદર્શિત કરવાની કલામાં આકૃતિ (form)માં ક્લેસિકલ રહેવું. આમાં જે બે તત્ત્વનો સમન્વય કરવાનો ઉપદેશ છે, એમાં જ ક્લૅસિક કલાનું તત્ત્વ પ્રકટ થાય છે. વળી વિક્ટર હ્યુગો અને ઍલેકઝાંડર ડૂમા પરત્વે મિ. બ્રૅન્ડીઝ લખે છે તેમ: –

1,026

edits