ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ – આનંદશંકર ધ્રુવ, 1869: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 16: Line 16:
મનુષ્યને ન્હાનપણનાં સ્મરણો બહુ ગમે છે. તે પ્રમાણે મનુષ્યજાતિને એના ભૂતકાળનાં ચિત્રો નિરખવામાં જે આનન્દ આવે છે, એ ઇતિહાસના જ્ઞાનના લાભથી તદ્દન મુક્ત એવો નિરપેક્ષ સ્વતંત્ર આનન્દ છે. જગતના ઇતિહાસની એક દીર્ઘ અને વિશાળ, પણ થોડા વખતમાં દોરેલી તેથી પાતળી, રેખા અનુસરવા મ્હારી આપને વિનંતિ છે.
મનુષ્યને ન્હાનપણનાં સ્મરણો બહુ ગમે છે. તે પ્રમાણે મનુષ્યજાતિને એના ભૂતકાળનાં ચિત્રો નિરખવામાં જે આનન્દ આવે છે, એ ઇતિહાસના જ્ઞાનના લાભથી તદ્દન મુક્ત એવો નિરપેક્ષ સ્વતંત્ર આનન્દ છે. જગતના ઇતિહાસની એક દીર્ઘ અને વિશાળ, પણ થોડા વખતમાં દોરેલી તેથી પાતળી, રેખા અનુસરવા મ્હારી આપને વિનંતિ છે.
એશિયા અને યુરોપના નકશા ઉપર દૃષ્ટિ નાંખતા અને એમાં મનુષ્યસંસ્કૃતિની જન્મભૂમિ અવલોકતાં, એ સંસ્કૃતિ પહેલી નદી કે સમુદ્ર કાંઠે થઈ કે આપણે જોઈએ છીએ, અને કાર્યકારણભાવની દૃષ્ટિએ એ સમજી શકાય એવી સ્થિતિ છે પરંતુ હસ્તિનાપુર અને મથુરા વચ્ચેના ન્હાના સરખા ગંગા, યમુના અને સરસ્વતીના પ્રદેશની ભાષા એ સમસ્ત હિન્દની ભાષા થઈ, સરસ્વતી નદી ઉપરથી ત્યાંના જનોની વાણી જે ‘સરસ્વતી’ કહેવાઈ અને ત્યાં વસેલા ભરતકુલના આયો ઉપરથી ‘ભારતી’ નામે પણ ઓળખાઈ એ સમસ્ત હિન્દમાં પૂજાતી વિદ્યાની દેવી થઈ; અને એટલી ન્હાની સરખી ભૂમિની સંસ્કૃતિ એ સમસ્ત હિન્દુસ્થાનમાં, બલ્કે એની બહાર એશિયાખંડના લગભગ 4/5 પ્રદેશમાં ફેલાઈ-આ મનુષ્યજાતિના ઇતિહાસપટ ઉપર લખાએલાં મ્હોટાંમાં મ્હોટાં આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય છે. એવું જ બીજું આશ્ચર્ય પશ્ચિમ તરફ નજર ફેરવતા નજરે પડે છે. ભૂમધ્ય સમુદ્રની આસપાસના કૂંડાળા (પૃથ્વીવલય)માં મનુષ્યસંસ્કૃતિનો આરંભ ગયો. પણ અને પૂર્વ ખૂણે એક ન્હાની સરખી ભૂમિનો કકડો અને એમાં વસેલું એક ન્હાનું સરખું ગામ એ ‘કલા અને વક્તૃત્વની માતા’ થાય, આખા યુરોપમાં એની સંસ્કૃતિ ફેલાય, અને આજ પણ એ સંસ્કૃતિનો અભ્યાસ બ્રિટિશ સાહિત્ય અને સામ્રાજ્યના ધુરંધરો અભિમાનથી કરે-એ ઇતિહાસનું એવું જ એક બીજું મ્હોટું આશ્ચર્ય છે. ગ્રીસની સંસ્કૃતિનો કાળક્રમે થએલો વિસ્તાર જેવો આશ્ચર્યજનક છે તેવું જ એનું લાક્ષણિક સ્વરૂપ પણ વિસ્મયકારક છે. વિધાતાએ કેટલી સ્ત્રીઓ ઘડતાં ઘડતાં શકુન્તલાને ઘડવાની નિપુણતા પ્રાપ્ત કરી એ જેટલું અગમ્ય છે તેટલું જ અજ્ઞાત આ છે કે કેટલાં નાટકો રચતાં રચતાં હિન્દુસ્થાનની નાટ્યકલાએ શાકુન્તલ રચવાની શક્તિ મેળવી, અને એવો જ ત્રીજો કોહ્યડો આ છે કે પેરિક્લીસના નામથી અંકાએલા માત્ર સો દોઢસો વર્ષના કાળના ટુકડામાં જેને માટે ‘યુગ’ શબ્દ વાપરું તો એક મિત્રનાં રૂવાં ઊભાં થાય – એમાં આવી અદ્ભુત મનુષ્યસંસ્કૃતિ ક્યાંથી પ્રકટ થઈ, જે સંસ્કૃતિ એનાં સૌન્દર્ય અને શાણપણમાં આખા જગતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ભોગવે છે. આજે આપણે આ સંસ્કૃતિના કારણની શુષ્ક ગવેષણામાં અથડાવું નથી, પણ એનું સ્વરૂપ જ નિહાળવું છે; જોકે સમય ઓછો હોઈ એ નિહાળવા માટે આપણે બહુ થોભી શકીશું નહિ.
એશિયા અને યુરોપના નકશા ઉપર દૃષ્ટિ નાંખતા અને એમાં મનુષ્યસંસ્કૃતિની જન્મભૂમિ અવલોકતાં, એ સંસ્કૃતિ પહેલી નદી કે સમુદ્ર કાંઠે થઈ કે આપણે જોઈએ છીએ, અને કાર્યકારણભાવની દૃષ્ટિએ એ સમજી શકાય એવી સ્થિતિ છે પરંતુ હસ્તિનાપુર અને મથુરા વચ્ચેના ન્હાના સરખા ગંગા, યમુના અને સરસ્વતીના પ્રદેશની ભાષા એ સમસ્ત હિન્દની ભાષા થઈ, સરસ્વતી નદી ઉપરથી ત્યાંના જનોની વાણી જે ‘સરસ્વતી’ કહેવાઈ અને ત્યાં વસેલા ભરતકુલના આયો ઉપરથી ‘ભારતી’ નામે પણ ઓળખાઈ એ સમસ્ત હિન્દમાં પૂજાતી વિદ્યાની દેવી થઈ; અને એટલી ન્હાની સરખી ભૂમિની સંસ્કૃતિ એ સમસ્ત હિન્દુસ્થાનમાં, બલ્કે એની બહાર એશિયાખંડના લગભગ 4/5 પ્રદેશમાં ફેલાઈ-આ મનુષ્યજાતિના ઇતિહાસપટ ઉપર લખાએલાં મ્હોટાંમાં મ્હોટાં આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય છે. એવું જ બીજું આશ્ચર્ય પશ્ચિમ તરફ નજર ફેરવતા નજરે પડે છે. ભૂમધ્ય સમુદ્રની આસપાસના કૂંડાળા (પૃથ્વીવલય)માં મનુષ્યસંસ્કૃતિનો આરંભ ગયો. પણ અને પૂર્વ ખૂણે એક ન્હાની સરખી ભૂમિનો કકડો અને એમાં વસેલું એક ન્હાનું સરખું ગામ એ ‘કલા અને વક્તૃત્વની માતા’ થાય, આખા યુરોપમાં એની સંસ્કૃતિ ફેલાય, અને આજ પણ એ સંસ્કૃતિનો અભ્યાસ બ્રિટિશ સાહિત્ય અને સામ્રાજ્યના ધુરંધરો અભિમાનથી કરે-એ ઇતિહાસનું એવું જ એક બીજું મ્હોટું આશ્ચર્ય છે. ગ્રીસની સંસ્કૃતિનો કાળક્રમે થએલો વિસ્તાર જેવો આશ્ચર્યજનક છે તેવું જ એનું લાક્ષણિક સ્વરૂપ પણ વિસ્મયકારક છે. વિધાતાએ કેટલી સ્ત્રીઓ ઘડતાં ઘડતાં શકુન્તલાને ઘડવાની નિપુણતા પ્રાપ્ત કરી એ જેટલું અગમ્ય છે તેટલું જ અજ્ઞાત આ છે કે કેટલાં નાટકો રચતાં રચતાં હિન્દુસ્થાનની નાટ્યકલાએ શાકુન્તલ રચવાની શક્તિ મેળવી, અને એવો જ ત્રીજો કોહ્યડો આ છે કે પેરિક્લીસના નામથી અંકાએલા માત્ર સો દોઢસો વર્ષના કાળના ટુકડામાં જેને માટે ‘યુગ’ શબ્દ વાપરું તો એક મિત્રનાં રૂવાં ઊભાં થાય – એમાં આવી અદ્ભુત મનુષ્યસંસ્કૃતિ ક્યાંથી પ્રકટ થઈ, જે સંસ્કૃતિ એનાં સૌન્દર્ય અને શાણપણમાં આખા જગતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ભોગવે છે. આજે આપણે આ સંસ્કૃતિના કારણની શુષ્ક ગવેષણામાં અથડાવું નથી, પણ એનું સ્વરૂપ જ નિહાળવું છે; જોકે સમય ઓછો હોઈ એ નિહાળવા માટે આપણે બહુ થોભી શકીશું નહિ.
ઈરાનની પાદશાહતના લશ્કરને ગ્રીક લોકોએ મેરેથૉન સૅલેમિસ અને પ્લેટીઆનાં યુદ્ધમાં હરાવી કાઢ્યાં, તે પછીનો મહાન સમય પેરિક્લીસનો જમાનો ‘ઍથન્સના સુવર્ણયુગ’ને નામે પ્રસિદ્ધ છે. એ યુગમાં પ્રજાજીવનના અંગેઅંગમાં નવયૌવનની પ્રભા એકાએક દૃષ્ટિગોચર થાય છે. શિલ્પકલાનાં વિવિધ અંગો ગ્રીસે મૂળ ઇજિપ્ત પાસેથી જાણ્યાં હતાં, પણ મનુષ્ય અને પશુ પંખીના મિશ્રણો અને વિકરાળ અને વિરૂપ અસુરી – એને સ્થાને ગ્રીક શિલ્પકારોએ શુદ્ધ મનુષ્યાકૃતિવાળી દેવદેવીઓની મૂર્તિઓ ઘડી. ફિડઍસે ઍથીની અને ઝ્યુસની મૂર્તિઓમાં ગ્રીસનો આત્મા મૂર્તિમન્ત કર્યો છે. એક ઁથીનીની મૂર્તિમાં મુખ્ય અને નાસિકાની સુન્દરતા ઉપરાંત મુખ ઉપર કોમળતા અને દૃઢતાનો અદ્ભુત સમન્વય પથરાઈ રહ્યો છે. બીજી ઍથીનીની મૂર્તિ જે લાકડાની હોઈ હાથીદાંત અને સુવર્ણથી મઢેલી છે. એની આકૃતિમાં ‘ઍથન્સના લોકની વિજયી આત્મશ્રદ્ધઆ દીપે છે. દીર્ઘદૃષ્ટિ સૂચવતી ઊંડા રત્નો બેસાડીને બનાવેલી આંખો જીવનની આનન્દથી જરા ફૂલેલા નાસિકાદ્વાર ઓપ્ઠ ઉપર રમતું કોઈ અવર્ણ્ય ડહાપણભર્યું સ્મિત, શિસ્ત્રત્રણની નીચેથી બહાર પ્રસરેલા સુવર્ણરંગી કેશ, જમણો હાથ ઢાલ ઉપર અને ડાબા હાથમાં વિજયની દેવી; આવી બાહ્ય કૃતિમાં ઉજ્જ્વળ ભૂતકાળના સ્મરણો ઉપર રચાએલી અસ્મિતા ભર્યો દર્પશાલી. આત્મા કરી રહી છે.” પાર્થીનોનનો સભામંડપ કે જગતનું ઉમદામાં ઉમદા મકાન કહેવાય છે એ સ્તમ્ભોની આકૃતિમાં અને વિનિવેશમાં સાદાઈ અને સુન્દરતાનો અદ્ભુત નમૂનો છે. એના મથાળાની ભીંતની પટી ઉપર અતિશય કોતરકામ નથી, છતાં એમાં ઍથન્સનું વિવિધતાભર્યું સમસ્ત જીવન કોતરાએલું છે: ઉમદા યુવકો, યોદ્ધાઓ, રાજ્યાધિકારીઓ, ધર્માચાર્યો, આચાર્યો, નૃત્ય અને વાદ્યમાં લાગેલાં સ્ત્રીપુરુષો-ઇત્યાદિ બહુ સુન્દરતા અને સ્પષ્ટતાથી દોર્યોં છે. પૉલિગ્નોટસ નામે ચિત્રકારે મનુષ્યની વિવિધ વૃત્તિઓ, અને સ્ત્રીના શરીરની અને વસ્ત્રની સુન્દરતા દર્શાવનારાં ચિત્રો રચવા ઉપરાંત ગ્રીક લોકના ઘરનાં ઉપર ચિત્રકલાની એવી તો અસર કરી છે કે આજ સુધી પણ ઘરનાં પાત્રો રાચરચીલાં ઉપર કલાનો પ્રયોગ કોઈ પણ લોકમાં એટલો વિસ્તાર પામેલો નથી એમ કહેવાય છે. ગ્રીક મૂર્તિકારોને મનુષ્યની તંદુરસ્તીની અસાધારણ પ્રતિભા હતી: તેઓએ તંદુરસ્તીમાં જ ખરી સુન્દરતા જોઈ હતી, અને તંદુરસ્ત શરીરનાં અવયવોનો વિન્યાસ, એની સમપ્રમાણતા, સ્નાયુઓની અને નસોની સ્પષ્ટતા ગ્રીક મૂર્તિઓમાં જેવી આબેહૂબ દૃષ્ટિગોચર થાય છે તેવી અન્યત્ર કોઈપણ કાળમાં જોવામાં આવી નથી. આ સંબન્ધમાં એક પ્રશ્ન એ ચર્ચાયો છે કે ગ્રીક મૂર્તિકલાનો આ પ્રકાર કે જેનો અદ્વિતીય તક્ષકાર પ્રૅગ્સિટેલિસ હતો એમાં કલાની યથાર્થતા છે કે આદર્શ દર્શન છે? જો યથાર્થતાનો અર્થ એ થતો હોય કે આસપાસના પદાર્થો જેવા દેખાય છે તેવા ને તેવા એના વાસ્તવિક પામર રૂપમાં પણ પ્રકટ કરવા, તો આ ગ્રીક કલા યથાર્થતાની ન હતી. ગ્રીક કલાવિધાયકોની દૃષ્ટિ ભાવનાથી ભરપૂર હતી, અને તેથી એનો યથાર્થ મનુષ્ય એ જ હતો કે જે પૂર્ણ મનુષ્ય હોય. આ રીતે મનુષ્યનું ગૌરવ અને એની ભવ્યતા એ એની યથાર્થતામાં જ સમાએલાં હોઈ એ મૂર્તિઓમાં પ્રકટ કરવામાં આવતાં, ઉત્તમ સંગીત પણ એ જ ગણાતું કે જે માત્ર “આમ વર્ગ”ને જ નહિ પણ ઉત્તમગુણી ઉત્તમશિક્ષિત સજ્જનોને આનન્દ આપે. *ગ્રીક નીતિ અને તત્ત્વજ્ઞાનની ભાવના આદર્શમનુષ્યજીવનની હતી, એટલે કે ગ્રીક દૃષ્ટિમાં જેમ એક તરફ પામર મનુષ્યનું જીવન એ મનુષ્યજીવન જ ન હતું, તેમ બીજી તરફ મનુષ્યમાં જે વિવિધ વૃત્તિઓ છે એનો લોપ નહિ પણ ઉચ્ચ સંસ્કારી દૃષ્ટિથી એનો સંયમ એ જ મનુષ્યની પૂર્ણતા હતી. એરિસ્ટોટલ કહે છે તેમ Virtue consists in loving and hating in the proper way – અર્થાત્ પ્રેમ અને દ્વેષનો ઉચ્છેદ નહિ પણ એની યોગ્યતા એ સદ્ગુણ. એ યોગ્યતા વિરુદ્ધવૃત્તિઓની વચ્ચેના મધ્યબિન્દુમાં રહેલી છે. અને તેથી ન્યાય, સમતા (Temperance Justice) એ અનેક સદ્ગુણોમાંનો એક સદ્ગુણ નથી, પણ સદ્ગુણનું સ્વરૂપ, સદ્ગુણ-પદાર્થનું જ નામાન્તર છે.  
ઈરાનની પાદશાહતના લશ્કરને ગ્રીક લોકોએ મેરેથૉન સૅલેમિસ અને પ્લેટીઆનાં યુદ્ધમાં હરાવી કાઢ્યાં, તે પછીનો મહાન સમય પેરિક્લીસનો જમાનો ‘ઍથન્સના સુવર્ણયુગ’ને નામે પ્રસિદ્ધ છે. એ યુગમાં પ્રજાજીવનના અંગેઅંગમાં નવયૌવનની પ્રભા એકાએક દૃષ્ટિગોચર થાય છે. શિલ્પકલાનાં વિવિધ અંગો ગ્રીસે મૂળ ઇજિપ્ત પાસેથી જાણ્યાં હતાં, પણ મનુષ્ય અને પશુ પંખીના મિશ્રણો અને વિકરાળ અને વિરૂપ અસુરી – એને સ્થાને ગ્રીક શિલ્પકારોએ શુદ્ધ મનુષ્યાકૃતિવાળી દેવદેવીઓની મૂર્તિઓ ઘડી. ફિડઍસે ઍથીની અને ઝ્યુસની મૂર્તિઓમાં ગ્રીસનો આત્મા મૂર્તિમન્ત કર્યો છે. એક ઁથીનીની મૂર્તિમાં મુખ્ય અને નાસિકાની સુન્દરતા ઉપરાંત મુખ ઉપર કોમળતા અને દૃઢતાનો અદ્ભુત સમન્વય પથરાઈ રહ્યો છે. બીજી ઍથીનીની મૂર્તિ જે લાકડાની હોઈ હાથીદાંત અને સુવર્ણથી મઢેલી છે. એની આકૃતિમાં ‘ઍથન્સના લોકની વિજયી આત્મશ્રદ્ધઆ દીપે છે. દીર્ઘદૃષ્ટિ સૂચવતી ઊંડા રત્નો બેસાડીને બનાવેલી આંખો જીવનની આનન્દથી જરા ફૂલેલા નાસિકાદ્વાર ઓપ્ઠ ઉપર રમતું કોઈ અવર્ણ્ય ડહાપણભર્યું સ્મિત, શિસ્ત્રત્રણની નીચેથી બહાર પ્રસરેલા સુવર્ણરંગી કેશ, જમણો હાથ ઢાલ ઉપર અને ડાબા હાથમાં વિજયની દેવી; આવી બાહ્ય કૃતિમાં ઉજ્જ્વળ ભૂતકાળના સ્મરણો ઉપર રચાએલી અસ્મિતા ભર્યો દર્પશાલી. આત્મા કરી રહી છે.” પાર્થીનોનનો સભામંડપ કે જગતનું ઉમદામાં ઉમદા મકાન કહેવાય છે એ સ્તમ્ભોની આકૃતિમાં અને વિનિવેશમાં સાદાઈ અને સુન્દરતાનો અદ્ભુત નમૂનો છે. એના મથાળાની ભીંતની પટી ઉપર અતિશય કોતરકામ નથી, છતાં એમાં ઍથન્સનું વિવિધતાભર્યું સમસ્ત જીવન કોતરાએલું છે: ઉમદા યુવકો, યોદ્ધાઓ, રાજ્યાધિકારીઓ, ધર્માચાર્યો, આચાર્યો, નૃત્ય અને વાદ્યમાં લાગેલાં સ્ત્રીપુરુષો-ઇત્યાદિ બહુ સુન્દરતા અને સ્પષ્ટતાથી દોર્યોં છે. પૉલિગ્નોટસ નામે ચિત્રકારે મનુષ્યની વિવિધ વૃત્તિઓ, અને સ્ત્રીના શરીરની અને વસ્ત્રની સુન્દરતા દર્શાવનારાં ચિત્રો રચવા ઉપરાંત ગ્રીક લોકના ઘરનાં ઉપર ચિત્રકલાની એવી તો અસર કરી છે કે આજ સુધી પણ ઘરનાં પાત્રો રાચરચીલાં ઉપર કલાનો પ્રયોગ કોઈ પણ લોકમાં એટલો વિસ્તાર પામેલો નથી એમ કહેવાય છે. ગ્રીક મૂર્તિકારોને મનુષ્યની તંદુરસ્તીની અસાધારણ પ્રતિભા હતી: તેઓએ તંદુરસ્તીમાં જ ખરી સુન્દરતા જોઈ હતી, અને તંદુરસ્ત શરીરનાં અવયવોનો વિન્યાસ, એની સમપ્રમાણતા, સ્નાયુઓની અને નસોની સ્પષ્ટતા ગ્રીક મૂર્તિઓમાં જેવી આબેહૂબ દૃષ્ટિગોચર થાય છે તેવી અન્યત્ર કોઈપણ કાળમાં જોવામાં આવી નથી. આ સંબન્ધમાં એક પ્રશ્ન એ ચર્ચાયો છે કે ગ્રીક મૂર્તિકલાનો આ પ્રકાર કે જેનો અદ્વિતીય તક્ષકાર પ્રૅગ્સિટેલિસ હતો એમાં કલાની યથાર્થતા છે કે આદર્શ દર્શન છે? જો યથાર્થતાનો અર્થ એ થતો હોય કે આસપાસના પદાર્થો જેવા દેખાય છે તેવા ને તેવા એના વાસ્તવિક પામર રૂપમાં પણ પ્રકટ કરવા, તો આ ગ્રીક કલા યથાર્થતાની ન હતી. ગ્રીક કલાવિધાયકોની દૃષ્ટિ ભાવનાથી ભરપૂર હતી, અને તેથી એનો યથાર્થ મનુષ્ય એ જ હતો કે જે પૂર્ણ મનુષ્ય હોય. આ રીતે મનુષ્યનું ગૌરવ અને એની ભવ્યતા એ એની યથાર્થતામાં જ સમાએલાં હોઈ એ મૂર્તિઓમાં પ્રકટ કરવામાં આવતાં, ઉત્તમ સંગીત પણ એ જ ગણાતું કે જે માત્ર “આમ વર્ગ”ને જ નહિ પણ ઉત્તમગુણી ઉત્તમશિક્ષિત સજ્જનોને આનન્દ આપે. <ref> “The excellence of music is to he measured by pleasure. But the pleasure must not be that of chance persons: the fairest music is that which delights. the best and best educated. and especially that which delights the one man what is preeminent in virtue and education.” Plato, Laws.</ref> ગ્રીક નીતિ અને તત્ત્વજ્ઞાનની ભાવના આદર્શમનુષ્યજીવનની હતી, એટલે કે ગ્રીક દૃષ્ટિમાં જેમ એક તરફ પામર મનુષ્યનું જીવન એ મનુષ્યજીવન જ ન હતું, તેમ બીજી તરફ મનુષ્યમાં જે વિવિધ વૃત્તિઓ છે એનો લોપ નહિ પણ ઉચ્ચ સંસ્કારી દૃષ્ટિથી એનો સંયમ એ જ મનુષ્યની પૂર્ણતા હતી. એરિસ્ટોટલ કહે છે તેમ Virtue consists in loving and hating in the proper way – અર્થાત્ પ્રેમ અને દ્વેષનો ઉચ્છેદ નહિ પણ એની યોગ્યતા એ સદ્ગુણ. એ યોગ્યતા વિરુદ્ધવૃત્તિઓની વચ્ચેના મધ્યબિન્દુમાં રહેલી છે. અને તેથી ન્યાય, સમતા (Temperance Justice) એ અનેક સદ્ગુણોમાંનો એક સદ્ગુણ નથી, પણ સદ્ગુણનું સ્વરૂપ, સદ્ગુણ-પદાર્થનું જ નામાન્તર છે.  
કોઈ પણ પ્રજાનું હૃદય અને એની જીવનભાવના જાણવાનું ઉત્તમ સાધન એનું સાહિત્ય છે. હોમરનાં મહાકાવ્ય જે જુદા જુદા કાળનાં અનેક કાવ્યોનો એક વા અનેક હાથે થએલો સંગ્રહ છે. તેમાં એકિલીઝના ભીમ બલિષ્ઠ બલકે જંગલી ક્રોધથી શરૂ થઈ, ધીમે ધીમે મનુષ્યત્વની ઉચ્ચતાના સંસ્કારો પ્રકટતા જાય છે, અને ઈ.સ. પૂર્વે આઠમી-સાતમી સદીના ઓડિસીના કાળમાં આવતા શાન્ત-ગમ્ભીર, સમપ્રમાણવિકસિત, સંસ્કારી જનતાનું જીવન દૃષ્ટિગોચર થાય છે: વૃત્તિઓના ઉદ્દામપણામાં રહેલી કુરૂપતાને સ્થાને સંયમની સમપ્રમાણતામાં રહેલું સૌન્દર્ય જીવનની ભાવના બને છે. આગળ જતાં વળી વધારે વિકસિત રૂપમાં એ જ ભાવના પેરિક્લીસના યુગમાં ઇસ્કિલસ સોફોક્લિસ અને યુરિપિડિસનાં નાટકોમાં પ્રત્યક્ષ થાય છે. પહેલા કરતાં જીવનમાં વિવિધતા વધારે આવી છે, હૃદયની વૃત્તિઓ વધારે ઊંડાણમાં જઈ અવલોકાઈ છે, પણ એ સર્વ ઉપરથી મનુષ્યજીવન સંબન્ધી ગ્રીક ભાવનાની મુદ્રા લુપ્ત થઈ નથી, બલકે અનેકતામાં એકતા સાધનારું અને વૃત્તિઓના વચમાં પણ જીવનનો હેતુ સમજાનારું એ મ્હોટું તત્ત્વ છે. ગ્રીક કવિ કે નાટકકાર જીવનનાં ચિત્રો આલેખીને જ બેસી રહેતો નથી. એ ચિત્રોનો એ અર્થ કરે છે. સ્વભાવથી જ એ સૌન્દર્યનો ઉપાસક હોવાની સાથે એ તત્ત્વચિન્તક પણ છે. ઇસ્કિલસનાં નાટકોના પાત્રો વિશ્વના દૃઢ નિયમને વશ છે, પણ એ નિયમ ન્યાયી છે અને એની સર્વોપરી સત્તામાં ઇસ્કિલસને શ્રદ્ધા છે. સોફોક્લીસને પણ એવી જ શ્રદ્ધા છે, પણ મનુષ્યનાં વાસ્તવિક કષ્ટ માટે એને વધારે સહાનુભૂતિ છે. યુરેપિડિસમાં જીવનની વિવિધતા વિશેષ છે, અને સાંપ્રદાયિક ધર્મવિચારોનાં અને આચારોનાં નિયન્ત્રણ ઓછાં છે. તોપણ કલાનાં કેટલાંક સામાન્ય લક્ષણ ત્રણેમાં એકસરખાં હોઈ પ્રાચીન ગ્રીક નાટક તે શું? અને મનુષ્ય જીવનની ગ્રીક ભાવના શી? એ પ્રશ્નોના એકસરખા ઉત્તર એ સર્વમાંથી તારવી શકાય છે. સોફોક્લિસની નાટકકલા કલા તરીકે પૂર્ણ મનાય છે, એનું સ્વરૂપ એન્સાઇક્લોપીડિયા બ્રિટેનિકામાં આ પ્રમાણે વર્ણવ્યું છે:
કોઈ પણ પ્રજાનું હૃદય અને એની જીવનભાવના જાણવાનું ઉત્તમ સાધન એનું સાહિત્ય છે. હોમરનાં મહાકાવ્ય જે જુદા જુદા કાળનાં અનેક કાવ્યોનો એક વા અનેક હાથે થએલો સંગ્રહ છે. તેમાં એકિલીઝના ભીમ બલિષ્ઠ બલકે જંગલી ક્રોધથી શરૂ થઈ, ધીમે ધીમે મનુષ્યત્વની ઉચ્ચતાના સંસ્કારો પ્રકટતા જાય છે, અને ઈ.સ. પૂર્વે આઠમી-સાતમી સદીના ઓડિસીના કાળમાં આવતા શાન્ત-ગમ્ભીર, સમપ્રમાણવિકસિત, સંસ્કારી જનતાનું જીવન દૃષ્ટિગોચર થાય છે: વૃત્તિઓના ઉદ્દામપણામાં રહેલી કુરૂપતાને સ્થાને સંયમની સમપ્રમાણતામાં રહેલું સૌન્દર્ય જીવનની ભાવના બને છે. આગળ જતાં વળી વધારે વિકસિત રૂપમાં એ જ ભાવના પેરિક્લીસના યુગમાં ઇસ્કિલસ સોફોક્લિસ અને યુરિપિડિસનાં નાટકોમાં પ્રત્યક્ષ થાય છે. પહેલા કરતાં જીવનમાં વિવિધતા વધારે આવી છે, હૃદયની વૃત્તિઓ વધારે ઊંડાણમાં જઈ અવલોકાઈ છે, પણ એ સર્વ ઉપરથી મનુષ્યજીવન સંબન્ધી ગ્રીક ભાવનાની મુદ્રા લુપ્ત થઈ નથી, બલકે અનેકતામાં એકતા સાધનારું અને વૃત્તિઓના વચમાં પણ જીવનનો હેતુ સમજાનારું એ મ્હોટું તત્ત્વ છે. ગ્રીક કવિ કે નાટકકાર જીવનનાં ચિત્રો આલેખીને જ બેસી રહેતો નથી. એ ચિત્રોનો એ અર્થ કરે છે. સ્વભાવથી જ એ સૌન્દર્યનો ઉપાસક હોવાની સાથે એ તત્ત્વચિન્તક પણ છે. ઇસ્કિલસનાં નાટકોના પાત્રો વિશ્વના દૃઢ નિયમને વશ છે, પણ એ નિયમ ન્યાયી છે અને એની સર્વોપરી સત્તામાં ઇસ્કિલસને શ્રદ્ધા છે. સોફોક્લીસને પણ એવી જ શ્રદ્ધા છે, પણ મનુષ્યનાં વાસ્તવિક કષ્ટ માટે એને વધારે સહાનુભૂતિ છે. યુરેપિડિસમાં જીવનની વિવિધતા વિશેષ છે, અને સાંપ્રદાયિક ધર્મવિચારોનાં અને આચારોનાં નિયન્ત્રણ ઓછાં છે. તોપણ કલાનાં કેટલાંક સામાન્ય લક્ષણ ત્રણેમાં એકસરખાં હોઈ પ્રાચીન ગ્રીક નાટક તે શું? અને મનુષ્ય જીવનની ગ્રીક ભાવના શી? એ પ્રશ્નોના એકસરખા ઉત્તર એ સર્વમાંથી તારવી શકાય છે. સોફોક્લિસની નાટકકલા કલા તરીકે પૂર્ણ મનાય છે, એનું સ્વરૂપ એન્સાઇક્લોપીડિયા બ્રિટેનિકામાં આ પ્રમાણે વર્ણવ્યું છે:
“The result of this method is the union. in the highest degree of simplicity with complexity of largeness of design with absolute finish of grandeur with harmony. Superfluities are thrown off without an effort through the burning of the fire within. Crude elements are fused and made transparent. What look like ornaments are found to be insperable from the organic whole. Each of the plays is admirable in structure. But “because it is cleverly put together, but because it is completely alive.”
“The result of this method is the union. in the highest degree of simplicity with complexity of largeness of design with absolute finish of grandeur with harmony. Superfluities are thrown off without an effort through the burning of the fire within. Crude elements are fused and made transparent. What look like ornaments are found to be insperable from the organic whole. Each of the plays is admirable in structure. But “because it is cleverly put together, but because it is completely alive.”<ref>* આ પૂર્વેના તેમ જ આ અરસાના સમયમાં હિન્દુસ્થાને પશ્ચિમને શું શું આપ્યું એની તપાસમાં ઊતરવાનો આજ પ્રસંગ નથી. કારણ કે હિન્દુસ્થાનની કલાનું સ્વરૂપ મુખ્ય ભાગે આ લેખમાં અપ્રસ્તુત છે.</ref>
આ ઉતારો હું એટલા માટે આપું છું કે Classical Art યાને ગ્રીક કલાનું સ્વરૂપ – જે ગ્રીક જીવનભાવનાનું જ પ્રતિબિમ્બ છે, અને જેને હું “સંસ્કારી સંયમ” નામ આપું છું – એનું તત્ત્વ આ ઊતારામાં બહુ સારી રીતે દર્શાવ્યું છે. પરંતુ આ મહાવાક્યનો એક નાના વાક્યમાં જ સંક્ષેપ કરવો હોય તો ટ્યુકિડિડીઝનું વાક્ય સંભારીએ: “We pursue Beauty, but not unthritily. and knowledge, but unhealthily.”
આ ઉતારો હું એટલા માટે આપું છું કે Classical Art યાને ગ્રીક કલાનું સ્વરૂપ – જે ગ્રીક જીવનભાવનાનું જ પ્રતિબિમ્બ છે, અને જેને હું “સંસ્કારી સંયમ” નામ આપું છું – એનું તત્ત્વ આ ઊતારામાં બહુ સારી રીતે દર્શાવ્યું છે. પરંતુ આ મહાવાક્યનો એક નાના વાક્યમાં જ સંક્ષેપ કરવો હોય તો ટ્યુકિડિડીઝનું વાક્ય સંભારીએ: “We pursue Beauty, but not unthritily. and knowledge, but unhealthily.”
ગ્રીકલોક આરમ્ભકાળથી જ દરિયાપાર જઈ સંસ્થાનો વસાવવાને ઉત્સુક હતા. એવા સંસ્થાનો એમણે વસાવ્યાં પણ હતાં. પણ એલ્ન્ઝાન્ડરના સમય સુધી નગરરાજ્ય જ તેઓ જાણતા હતા. મહારાજ્ય અને સામ્રાજ્ય એલેકઝાન્ડરની પૂર્વની સવારી પછી જ તેઓ જાણતા થયા. એલેકઝાન્ડરના રાજ્યોનો વિસ્તાર હિન્દુસ્થાનના વાયવ્ય કોણ સુધી આવ્યો અને ગ્રીક કલા ગાન્ધાર સુધી પહોંચી. *પણ વસ્તુત: ગ્રીક ભાવના એશિયામાં પેસીને છિન્નભિન્ન થઈ ગઈ. શુદ્ધ ગ્રીક ભાવનાના ઉપાસકો એની પ્રાચીન પવિત્રતાનું સ્મરણ કરીને એ ભ્રષ્ટ થઈ એમ પણ કહે.
ગ્રીકલોક આરમ્ભકાળથી જ દરિયાપાર જઈ સંસ્થાનો વસાવવાને ઉત્સુક હતા. એવા સંસ્થાનો એમણે વસાવ્યાં પણ હતાં. પણ એલ્ન્ઝાન્ડરના સમય સુધી નગરરાજ્ય જ તેઓ જાણતા હતા. મહારાજ્ય અને સામ્રાજ્ય એલેકઝાન્ડરની પૂર્વની સવારી પછી જ તેઓ જાણતા થયા. એલેકઝાન્ડરના રાજ્યોનો વિસ્તાર હિન્દુસ્થાનના વાયવ્ય કોણ સુધી આવ્યો અને ગ્રીક કલા ગાન્ધાર સુધી પહોંચી. *પણ વસ્તુત: ગ્રીક ભાવના એશિયામાં પેસીને છિન્નભિન્ન થઈ ગઈ. શુદ્ધ ગ્રીક ભાવનાના ઉપાસકો એની પ્રાચીન પવિત્રતાનું સ્મરણ કરીને એ ભ્રષ્ટ થઈ એમ પણ કહે.
Line 25: Line 25:
હવે ઇતિહાસનું પાનું ફેરવીએ. એ પાનું ફર્યું, અને જગન્નિયંતા પ્રભુએ જ ફેરવ્યું એમ કહેવું વધારે ઉચિત છે. રોમન સામ્રાજ્ય – ભવ્યતાની મૂર્તિરૂપ રોમન સામ્રાજ્ય – પડ્યું અને નવી સૃષ્ટિનો આરમ્ભ થયો. એ સામ્રાજ્ય શાથી પડ્યું એના ચિન્તનમાં ધર્મગ્લાનિથી માંડી મૅલેરિયા પર્યન્તનાંકારણો શોધાયાં છે, અને સામ્રાજ્યના ઉદયાસ્ત કેવી રીત થાય છે એનું સમસ્ત તત્ત્વજ્ઞાન આ ચિન્તનમાંથી ઉદ્ભવ્યું છે. પણ આપણા આજના વિચારમાં તો એટલું જ કહેવું સ્થાને છે કે વિશ્વના મહાન કલાકારને જીર્ણ જગત ન ગમ્યું, અને તેથી નવું રચ્યું. ઉત્તર એશિયામાંથી નીકળી પશ્ચિમ તરફ ધસતી જંગલી જાતિઓએ રોમન સામ્રાજ્યનો વિધ્વંસ કર્યો: ગૉથ વેન્ડોલ અને હૂણ જાતિઓ, દશમુખી શતમુખી અને સહક્ષત્રમુખી રાવણની પેઠે એક એક કરતાં બલવત્તર હોઈ, એક પછી એકને જીતી આખા યુરોપમાં પ્રસરી ગઈ. દેખીતી રીતે સંસ્કારને સ્થાને જંગલીપણાનો યુગ બેઠો, આપણા પ્રાચીન ઇતિહાસની ભાષામાં બોલીએ તો આર્યને સ્થાને दस्युप्रायं जगत् सर्वम्। ‘દસ્યુપ્રાય’ અને ‘મ્લેચ્છપ્રાય’ સકલ જગત થઈ ગયું. વસ્તુત: તે વખતે જગતની પાનખર ઋતુ જઈ વસન્ત ઋતુ બેઠી. મનુષ્યસંસ્કૃતિના અશ્વત્થને નહી કુંપળો આવી. નવું જીવન ઉત્પન્ન થયું, અને નવા જીવનનો જુસ્સો આવ્યો. જીવન ધસમસતું, ઊછળતું ચાલ્યું, અને નિર્માલ્ય બન્ધનો તૂટતાં ગયાં: નિર્માલ્ય થઈને પણ હજી કલા અને નીતિને નામે રાજ્ય કરતાં હતાં તે પદભ્રષ્ટ થયાં. સંયમ ગયો અને સ્વચ્છન્દ આવ્યો. પણ સ્વચ્છન્દ આવ્યો તેની સાથે સ્વતંત્રતા પણ આવી – જે આગળ જતાં “emancipation of the ego” વ્યષ્ટિચેતનની મુક્તિ, એ નામે નવી કલામાં લક્ષણરૂપ બની. પાંડિત્યનો દંભ ગયો, અને જીવનની વાસ્તવિકતાનું મૂલ્ય વધ્યું. શહેરની રચના કરતાં જંગલની સ્વાભાવિકતા, વાડ કે દીવાલથી ઘેરાએલા બગીચાની સુન્દરતા કરતાં નિ:સીમ વનની નૈસર્ગિક ભવ્યતા વધારે આકર્ષક થઈ.
હવે ઇતિહાસનું પાનું ફેરવીએ. એ પાનું ફર્યું, અને જગન્નિયંતા પ્રભુએ જ ફેરવ્યું એમ કહેવું વધારે ઉચિત છે. રોમન સામ્રાજ્ય – ભવ્યતાની મૂર્તિરૂપ રોમન સામ્રાજ્ય – પડ્યું અને નવી સૃષ્ટિનો આરમ્ભ થયો. એ સામ્રાજ્ય શાથી પડ્યું એના ચિન્તનમાં ધર્મગ્લાનિથી માંડી મૅલેરિયા પર્યન્તનાંકારણો શોધાયાં છે, અને સામ્રાજ્યના ઉદયાસ્ત કેવી રીત થાય છે એનું સમસ્ત તત્ત્વજ્ઞાન આ ચિન્તનમાંથી ઉદ્ભવ્યું છે. પણ આપણા આજના વિચારમાં તો એટલું જ કહેવું સ્થાને છે કે વિશ્વના મહાન કલાકારને જીર્ણ જગત ન ગમ્યું, અને તેથી નવું રચ્યું. ઉત્તર એશિયામાંથી નીકળી પશ્ચિમ તરફ ધસતી જંગલી જાતિઓએ રોમન સામ્રાજ્યનો વિધ્વંસ કર્યો: ગૉથ વેન્ડોલ અને હૂણ જાતિઓ, દશમુખી શતમુખી અને સહક્ષત્રમુખી રાવણની પેઠે એક એક કરતાં બલવત્તર હોઈ, એક પછી એકને જીતી આખા યુરોપમાં પ્રસરી ગઈ. દેખીતી રીતે સંસ્કારને સ્થાને જંગલીપણાનો યુગ બેઠો, આપણા પ્રાચીન ઇતિહાસની ભાષામાં બોલીએ તો આર્યને સ્થાને दस्युप्रायं जगत् सर्वम्। ‘દસ્યુપ્રાય’ અને ‘મ્લેચ્છપ્રાય’ સકલ જગત થઈ ગયું. વસ્તુત: તે વખતે જગતની પાનખર ઋતુ જઈ વસન્ત ઋતુ બેઠી. મનુષ્યસંસ્કૃતિના અશ્વત્થને નહી કુંપળો આવી. નવું જીવન ઉત્પન્ન થયું, અને નવા જીવનનો જુસ્સો આવ્યો. જીવન ધસમસતું, ઊછળતું ચાલ્યું, અને નિર્માલ્ય બન્ધનો તૂટતાં ગયાં: નિર્માલ્ય થઈને પણ હજી કલા અને નીતિને નામે રાજ્ય કરતાં હતાં તે પદભ્રષ્ટ થયાં. સંયમ ગયો અને સ્વચ્છન્દ આવ્યો. પણ સ્વચ્છન્દ આવ્યો તેની સાથે સ્વતંત્રતા પણ આવી – જે આગળ જતાં “emancipation of the ego” વ્યષ્ટિચેતનની મુક્તિ, એ નામે નવી કલામાં લક્ષણરૂપ બની. પાંડિત્યનો દંભ ગયો, અને જીવનની વાસ્તવિકતાનું મૂલ્ય વધ્યું. શહેરની રચના કરતાં જંગલની સ્વાભાવિકતા, વાડ કે દીવાલથી ઘેરાએલા બગીચાની સુન્દરતા કરતાં નિ:સીમ વનની નૈસર્ગિક ભવ્યતા વધારે આકર્ષક થઈ.
એકતાને સ્થાને અનેકતા એ આ નવા જીવનનું ખાસ લક્ષણ હતું; એક લૅટિન ભાષાને સ્થાને ફ્રાન્સ અને જર્મનીના નવા-જૂના વતનીઓની બોલીઓ ભળીને આપણી પ્રાકૃત અને અપભ્રંશ ભાષાની પેઠે અનેક રોમાન્સ ભાષાઓ બની. આ નવી દુનિયા કેવળ જંગલી હોઈ એમાં એકતાસાધક કાંઈ જ ભાવનાનું તત્ત્વ ન હતું એમ કોઈ ધારે તો તે ભૂલ કરે. જંગલી જાતિઓએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો અને એમનું જંગલીપણું નિયમવામાં એ પ્રબલ શક્તિએ ઘણું કામ કર્યું. રોમન સામ્રાજ્યનો દેહ પડતાં એનો આત્મા ખ્રિસ્તી ધર્મના ખોળીઆમાં પ્રવિષ્ટ થયો, અને એને પરિણામે રોમન કૅથલિક સંપ્રદાયનું જે નવું રાજ્ય સ્થપાયું એને રોમન સામ્રાજ્યનો જ નવાવતાર કહીએ તો ચાલે, આ ખિસ્તી ધર્મે કલાના પ્રદેશમાં નવું ક્ષેત્ર ઉઘાડ્યું. ખ્રિસ્તી દેવળો – Cathedrals – ગૉથિક કલાથી બંધાયાં. ખ્રિસ્તી ધર્મને લગતાં ધાર્મિક નાટકો – Mysteries and Miracle plays – લખાયાં. સામ્રાજ્યને સ્થાને જમીનદારી થઈ તે સાથે Feudalism યાને ક્ષાત્રસેવા અને Chivalry યાને કામુકતા અને સંયમના અદ્ભુત મિશ્રણરૂપ વિનોતપાસના, ઉત્પન્ન થયાં; એણે સાહિત્ય માટે વીર અને શૃંગારનાં નવાં ઝરણાં પ્રકટાવ્યાં. લોકગીત અને લાવણીઓ ગવાવા લાગી, અને કવિતા માટે, પ્રાચીન ગ્રીક અને રોમન સંસ્કૃતિનું જીવન, કે જેની આડે હવે રોમન સામ્રાજ્યના ખંડેરો પડ્યાં હતાં, તે દેખાતું બંધ થયું. અને એનું સ્થાન વિદ્યમાન વાસ્તવિક જીવને લીધું.
એકતાને સ્થાને અનેકતા એ આ નવા જીવનનું ખાસ લક્ષણ હતું; એક લૅટિન ભાષાને સ્થાને ફ્રાન્સ અને જર્મનીના નવા-જૂના વતનીઓની બોલીઓ ભળીને આપણી પ્રાકૃત અને અપભ્રંશ ભાષાની પેઠે અનેક રોમાન્સ ભાષાઓ બની. આ નવી દુનિયા કેવળ જંગલી હોઈ એમાં એકતાસાધક કાંઈ જ ભાવનાનું તત્ત્વ ન હતું એમ કોઈ ધારે તો તે ભૂલ કરે. જંગલી જાતિઓએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો અને એમનું જંગલીપણું નિયમવામાં એ પ્રબલ શક્તિએ ઘણું કામ કર્યું. રોમન સામ્રાજ્યનો દેહ પડતાં એનો આત્મા ખ્રિસ્તી ધર્મના ખોળીઆમાં પ્રવિષ્ટ થયો, અને એને પરિણામે રોમન કૅથલિક સંપ્રદાયનું જે નવું રાજ્ય સ્થપાયું એને રોમન સામ્રાજ્યનો જ નવાવતાર કહીએ તો ચાલે, આ ખિસ્તી ધર્મે કલાના પ્રદેશમાં નવું ક્ષેત્ર ઉઘાડ્યું. ખ્રિસ્તી દેવળો – Cathedrals – ગૉથિક કલાથી બંધાયાં. ખ્રિસ્તી ધર્મને લગતાં ધાર્મિક નાટકો – Mysteries and Miracle plays – લખાયાં. સામ્રાજ્યને સ્થાને જમીનદારી થઈ તે સાથે Feudalism યાને ક્ષાત્રસેવા અને Chivalry યાને કામુકતા અને સંયમના અદ્ભુત મિશ્રણરૂપ વિનોતપાસના, ઉત્પન્ન થયાં; એણે સાહિત્ય માટે વીર અને શૃંગારનાં નવાં ઝરણાં પ્રકટાવ્યાં. લોકગીત અને લાવણીઓ ગવાવા લાગી, અને કવિતા માટે, પ્રાચીન ગ્રીક અને રોમન સંસ્કૃતિનું જીવન, કે જેની આડે હવે રોમન સામ્રાજ્યના ખંડેરો પડ્યાં હતાં, તે દેખાતું બંધ થયું. અને એનું સ્થાન વિદ્યમાન વાસ્તવિક જીવને લીધું.
જીવનનું સ્વરૂપ પલટાતાં, કલાનું સ્વરૂપ પણ પલટાયું, પણ કલા એ જીવનનો આવિર્ભાવ છે, અને જીવન જ્યાં સુધી selfconscious આત્મભાની યાને પોતાનું મુખ જોતું ન થાય ત્યાં સુધી કલા પ્રકટતી નથી. અને આ અજ્ઞાન યુગને આત્મભાન પ્રાપ્ત કરતાં ઘણાં વર્ષો લાગ્યાં. ખરું જોતાં મધ્ય યુગના જીવને, પોતાનાં પ્રતિપક્ષી ગ્રીક અને લૅટિનના અભ્યાસનું પુનરુજ્જીવન થયું તે પછી જ, પૂર્વોક્તકલાના સ્વરૂપ ઉપર પ્રબળ છાપ પાડી. એ પુનરુજ્જીવન, જે પૂર્વ યુરોપના ખ્રિસ્તી અને મુસલમાન વચ્ચેનાં ધર્મયુદ્ધો દરમિયાન ગ્રીક સંસર્ગથી અને અંધાધુંધીથી બચવા માટે પશ્ચિમ યૂરોપ તરફ પ્રયાણ કરી ગએલા ધર્મગુરુઓનાં ગ્રીક પુસ્તકોથી ઉત્પન્ન થયું હતું. એણે યૂરોપની બુદ્ધિ ઊઘાડી, જંગલી અંધશ્રદ્ધાનો નાશ કર્યો, અને બુદ્ધિસ્વાતન્ત્રનો યુગ બેસાડ્યો, પણ એની અસર સાહિત્યમાં બહુ ન ચાલી. કારણ સ્પષ્ટ હતું. નવા યુગનું વાતાવરણ Classical નહિ પણ Romantic હતું, સંયમી નહિ પણ ઉલ્લાસી હતું. જે સમયે યૂરોપના વહાણવટીઓ આખી પૃથ્વીનો દરિયો ખેડવા નીકળી પડ્યા હતા અને કોલમ્બસે અમેરિકા શોધ્યો એ સમયે સમપ્રમાણતાના કલાના નિયમોથી ભાગ્યે જ બાંધ્યો રહે એવો હતો. એમ કરવાનો વૃથા પ્રયત્ન “व्यालं वालमृणालतन्तुभिरसौ रोद्धुं समुज्जृभ्भते” આ નિદર્શનાસમાન હતો. શેક્સપિયર એની કલાના ઉત્તર કાળમાં સંયમ તરફ વળ્યો. પણ એક કવિ અને નાટકકાર તરીકે એ મુખ્ય ભાગે Romanitc schoolનો જ-જીવનના ઉલ્લાસનો જ ભક્ત હતો. લો ડિકિન્સને લખ્યું "What Shakespeare gave in short, a manysided representation of life: what the Greek dramatist gave was an interpretation": અર્થાત્ શેક્સપિયરે જીવનનાં અનેકવિધ ચિત્રો ચીતર્યાં છે. ગ્રીક નાટકકારોએ જીવનનો અર્થ કર્યો છે. વસ્તુત: હૅમ્લેટ, લીયર, ઑથેલો, મૅકબેથ, ટેમ્પેસ્ટ, બલકે જુલિઅસ સીઝર અને મર્ચન્ટ ઑફ વેનિસના કર્તાએ જીવનનો અર્થ કર્યો નથી પણ માત્ર ચિત્ર દોર્યું છે એમ હેવું વાસ્તવિક નથી. તોપણ જીવનનો અર્થ એ પોતે કરે છે એમ કહેવા કરતાં એના ચિત્રોમાંથી એ એની મેળે પ્રકટ થાય છે એમ કહેવું વધારે યોગ્ય ગણાશે. ટૂંકામાં, બોધ કે કલા કરતાં શેક્સપિયરની દૃષ્ટિ જીવન ઉપર વિશેષ છે: અને એ જ રોમેન્ટિક સ્કૂલનું ક્લૅસિકલ સ્કૂલથી વ્યાવર્તક લક્ષણ છે. *સોળમી સદીથી આજ સુધી યૂરોપ ગ્રીક અને લૅટિન ગ્રન્થોનો પોતાના સાહિત્યમાં પુષ્કળ ઉપયોગ કર્યો છે, પણ સાહિત્યની કલાવિધાનની બાબતમાં, ક્લૅસિકલ સ્કૂલનાં થોડાંક છમકલાં બાદ કરતાં એ સ્કૂલમાં એણે પ્રવેશ કર્યો નથી, અને હજી સુધી રોમૅન્ટિક સ્કૂલને જ યુગ ચાલે છે એમ કહીએ તો ખોટું નથી, ફ્રાન્સમાં ચૌદમા લૂઈના વખતમાં અને ઈગ્લંડમાં જૉન્સન અને પોપના વખતમાં ક્લૅસિકલ સ્કૂલનું રાજ્ય જોવામાં આવે છે, તેમાં હોરેસ વગેરે લૅટિન કવિઓનાં અનુકરણ ફતેહમંદ થયાં દેખાય છે. પણ પ્રાચીન ગ્રીક સાહિત્યકારોની કલા તો અસાધ્ય જ રહી છે. અને એનું અનુકરણ કરવાનો ફ્રાન્સમાં જે પ્રયત્ન થયો તે અવાસ્તવિક નિર્માલ્યતાથી દૂષિત રહી નિષ્ફળ ગયો. અઢારમી સદીમાં જર્મનમાં ગેટે પછી (ગેટે પોતે બંને પંથમાં આવે છે) રોમૅન્ટિક સ્કૂલનો જન્મ થયો. અને ઇંગ્લંડમાં પોપ સામે ઓગણીસમી સદીને આરંભે x સ્કોટ, બાયરન, વર્ડઝવર્થ, કોલરિજ, શેલિ, કીટ્સથી રોમૅન્ટિક સ્કૂલ ઊભી થઈ, યૂરોપમાં ક્લૅસિકલ કલાનું પરભક્ત ફ્રાન્સ ગણાય છે. પરંતુ ત્યાં પણ એ જ અરસામાં, જોકે કાંઈક પછી, શેક્સપિયર, સ્કૉટ અને બાયરનની અસરથી ઈ.સ. 1820-30ના દસકામાં રોમૅન્ટિક સ્કૂલ જોસથી પ્રકટી. વિક્ટર હ્યુગો એના આચાર્ય હતા અને એમની આસપાસ એવું મ્હોટું મિત્ર ભક્ત અને શિષ્યનું મંડળ ઉત્પન્ન થયું કે એ વખતનું ફ્રાન્સ રોમૅન્ટિક સાહિત્યથી ઊભરાઈ ગયું પરંતુ જે વખતે એ રોમૅન્ટિક કલાની ઉપાસના કરતું હતું તે જ વખતે ક્લૅસિકલ કલાના એના વંશપરંપરાપ્રાપ્ત સંસ્કાર જાણ્યે-અજાણ્યે પણ કામ કરી રહ્યા હતા. બેઈલ (Beyle) કહે છે કે વસ્તુ (subject matter)માં રોમૅન્ટિક થવું, પણ વસ્તુ પ્રદર્શિત કરવાની કલામાં આકૃતિ (form)માં ક્લેસિકલ રહેવું. આમાં જે બે તત્ત્વનો સમન્વય કરવાનો ઉપદેશ છે, એમાં જ ક્લૅસિક કલાનું તત્ત્વ પ્રકટ થાય છે. વળી વિક્ટર હ્યુગો અને ઍલેકઝાંડર ડૂમા પરત્વે મિ. બ્રૅન્ડીઝ લખે છે તેમ: –
જીવનનું સ્વરૂપ પલટાતાં, કલાનું સ્વરૂપ પણ પલટાયું, પણ કલા એ જીવનનો આવિર્ભાવ છે, અને જીવન જ્યાં સુધી selfconscious આત્મભાની યાને પોતાનું મુખ જોતું ન થાય ત્યાં સુધી કલા પ્રકટતી નથી. અને આ અજ્ઞાન યુગને આત્મભાન પ્રાપ્ત કરતાં ઘણાં વર્ષો લાગ્યાં. ખરું જોતાં મધ્ય યુગના જીવને, પોતાનાં પ્રતિપક્ષી ગ્રીક અને લૅટિનના અભ્યાસનું પુનરુજ્જીવન થયું તે પછી જ, પૂર્વોક્તકલાના સ્વરૂપ ઉપર પ્રબળ છાપ પાડી. એ પુનરુજ્જીવન, જે પૂર્વ યુરોપના ખ્રિસ્તી અને મુસલમાન વચ્ચેનાં ધર્મયુદ્ધો દરમિયાન ગ્રીક સંસર્ગથી અને અંધાધુંધીથી બચવા માટે પશ્ચિમ યૂરોપ તરફ પ્રયાણ કરી ગએલા ધર્મગુરુઓનાં ગ્રીક પુસ્તકોથી ઉત્પન્ન થયું હતું. એણે યૂરોપની બુદ્ધિ ઊઘાડી, જંગલી અંધશ્રદ્ધાનો નાશ કર્યો, અને બુદ્ધિસ્વાતન્ત્રનો યુગ બેસાડ્યો, પણ એની અસર સાહિત્યમાં બહુ ન ચાલી. કારણ સ્પષ્ટ હતું. નવા યુગનું વાતાવરણ Classical નહિ પણ Romantic હતું, સંયમી નહિ પણ ઉલ્લાસી હતું. જે સમયે યૂરોપના વહાણવટીઓ આખી પૃથ્વીનો દરિયો ખેડવા નીકળી પડ્યા હતા અને કોલમ્બસે અમેરિકા શોધ્યો એ સમયે સમપ્રમાણતાના કલાના નિયમોથી ભાગ્યે જ બાંધ્યો રહે એવો હતો. એમ કરવાનો વૃથા પ્રયત્ન “व्यालं वालमृणालतन्तुभिरसौ रोद्धुं समुज्जृभ्भते” આ નિદર્શનાસમાન હતો. શેક્સપિયર એની કલાના ઉત્તર કાળમાં સંયમ તરફ વળ્યો. પણ એક કવિ અને નાટકકાર તરીકે એ મુખ્ય ભાગે Romanitc schoolનો જ-જીવનના ઉલ્લાસનો જ ભક્ત હતો. લો ડિકિન્સને લખ્યું "What Shakespeare gave in short, a manysided representation of life: what the Greek dramatist gave was an interpretation": અર્થાત્ શેક્સપિયરે જીવનનાં અનેકવિધ ચિત્રો ચીતર્યાં છે. ગ્રીક નાટકકારોએ જીવનનો અર્થ કર્યો છે. વસ્તુત: હૅમ્લેટ, લીયર, ઑથેલો, મૅકબેથ, ટેમ્પેસ્ટ, બલકે જુલિઅસ સીઝર અને મર્ચન્ટ ઑફ વેનિસના કર્તાએ જીવનનો અર્થ કર્યો નથી પણ માત્ર ચિત્ર દોર્યું છે એમ હેવું વાસ્તવિક નથી. તોપણ જીવનનો અર્થ એ પોતે કરે છે એમ કહેવા કરતાં એના ચિત્રોમાંથી એ એની મેળે પ્રકટ થાય છે એમ કહેવું વધારે યોગ્ય ગણાશે. ટૂંકામાં, બોધ કે કલા કરતાં શેક્સપિયરની દૃષ્ટિ જીવન ઉપર વિશેષ છે: અને એ જ રોમેન્ટિક સ્કૂલનું ક્લૅસિકલ સ્કૂલથી વ્યાવર્તક લક્ષણ છે.<ref> બનારસમાં મિસ ડોરોથી સ્પિની નામની એક બાઈ – જે હું ધારું છું કે આ તરફ પણ આવી હતી – એણે પહેલે દહાડે યુરિપિડિસના એલ્કેસ્ટિસ (Alcestis)નું અભિનયસહિત પારાયણ કર્યું. અને બીજે દહાડે શેક્સપિયરના હૅમ્લેટનું કર્યું. હૅમ્લેટનું પારાયણ શરૂ થતાં પહેલાં થોડો વખત હતો એ દરમિયાન મ્હેં એ બાઈને ખાનગી વાતચીતમાં એલ્કેસ્ટિસમાં દર્શાવેલી એની અભિનય વક્તૃત્વકલા માટે અભનન્દન આપ્યું, ત્યારે એ બાઈએ ગ્રીકનાટકની સાદી પણ ઉમદા સુન્દરતાનાં વખાણ કરી હૅમ્લેટને અનુલક્ષીને કહ્યું: Mr. Dhruva, don’t, you think as compared with the Greek master Shakespeare is chaotic? મેં ઘટતો ઉત્તર આપ્યો.</ref> સોળમી સદીથી આજ સુધી યૂરોપ ગ્રીક અને લૅટિન ગ્રન્થોનો પોતાના સાહિત્યમાં પુષ્કળ ઉપયોગ કર્યો છે, પણ સાહિત્યની કલાવિધાનની બાબતમાં, ક્લૅસિકલ સ્કૂલનાં થોડાંક છમકલાં બાદ કરતાં એ સ્કૂલમાં એણે પ્રવેશ કર્યો નથી, અને હજી સુધી રોમૅન્ટિક સ્કૂલને જ યુગ ચાલે છે એમ કહીએ તો ખોટું નથી, ફ્રાન્સમાં ચૌદમા લૂઈના વખતમાં અને ઈગ્લંડમાં જૉન્સન અને પોપના વખતમાં ક્લૅસિકલ સ્કૂલનું રાજ્ય જોવામાં આવે છે, તેમાં હોરેસ વગેરે લૅટિન કવિઓનાં અનુકરણ ફતેહમંદ થયાં દેખાય છે. પણ પ્રાચીન ગ્રીક સાહિત્યકારોની કલા તો અસાધ્ય જ રહી છે. અને એનું અનુકરણ કરવાનો ફ્રાન્સમાં જે પ્રયત્ન થયો તે અવાસ્તવિક નિર્માલ્યતાથી દૂષિત રહી નિષ્ફળ ગયો. અઢારમી સદીમાં જર્મનમાં ગેટે પછી (ગેટે પોતે બંને પંથમાં આવે છે) રોમૅન્ટિક સ્કૂલનો જન્મ થયો. અને ઇંગ્લંડમાં પોપ સામે ઓગણીસમી સદીને આરંભે<ref> “ઓગણીસમી સદીમાં ઇંગ્લિશ રોમૅન્ટિસિઝમનો ઇતિહાસ” – નો લેખક મિ. બીર્સ આમાં ઝીણઓ વિવેઠ કરી કહચે છે: “prefer to think of Cowper as naturalist. of Shelly as an idealist. and of Wordsworth is a transcendental realist. and to reserve the name romanticst for poets like Scott. Coleridge. and Keats.”</ref> સ્કોટ, બાયરન, વર્ડઝવર્થ, કોલરિજ, શેલિ, કીટ્સથી રોમૅન્ટિક સ્કૂલ ઊભી થઈ, યૂરોપમાં ક્લૅસિકલ કલાનું પરભક્ત ફ્રાન્સ ગણાય છે. પરંતુ ત્યાં પણ એ જ અરસામાં, જોકે કાંઈક પછી, શેક્સપિયર, સ્કૉટ અને બાયરનની અસરથી ઈ.સ. 1820-30ના દસકામાં રોમૅન્ટિક સ્કૂલ જોસથી પ્રકટી. વિક્ટર હ્યુગો એના આચાર્ય હતા અને એમની આસપાસ એવું મ્હોટું મિત્ર ભક્ત અને શિષ્યનું મંડળ ઉત્પન્ન થયું કે એ વખતનું ફ્રાન્સ રોમૅન્ટિક સાહિત્યથી ઊભરાઈ ગયું પરંતુ જે વખતે એ રોમૅન્ટિક કલાની ઉપાસના કરતું હતું તે જ વખતે ક્લૅસિકલ કલાના એના વંશપરંપરાપ્રાપ્ત સંસ્કાર જાણ્યે-અજાણ્યે પણ કામ કરી રહ્યા હતા. બેઈલ (Beyle) કહે છે કે વસ્તુ (subject matter)માં રોમૅન્ટિક થવું, પણ વસ્તુ પ્રદર્શિત કરવાની કલામાં આકૃતિ (form)માં ક્લેસિકલ રહેવું. આમાં જે બે તત્ત્વનો સમન્વય કરવાનો ઉપદેશ છે, એમાં જ ક્લૅસિક કલાનું તત્ત્વ પ્રકટ થાય છે. વળી વિક્ટર હ્યુગો અને ઍલેકઝાંડર ડૂમા પરત્વે મિ. બ્રૅન્ડીઝ લખે છે તેમ: –
“In the hands of Victor Hugo and Alexandre Dumas its extremes formed symmetrical contrasts, exactly as in classical tragedy. Order, moderation, aristocratic refinement, a transparent. severely simple style distinguished Nodier, Beyle, and Merimee, exactly as they had done the classical authors of the eighteenth century. The light, free airy fancy which intermingles all the most varied imaginations of the poctic mind, which united near and far, to-day and hoary antiquity, the real and the impossible, in one and the same work, which combines the divine and the human, popular legend and profound allegory, making of them one great symbolic whole-this real romantic gift was not theirs.”
“In the hands of Victor Hugo and Alexandre Dumas its extremes formed symmetrical contrasts, exactly as in classical tragedy. Order, moderation, aristocratic refinement, a transparent. severely simple style distinguished Nodier, Beyle, and Merimee, exactly as they had done the classical authors of the eighteenth century. The light, free airy fancy which intermingles all the most varied imaginations of the poctic mind, which united near and far, to-day and hoary antiquity, the real and the impossible, in one and the same work, which combines the divine and the human, popular legend and profound allegory, making of them one great symbolic whole-this real romantic gift was not theirs.”
રોમૅન્ટિસિઝમના આચાર સાથે એના સ્વરૂપસંબંધી વિચાર પણ એ સમયમાં પુષ્કળ ચાલ્યો. એ ચર્ચામાં રોમૅન્ટિસિઝમનું ખાસ તત્ત્વ જે અસ્પષ્ટતા અને સંકીર્ણતા એ એના સ્વરૂપચિન્તનમાં પણ પ્રકટ થયું. ફરીથી એક ઉતારો બ્રૅન્ડીઝમાંથી    આપું:
રોમૅન્ટિસિઝમના આચાર સાથે એના સ્વરૂપસંબંધી વિચાર પણ એ સમયમાં પુષ્કળ ચાલ્યો. એ ચર્ચામાં રોમૅન્ટિસિઝમનું ખાસ તત્ત્વ જે અસ્પષ્ટતા અને સંકીર્ણતા એ એના સ્વરૂપચિન્તનમાં પણ પ્રકટ થયું. ફરીથી એક ઉતારો બ્રૅન્ડીઝમાંથી    આપું:

Revision as of 15:05, 18 March 2023


6 ANANDSHANKAR.jpg
આનંદશંકર ધ્રુવ
(૨૫.૨.૧૮૬૯ – ૭.૪.૧૯૪૨)
સંસ્કારી સંયમ અને જીવનનો ઉલ્લાસ
 

મ્હારા મિત્ર અને આપના પૂજ્ય ગુરુ રા. નરસિંહરાવની આજ્ઞા માથે ચઢાવીને આજ હું આપનો સમાગમ કરવા ઉપસ્થિત થયો છું. આપના મંડળની પ્રતિષ્ઠા અને મ્હારા હૃદયનો આદર એના પ્રમાણમાં હું કાંઈ જ ઉપહાર લાવી શક્યો નથી, પણ જે થોડું આપની સમક્ષ ધરું છું તે થોડાને ઘણું કરી આપ સ્વીકારી લેશો. મ્હારા વિષયના નામનિર્દેશથી આપને આશ્ચર્ય થયું હશે કે આપના રસિકમંડળના વાતાવરણને તદ્દન અનુચિત – તમે કહેશો કે એને દૂષિત કરનાર – નીતિશાસ્ત્ર કે ધર્મશાસ્ત્રનો વિષય લઈને હું કેમ આવ્યો હઈશ. આપનો કંટાળો અટકાવવા માટે આરંભમાં જ હું આપને આશ્વાસન આપું કે મારો વિષય નીતિશાસ્ત્રનો નથી. જોકે નીતિશાસ્ત્ર જોડે એ દૂરનો સંબન્ધ તો ધરાવે છે જ, પણ એ સબન્ધ પણ નીતિશાસ્ત્રીએ વિચારવાનો છે, આપે વિચારવાનો નથી. મ્હારા વિષયનું ખરું સ્વરૂપ બહુ થોડા જ સમયમાં આપની સમક્ષ પ્રકટ થઈ જશે. મનુષ્યને ન્હાનપણનાં સ્મરણો બહુ ગમે છે. તે પ્રમાણે મનુષ્યજાતિને એના ભૂતકાળનાં ચિત્રો નિરખવામાં જે આનન્દ આવે છે, એ ઇતિહાસના જ્ઞાનના લાભથી તદ્દન મુક્ત એવો નિરપેક્ષ સ્વતંત્ર આનન્દ છે. જગતના ઇતિહાસની એક દીર્ઘ અને વિશાળ, પણ થોડા વખતમાં દોરેલી તેથી પાતળી, રેખા અનુસરવા મ્હારી આપને વિનંતિ છે. એશિયા અને યુરોપના નકશા ઉપર દૃષ્ટિ નાંખતા અને એમાં મનુષ્યસંસ્કૃતિની જન્મભૂમિ અવલોકતાં, એ સંસ્કૃતિ પહેલી નદી કે સમુદ્ર કાંઠે થઈ કે આપણે જોઈએ છીએ, અને કાર્યકારણભાવની દૃષ્ટિએ એ સમજી શકાય એવી સ્થિતિ છે પરંતુ હસ્તિનાપુર અને મથુરા વચ્ચેના ન્હાના સરખા ગંગા, યમુના અને સરસ્વતીના પ્રદેશની ભાષા એ સમસ્ત હિન્દની ભાષા થઈ, સરસ્વતી નદી ઉપરથી ત્યાંના જનોની વાણી જે ‘સરસ્વતી’ કહેવાઈ અને ત્યાં વસેલા ભરતકુલના આયો ઉપરથી ‘ભારતી’ નામે પણ ઓળખાઈ એ સમસ્ત હિન્દમાં પૂજાતી વિદ્યાની દેવી થઈ; અને એટલી ન્હાની સરખી ભૂમિની સંસ્કૃતિ એ સમસ્ત હિન્દુસ્થાનમાં, બલ્કે એની બહાર એશિયાખંડના લગભગ 4/5 પ્રદેશમાં ફેલાઈ-આ મનુષ્યજાતિના ઇતિહાસપટ ઉપર લખાએલાં મ્હોટાંમાં મ્હોટાં આશ્ચર્યોમાંનું એક આશ્ચર્ય છે. એવું જ બીજું આશ્ચર્ય પશ્ચિમ તરફ નજર ફેરવતા નજરે પડે છે. ભૂમધ્ય સમુદ્રની આસપાસના કૂંડાળા (પૃથ્વીવલય)માં મનુષ્યસંસ્કૃતિનો આરંભ ગયો. પણ અને પૂર્વ ખૂણે એક ન્હાની સરખી ભૂમિનો કકડો અને એમાં વસેલું એક ન્હાનું સરખું ગામ એ ‘કલા અને વક્તૃત્વની માતા’ થાય, આખા યુરોપમાં એની સંસ્કૃતિ ફેલાય, અને આજ પણ એ સંસ્કૃતિનો અભ્યાસ બ્રિટિશ સાહિત્ય અને સામ્રાજ્યના ધુરંધરો અભિમાનથી કરે-એ ઇતિહાસનું એવું જ એક બીજું મ્હોટું આશ્ચર્ય છે. ગ્રીસની સંસ્કૃતિનો કાળક્રમે થએલો વિસ્તાર જેવો આશ્ચર્યજનક છે તેવું જ એનું લાક્ષણિક સ્વરૂપ પણ વિસ્મયકારક છે. વિધાતાએ કેટલી સ્ત્રીઓ ઘડતાં ઘડતાં શકુન્તલાને ઘડવાની નિપુણતા પ્રાપ્ત કરી એ જેટલું અગમ્ય છે તેટલું જ અજ્ઞાત આ છે કે કેટલાં નાટકો રચતાં રચતાં હિન્દુસ્થાનની નાટ્યકલાએ શાકુન્તલ રચવાની શક્તિ મેળવી, અને એવો જ ત્રીજો કોહ્યડો આ છે કે પેરિક્લીસના નામથી અંકાએલા માત્ર સો દોઢસો વર્ષના કાળના ટુકડામાં જેને માટે ‘યુગ’ શબ્દ વાપરું તો એક મિત્રનાં રૂવાં ઊભાં થાય – એમાં આવી અદ્ભુત મનુષ્યસંસ્કૃતિ ક્યાંથી પ્રકટ થઈ, જે સંસ્કૃતિ એનાં સૌન્દર્ય અને શાણપણમાં આખા જગતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ભોગવે છે. આજે આપણે આ સંસ્કૃતિના કારણની શુષ્ક ગવેષણામાં અથડાવું નથી, પણ એનું સ્વરૂપ જ નિહાળવું છે; જોકે સમય ઓછો હોઈ એ નિહાળવા માટે આપણે બહુ થોભી શકીશું નહિ. ઈરાનની પાદશાહતના લશ્કરને ગ્રીક લોકોએ મેરેથૉન સૅલેમિસ અને પ્લેટીઆનાં યુદ્ધમાં હરાવી કાઢ્યાં, તે પછીનો મહાન સમય પેરિક્લીસનો જમાનો ‘ઍથન્સના સુવર્ણયુગ’ને નામે પ્રસિદ્ધ છે. એ યુગમાં પ્રજાજીવનના અંગેઅંગમાં નવયૌવનની પ્રભા એકાએક દૃષ્ટિગોચર થાય છે. શિલ્પકલાનાં વિવિધ અંગો ગ્રીસે મૂળ ઇજિપ્ત પાસેથી જાણ્યાં હતાં, પણ મનુષ્ય અને પશુ પંખીના મિશ્રણો અને વિકરાળ અને વિરૂપ અસુરી – એને સ્થાને ગ્રીક શિલ્પકારોએ શુદ્ધ મનુષ્યાકૃતિવાળી દેવદેવીઓની મૂર્તિઓ ઘડી. ફિડઍસે ઍથીની અને ઝ્યુસની મૂર્તિઓમાં ગ્રીસનો આત્મા મૂર્તિમન્ત કર્યો છે. એક ઁથીનીની મૂર્તિમાં મુખ્ય અને નાસિકાની સુન્દરતા ઉપરાંત મુખ ઉપર કોમળતા અને દૃઢતાનો અદ્ભુત સમન્વય પથરાઈ રહ્યો છે. બીજી ઍથીનીની મૂર્તિ જે લાકડાની હોઈ હાથીદાંત અને સુવર્ણથી મઢેલી છે. એની આકૃતિમાં ‘ઍથન્સના લોકની વિજયી આત્મશ્રદ્ધઆ દીપે છે. દીર્ઘદૃષ્ટિ સૂચવતી ઊંડા રત્નો બેસાડીને બનાવેલી આંખો જીવનની આનન્દથી જરા ફૂલેલા નાસિકાદ્વાર ઓપ્ઠ ઉપર રમતું કોઈ અવર્ણ્ય ડહાપણભર્યું સ્મિત, શિસ્ત્રત્રણની નીચેથી બહાર પ્રસરેલા સુવર્ણરંગી કેશ, જમણો હાથ ઢાલ ઉપર અને ડાબા હાથમાં વિજયની દેવી; આવી બાહ્ય કૃતિમાં ઉજ્જ્વળ ભૂતકાળના સ્મરણો ઉપર રચાએલી અસ્મિતા ભર્યો દર્પશાલી. આત્મા કરી રહી છે.” પાર્થીનોનનો સભામંડપ કે જગતનું ઉમદામાં ઉમદા મકાન કહેવાય છે એ સ્તમ્ભોની આકૃતિમાં અને વિનિવેશમાં સાદાઈ અને સુન્દરતાનો અદ્ભુત નમૂનો છે. એના મથાળાની ભીંતની પટી ઉપર અતિશય કોતરકામ નથી, છતાં એમાં ઍથન્સનું વિવિધતાભર્યું સમસ્ત જીવન કોતરાએલું છે: ઉમદા યુવકો, યોદ્ધાઓ, રાજ્યાધિકારીઓ, ધર્માચાર્યો, આચાર્યો, નૃત્ય અને વાદ્યમાં લાગેલાં સ્ત્રીપુરુષો-ઇત્યાદિ બહુ સુન્દરતા અને સ્પષ્ટતાથી દોર્યોં છે. પૉલિગ્નોટસ નામે ચિત્રકારે મનુષ્યની વિવિધ વૃત્તિઓ, અને સ્ત્રીના શરીરની અને વસ્ત્રની સુન્દરતા દર્શાવનારાં ચિત્રો રચવા ઉપરાંત ગ્રીક લોકના ઘરનાં ઉપર ચિત્રકલાની એવી તો અસર કરી છે કે આજ સુધી પણ ઘરનાં પાત્રો રાચરચીલાં ઉપર કલાનો પ્રયોગ કોઈ પણ લોકમાં એટલો વિસ્તાર પામેલો નથી એમ કહેવાય છે. ગ્રીક મૂર્તિકારોને મનુષ્યની તંદુરસ્તીની અસાધારણ પ્રતિભા હતી: તેઓએ તંદુરસ્તીમાં જ ખરી સુન્દરતા જોઈ હતી, અને તંદુરસ્ત શરીરનાં અવયવોનો વિન્યાસ, એની સમપ્રમાણતા, સ્નાયુઓની અને નસોની સ્પષ્ટતા ગ્રીક મૂર્તિઓમાં જેવી આબેહૂબ દૃષ્ટિગોચર થાય છે તેવી અન્યત્ર કોઈપણ કાળમાં જોવામાં આવી નથી. આ સંબન્ધમાં એક પ્રશ્ન એ ચર્ચાયો છે કે ગ્રીક મૂર્તિકલાનો આ પ્રકાર કે જેનો અદ્વિતીય તક્ષકાર પ્રૅગ્સિટેલિસ હતો એમાં કલાની યથાર્થતા છે કે આદર્શ દર્શન છે? જો યથાર્થતાનો અર્થ એ થતો હોય કે આસપાસના પદાર્થો જેવા દેખાય છે તેવા ને તેવા એના વાસ્તવિક પામર રૂપમાં પણ પ્રકટ કરવા, તો આ ગ્રીક કલા યથાર્થતાની ન હતી. ગ્રીક કલાવિધાયકોની દૃષ્ટિ ભાવનાથી ભરપૂર હતી, અને તેથી એનો યથાર્થ મનુષ્ય એ જ હતો કે જે પૂર્ણ મનુષ્ય હોય. આ રીતે મનુષ્યનું ગૌરવ અને એની ભવ્યતા એ એની યથાર્થતામાં જ સમાએલાં હોઈ એ મૂર્તિઓમાં પ્રકટ કરવામાં આવતાં, ઉત્તમ સંગીત પણ એ જ ગણાતું કે જે માત્ર “આમ વર્ગ”ને જ નહિ પણ ઉત્તમગુણી ઉત્તમશિક્ષિત સજ્જનોને આનન્દ આપે. [1] ગ્રીક નીતિ અને તત્ત્વજ્ઞાનની ભાવના આદર્શમનુષ્યજીવનની હતી, એટલે કે ગ્રીક દૃષ્ટિમાં જેમ એક તરફ પામર મનુષ્યનું જીવન એ મનુષ્યજીવન જ ન હતું, તેમ બીજી તરફ મનુષ્યમાં જે વિવિધ વૃત્તિઓ છે એનો લોપ નહિ પણ ઉચ્ચ સંસ્કારી દૃષ્ટિથી એનો સંયમ એ જ મનુષ્યની પૂર્ણતા હતી. એરિસ્ટોટલ કહે છે તેમ Virtue consists in loving and hating in the proper way – અર્થાત્ પ્રેમ અને દ્વેષનો ઉચ્છેદ નહિ પણ એની યોગ્યતા એ સદ્ગુણ. એ યોગ્યતા વિરુદ્ધવૃત્તિઓની વચ્ચેના મધ્યબિન્દુમાં રહેલી છે. અને તેથી ન્યાય, સમતા (Temperance Justice) એ અનેક સદ્ગુણોમાંનો એક સદ્ગુણ નથી, પણ સદ્ગુણનું સ્વરૂપ, સદ્ગુણ-પદાર્થનું જ નામાન્તર છે. કોઈ પણ પ્રજાનું હૃદય અને એની જીવનભાવના જાણવાનું ઉત્તમ સાધન એનું સાહિત્ય છે. હોમરનાં મહાકાવ્ય જે જુદા જુદા કાળનાં અનેક કાવ્યોનો એક વા અનેક હાથે થએલો સંગ્રહ છે. તેમાં એકિલીઝના ભીમ બલિષ્ઠ બલકે જંગલી ક્રોધથી શરૂ થઈ, ધીમે ધીમે મનુષ્યત્વની ઉચ્ચતાના સંસ્કારો પ્રકટતા જાય છે, અને ઈ.સ. પૂર્વે આઠમી-સાતમી સદીના ઓડિસીના કાળમાં આવતા શાન્ત-ગમ્ભીર, સમપ્રમાણવિકસિત, સંસ્કારી જનતાનું જીવન દૃષ્ટિગોચર થાય છે: વૃત્તિઓના ઉદ્દામપણામાં રહેલી કુરૂપતાને સ્થાને સંયમની સમપ્રમાણતામાં રહેલું સૌન્દર્ય જીવનની ભાવના બને છે. આગળ જતાં વળી વધારે વિકસિત રૂપમાં એ જ ભાવના પેરિક્લીસના યુગમાં ઇસ્કિલસ સોફોક્લિસ અને યુરિપિડિસનાં નાટકોમાં પ્રત્યક્ષ થાય છે. પહેલા કરતાં જીવનમાં વિવિધતા વધારે આવી છે, હૃદયની વૃત્તિઓ વધારે ઊંડાણમાં જઈ અવલોકાઈ છે, પણ એ સર્વ ઉપરથી મનુષ્યજીવન સંબન્ધી ગ્રીક ભાવનાની મુદ્રા લુપ્ત થઈ નથી, બલકે અનેકતામાં એકતા સાધનારું અને વૃત્તિઓના વચમાં પણ જીવનનો હેતુ સમજાનારું એ મ્હોટું તત્ત્વ છે. ગ્રીક કવિ કે નાટકકાર જીવનનાં ચિત્રો આલેખીને જ બેસી રહેતો નથી. એ ચિત્રોનો એ અર્થ કરે છે. સ્વભાવથી જ એ સૌન્દર્યનો ઉપાસક હોવાની સાથે એ તત્ત્વચિન્તક પણ છે. ઇસ્કિલસનાં નાટકોના પાત્રો વિશ્વના દૃઢ નિયમને વશ છે, પણ એ નિયમ ન્યાયી છે અને એની સર્વોપરી સત્તામાં ઇસ્કિલસને શ્રદ્ધા છે. સોફોક્લીસને પણ એવી જ શ્રદ્ધા છે, પણ મનુષ્યનાં વાસ્તવિક કષ્ટ માટે એને વધારે સહાનુભૂતિ છે. યુરેપિડિસમાં જીવનની વિવિધતા વિશેષ છે, અને સાંપ્રદાયિક ધર્મવિચારોનાં અને આચારોનાં નિયન્ત્રણ ઓછાં છે. તોપણ કલાનાં કેટલાંક સામાન્ય લક્ષણ ત્રણેમાં એકસરખાં હોઈ પ્રાચીન ગ્રીક નાટક તે શું? અને મનુષ્ય જીવનની ગ્રીક ભાવના શી? એ પ્રશ્નોના એકસરખા ઉત્તર એ સર્વમાંથી તારવી શકાય છે. સોફોક્લિસની નાટકકલા કલા તરીકે પૂર્ણ મનાય છે, એનું સ્વરૂપ એન્સાઇક્લોપીડિયા બ્રિટેનિકામાં આ પ્રમાણે વર્ણવ્યું છે: “The result of this method is the union. in the highest degree of simplicity with complexity of largeness of design with absolute finish of grandeur with harmony. Superfluities are thrown off without an effort through the burning of the fire within. Crude elements are fused and made transparent. What look like ornaments are found to be insperable from the organic whole. Each of the plays is admirable in structure. But “because it is cleverly put together, but because it is completely alive.”[2] આ ઉતારો હું એટલા માટે આપું છું કે Classical Art યાને ગ્રીક કલાનું સ્વરૂપ – જે ગ્રીક જીવનભાવનાનું જ પ્રતિબિમ્બ છે, અને જેને હું “સંસ્કારી સંયમ” નામ આપું છું – એનું તત્ત્વ આ ઊતારામાં બહુ સારી રીતે દર્શાવ્યું છે. પરંતુ આ મહાવાક્યનો એક નાના વાક્યમાં જ સંક્ષેપ કરવો હોય તો ટ્યુકિડિડીઝનું વાક્ય સંભારીએ: “We pursue Beauty, but not unthritily. and knowledge, but unhealthily.” ગ્રીકલોક આરમ્ભકાળથી જ દરિયાપાર જઈ સંસ્થાનો વસાવવાને ઉત્સુક હતા. એવા સંસ્થાનો એમણે વસાવ્યાં પણ હતાં. પણ એલ્ન્ઝાન્ડરના સમય સુધી નગરરાજ્ય જ તેઓ જાણતા હતા. મહારાજ્ય અને સામ્રાજ્ય એલેકઝાન્ડરની પૂર્વની સવારી પછી જ તેઓ જાણતા થયા. એલેકઝાન્ડરના રાજ્યોનો વિસ્તાર હિન્દુસ્થાનના વાયવ્ય કોણ સુધી આવ્યો અને ગ્રીક કલા ગાન્ધાર સુધી પહોંચી. *પણ વસ્તુત: ગ્રીક ભાવના એશિયામાં પેસીને છિન્નભિન્ન થઈ ગઈ. શુદ્ધ ગ્રીક ભાવનાના ઉપાસકો એની પ્રાચીન પવિત્રતાનું સ્મરણ કરીને એ ભ્રષ્ટ થઈ એમ પણ કહે. કાલક્રમે ગ્રીસની રાજકીય અવનતિનો યુગ બેઠો. રોમે ગ્રીસને જીત્યું. પણ યુદ્ધની દાસી વિજેતાની રાણી, હૃદયરાણી થઈ. સાહિત્ય કલા અને તત્ત્વજ્ઞાનમાં રોમે કાંઈ જ નવું ઉપજાવ્યું નહિ: ગ્રીસને શરણ રહી એનું અનુકરણ કર્યું, પણ માન પ્રીતિ અને કદરથી અનુકરણ કર્યું. તેથી એ અનુકરણમાં સાચ આવી. કૃત્રિમતા ન આવી. વર્જિલ, હોરેસ, લ્યૂક્રિશ્યસ જેવા મહાકવિઓ થયા; સેનેકા, અપેક્ટિટસ, માક્સ ઓરેલિયસ જેવા તત્ત્વજ્ઞાની થયા; અને જગતને વિસ્મય પમાડે એવાં કોલોસિયમ પૅન્થિઅન આદિ સુંદર અને ભવ્ય મકાનો પણ રોમન શિલ્પકારોએ બાંધ્યાં. બાંધકામમાં – પૂલ, રસ્તા – વગેરે કેટલાંક અપૂર્વ કામો પણ કર્યાં, પણ એમાં સૌન્દર્યનું નહિ પણ ઉપયોગનું તત્ત્વ જ ઉત્પાદક હોઈ. કલાના વિચારમાં એનું સ્થાન નથી, પણ સમતા-અન્તનો પરિહાર અને મધ્યનું ગ્રહણ – એ તત્ત્વ જેને ‘Classicism’ યાને ગ્રીક અને રોમન સંસ્કૃતિનો આત્મા કહીએ, અને જે કેવલ સંયમ થકી જ પ્રાપ્ય છે. એનું સ્વરૂપ રોમે એક નવીન વિષયમાં બતાવ્યું. અને તે રાજ્ય, મહારાજ્ય, સામ્રાજ્ય, રાજ્યતંત્રરચના એ એક યુક્તિ (trick, artifice) નથી પણ કલા (art) છે. હિતસાધન સાથે પણ એમાં કાંઈક સૌંદર્યનું તત્ત્વ જોડાએલું છે, એનું દર્શન રોમે જગતને કરાવ્યું. એની વિગત આપણા આજના વિચારની બહાર છે. પણ એમાં ક્લેસિકલ-સંયમી-કાલનું દર્શન હોઈ આટલી નોંધ કરવી જરૂરની ગણી છે. હવે ઇતિહાસનું પાનું ફેરવીએ. એ પાનું ફર્યું, અને જગન્નિયંતા પ્રભુએ જ ફેરવ્યું એમ કહેવું વધારે ઉચિત છે. રોમન સામ્રાજ્ય – ભવ્યતાની મૂર્તિરૂપ રોમન સામ્રાજ્ય – પડ્યું અને નવી સૃષ્ટિનો આરમ્ભ થયો. એ સામ્રાજ્ય શાથી પડ્યું એના ચિન્તનમાં ધર્મગ્લાનિથી માંડી મૅલેરિયા પર્યન્તનાંકારણો શોધાયાં છે, અને સામ્રાજ્યના ઉદયાસ્ત કેવી રીત થાય છે એનું સમસ્ત તત્ત્વજ્ઞાન આ ચિન્તનમાંથી ઉદ્ભવ્યું છે. પણ આપણા આજના વિચારમાં તો એટલું જ કહેવું સ્થાને છે કે વિશ્વના મહાન કલાકારને જીર્ણ જગત ન ગમ્યું, અને તેથી નવું રચ્યું. ઉત્તર એશિયામાંથી નીકળી પશ્ચિમ તરફ ધસતી જંગલી જાતિઓએ રોમન સામ્રાજ્યનો વિધ્વંસ કર્યો: ગૉથ વેન્ડોલ અને હૂણ જાતિઓ, દશમુખી શતમુખી અને સહક્ષત્રમુખી રાવણની પેઠે એક એક કરતાં બલવત્તર હોઈ, એક પછી એકને જીતી આખા યુરોપમાં પ્રસરી ગઈ. દેખીતી રીતે સંસ્કારને સ્થાને જંગલીપણાનો યુગ બેઠો, આપણા પ્રાચીન ઇતિહાસની ભાષામાં બોલીએ તો આર્યને સ્થાને दस्युप्रायं जगत् सर्वम्। ‘દસ્યુપ્રાય’ અને ‘મ્લેચ્છપ્રાય’ સકલ જગત થઈ ગયું. વસ્તુત: તે વખતે જગતની પાનખર ઋતુ જઈ વસન્ત ઋતુ બેઠી. મનુષ્યસંસ્કૃતિના અશ્વત્થને નહી કુંપળો આવી. નવું જીવન ઉત્પન્ન થયું, અને નવા જીવનનો જુસ્સો આવ્યો. જીવન ધસમસતું, ઊછળતું ચાલ્યું, અને નિર્માલ્ય બન્ધનો તૂટતાં ગયાં: નિર્માલ્ય થઈને પણ હજી કલા અને નીતિને નામે રાજ્ય કરતાં હતાં તે પદભ્રષ્ટ થયાં. સંયમ ગયો અને સ્વચ્છન્દ આવ્યો. પણ સ્વચ્છન્દ આવ્યો તેની સાથે સ્વતંત્રતા પણ આવી – જે આગળ જતાં “emancipation of the ego” વ્યષ્ટિચેતનની મુક્તિ, એ નામે નવી કલામાં લક્ષણરૂપ બની. પાંડિત્યનો દંભ ગયો, અને જીવનની વાસ્તવિકતાનું મૂલ્ય વધ્યું. શહેરની રચના કરતાં જંગલની સ્વાભાવિકતા, વાડ કે દીવાલથી ઘેરાએલા બગીચાની સુન્દરતા કરતાં નિ:સીમ વનની નૈસર્ગિક ભવ્યતા વધારે આકર્ષક થઈ. એકતાને સ્થાને અનેકતા એ આ નવા જીવનનું ખાસ લક્ષણ હતું; એક લૅટિન ભાષાને સ્થાને ફ્રાન્સ અને જર્મનીના નવા-જૂના વતનીઓની બોલીઓ ભળીને આપણી પ્રાકૃત અને અપભ્રંશ ભાષાની પેઠે અનેક રોમાન્સ ભાષાઓ બની. આ નવી દુનિયા કેવળ જંગલી હોઈ એમાં એકતાસાધક કાંઈ જ ભાવનાનું તત્ત્વ ન હતું એમ કોઈ ધારે તો તે ભૂલ કરે. જંગલી જાતિઓએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો અને એમનું જંગલીપણું નિયમવામાં એ પ્રબલ શક્તિએ ઘણું કામ કર્યું. રોમન સામ્રાજ્યનો દેહ પડતાં એનો આત્મા ખ્રિસ્તી ધર્મના ખોળીઆમાં પ્રવિષ્ટ થયો, અને એને પરિણામે રોમન કૅથલિક સંપ્રદાયનું જે નવું રાજ્ય સ્થપાયું એને રોમન સામ્રાજ્યનો જ નવાવતાર કહીએ તો ચાલે, આ ખિસ્તી ધર્મે કલાના પ્રદેશમાં નવું ક્ષેત્ર ઉઘાડ્યું. ખ્રિસ્તી દેવળો – Cathedrals – ગૉથિક કલાથી બંધાયાં. ખ્રિસ્તી ધર્મને લગતાં ધાર્મિક નાટકો – Mysteries and Miracle plays – લખાયાં. સામ્રાજ્યને સ્થાને જમીનદારી થઈ તે સાથે Feudalism યાને ક્ષાત્રસેવા અને Chivalry યાને કામુકતા અને સંયમના અદ્ભુત મિશ્રણરૂપ વિનોતપાસના, ઉત્પન્ન થયાં; એણે સાહિત્ય માટે વીર અને શૃંગારનાં નવાં ઝરણાં પ્રકટાવ્યાં. લોકગીત અને લાવણીઓ ગવાવા લાગી, અને કવિતા માટે, પ્રાચીન ગ્રીક અને રોમન સંસ્કૃતિનું જીવન, કે જેની આડે હવે રોમન સામ્રાજ્યના ખંડેરો પડ્યાં હતાં, તે દેખાતું બંધ થયું. અને એનું સ્થાન વિદ્યમાન વાસ્તવિક જીવને લીધું. જીવનનું સ્વરૂપ પલટાતાં, કલાનું સ્વરૂપ પણ પલટાયું, પણ કલા એ જીવનનો આવિર્ભાવ છે, અને જીવન જ્યાં સુધી selfconscious આત્મભાની યાને પોતાનું મુખ જોતું ન થાય ત્યાં સુધી કલા પ્રકટતી નથી. અને આ અજ્ઞાન યુગને આત્મભાન પ્રાપ્ત કરતાં ઘણાં વર્ષો લાગ્યાં. ખરું જોતાં મધ્ય યુગના જીવને, પોતાનાં પ્રતિપક્ષી ગ્રીક અને લૅટિનના અભ્યાસનું પુનરુજ્જીવન થયું તે પછી જ, પૂર્વોક્તકલાના સ્વરૂપ ઉપર પ્રબળ છાપ પાડી. એ પુનરુજ્જીવન, જે પૂર્વ યુરોપના ખ્રિસ્તી અને મુસલમાન વચ્ચેનાં ધર્મયુદ્ધો દરમિયાન ગ્રીક સંસર્ગથી અને અંધાધુંધીથી બચવા માટે પશ્ચિમ યૂરોપ તરફ પ્રયાણ કરી ગએલા ધર્મગુરુઓનાં ગ્રીક પુસ્તકોથી ઉત્પન્ન થયું હતું. એણે યૂરોપની બુદ્ધિ ઊઘાડી, જંગલી અંધશ્રદ્ધાનો નાશ કર્યો, અને બુદ્ધિસ્વાતન્ત્રનો યુગ બેસાડ્યો, પણ એની અસર સાહિત્યમાં બહુ ન ચાલી. કારણ સ્પષ્ટ હતું. નવા યુગનું વાતાવરણ Classical નહિ પણ Romantic હતું, સંયમી નહિ પણ ઉલ્લાસી હતું. જે સમયે યૂરોપના વહાણવટીઓ આખી પૃથ્વીનો દરિયો ખેડવા નીકળી પડ્યા હતા અને કોલમ્બસે અમેરિકા શોધ્યો એ સમયે સમપ્રમાણતાના કલાના નિયમોથી ભાગ્યે જ બાંધ્યો રહે એવો હતો. એમ કરવાનો વૃથા પ્રયત્ન “व्यालं वालमृणालतन्तुभिरसौ रोद्धुं समुज्जृभ्भते” આ નિદર્શનાસમાન હતો. શેક્સપિયર એની કલાના ઉત્તર કાળમાં સંયમ તરફ વળ્યો. પણ એક કવિ અને નાટકકાર તરીકે એ મુખ્ય ભાગે Romanitc schoolનો જ-જીવનના ઉલ્લાસનો જ ભક્ત હતો. લો ડિકિન્સને લખ્યું "What Shakespeare gave in short, a manysided representation of life: what the Greek dramatist gave was an interpretation": અર્થાત્ શેક્સપિયરે જીવનનાં અનેકવિધ ચિત્રો ચીતર્યાં છે. ગ્રીક નાટકકારોએ જીવનનો અર્થ કર્યો છે. વસ્તુત: હૅમ્લેટ, લીયર, ઑથેલો, મૅકબેથ, ટેમ્પેસ્ટ, બલકે જુલિઅસ સીઝર અને મર્ચન્ટ ઑફ વેનિસના કર્તાએ જીવનનો અર્થ કર્યો નથી પણ માત્ર ચિત્ર દોર્યું છે એમ હેવું વાસ્તવિક નથી. તોપણ જીવનનો અર્થ એ પોતે કરે છે એમ કહેવા કરતાં એના ચિત્રોમાંથી એ એની મેળે પ્રકટ થાય છે એમ કહેવું વધારે યોગ્ય ગણાશે. ટૂંકામાં, બોધ કે કલા કરતાં શેક્સપિયરની દૃષ્ટિ જીવન ઉપર વિશેષ છે: અને એ જ રોમેન્ટિક સ્કૂલનું ક્લૅસિકલ સ્કૂલથી વ્યાવર્તક લક્ષણ છે.[3] સોળમી સદીથી આજ સુધી યૂરોપ ગ્રીક અને લૅટિન ગ્રન્થોનો પોતાના સાહિત્યમાં પુષ્કળ ઉપયોગ કર્યો છે, પણ સાહિત્યની કલાવિધાનની બાબતમાં, ક્લૅસિકલ સ્કૂલનાં થોડાંક છમકલાં બાદ કરતાં એ સ્કૂલમાં એણે પ્રવેશ કર્યો નથી, અને હજી સુધી રોમૅન્ટિક સ્કૂલને જ યુગ ચાલે છે એમ કહીએ તો ખોટું નથી, ફ્રાન્સમાં ચૌદમા લૂઈના વખતમાં અને ઈગ્લંડમાં જૉન્સન અને પોપના વખતમાં ક્લૅસિકલ સ્કૂલનું રાજ્ય જોવામાં આવે છે, તેમાં હોરેસ વગેરે લૅટિન કવિઓનાં અનુકરણ ફતેહમંદ થયાં દેખાય છે. પણ પ્રાચીન ગ્રીક સાહિત્યકારોની કલા તો અસાધ્ય જ રહી છે. અને એનું અનુકરણ કરવાનો ફ્રાન્સમાં જે પ્રયત્ન થયો તે અવાસ્તવિક નિર્માલ્યતાથી દૂષિત રહી નિષ્ફળ ગયો. અઢારમી સદીમાં જર્મનમાં ગેટે પછી (ગેટે પોતે બંને પંથમાં આવે છે) રોમૅન્ટિક સ્કૂલનો જન્મ થયો. અને ઇંગ્લંડમાં પોપ સામે ઓગણીસમી સદીને આરંભે[4] સ્કોટ, બાયરન, વર્ડઝવર્થ, કોલરિજ, શેલિ, કીટ્સથી રોમૅન્ટિક સ્કૂલ ઊભી થઈ, યૂરોપમાં ક્લૅસિકલ કલાનું પરભક્ત ફ્રાન્સ ગણાય છે. પરંતુ ત્યાં પણ એ જ અરસામાં, જોકે કાંઈક પછી, શેક્સપિયર, સ્કૉટ અને બાયરનની અસરથી ઈ.સ. 1820-30ના દસકામાં રોમૅન્ટિક સ્કૂલ જોસથી પ્રકટી. વિક્ટર હ્યુગો એના આચાર્ય હતા અને એમની આસપાસ એવું મ્હોટું મિત્ર ભક્ત અને શિષ્યનું મંડળ ઉત્પન્ન થયું કે એ વખતનું ફ્રાન્સ રોમૅન્ટિક સાહિત્યથી ઊભરાઈ ગયું પરંતુ જે વખતે એ રોમૅન્ટિક કલાની ઉપાસના કરતું હતું તે જ વખતે ક્લૅસિકલ કલાના એના વંશપરંપરાપ્રાપ્ત સંસ્કાર જાણ્યે-અજાણ્યે પણ કામ કરી રહ્યા હતા. બેઈલ (Beyle) કહે છે કે વસ્તુ (subject matter)માં રોમૅન્ટિક થવું, પણ વસ્તુ પ્રદર્શિત કરવાની કલામાં આકૃતિ (form)માં ક્લેસિકલ રહેવું. આમાં જે બે તત્ત્વનો સમન્વય કરવાનો ઉપદેશ છે, એમાં જ ક્લૅસિક કલાનું તત્ત્વ પ્રકટ થાય છે. વળી વિક્ટર હ્યુગો અને ઍલેકઝાંડર ડૂમા પરત્વે મિ. બ્રૅન્ડીઝ લખે છે તેમ: – “In the hands of Victor Hugo and Alexandre Dumas its extremes formed symmetrical contrasts, exactly as in classical tragedy. Order, moderation, aristocratic refinement, a transparent. severely simple style distinguished Nodier, Beyle, and Merimee, exactly as they had done the classical authors of the eighteenth century. The light, free airy fancy which intermingles all the most varied imaginations of the poctic mind, which united near and far, to-day and hoary antiquity, the real and the impossible, in one and the same work, which combines the divine and the human, popular legend and profound allegory, making of them one great symbolic whole-this real romantic gift was not theirs.” રોમૅન્ટિસિઝમના આચાર સાથે એના સ્વરૂપસંબંધી વિચાર પણ એ સમયમાં પુષ્કળ ચાલ્યો. એ ચર્ચામાં રોમૅન્ટિસિઝમનું ખાસ તત્ત્વ જે અસ્પષ્ટતા અને સંકીર્ણતા એ એના સ્વરૂપચિન્તનમાં પણ પ્રકટ થયું. ફરીથી એક ઉતારો બ્રૅન્ડીઝમાંથી આપું: “The first to publish the programme of Romanticism in the Globe was Thiers, He proclaimed its watchwords to be nature and truth those almost inevitable war-cries in every artistic and literary revolution. - He opposes himself to the academie, the symmetrical in plastic art, and in dramatic poetry demands historic truth, which is the same as what was afterwards called local colouring. Duvergier de Hauranne, in an article On the Romantic defines Classicism as routine, Romaticism as liberty that is to say, liberty for the most varied talents (Hugo and Beyle. Manzoni and Nodier) to develope in all their marked individuality. Ampere defines Classicism as imitation. Romanticism as originality. But and anonymous writer (in all probability Sismondi) tries to give a more exact definition; he remarks that the word Romanticisim has not been coined to designate the literary works in which any society whaterer has given itself expression, but only that literature which gives a faithful picture of modern civilisation. Since this civilisation is. according to his conviction, spiritual in its essence Romanticism is to be difind as spirituality in literature. The future author of Les Barricades. Vitet, at this time a youth of twenty, tries to settle the mater with the impetuosity and audacity of his age. According to him it simply means independence in artistic matters, individual liberty in literary. "Romanticism is." he says, "Protestantism in literature and art:” and in saying so he is obviously thinking merely of emancipation from a kind of papal authority. He adds that it is neither a literary doctrine not a party cry, but the law of necessity. the law or change and of progress. “Twenty years hence the whole nation will be Romantic.” I say the whole nation. for the Jesuits are not the nation.” આટલું જ નહિ પણ કેટલીકવાર તો પરસ્પર વિરુદ્ધ સ્વરૂપને રોમૅન્ટિસિઝમનાં લક્ષણ લાગી જાય છે. આ ફ્રેંચ રોમૅન્ટિક લેખકો રોમૅન્ટિક કલામાં, જેને તેઓ ‘local colouring’ યાને ‘સ્થાનિક રંગ’ કહેતા અને બહુ મહત્ત્વ આપતા. એનો અર્થ એવો હતો કે રોમૅન્ટિક કલામાં વાસ્તવિક જીવનનું ચિત્ર હોવું જોઈએ. અર્થાત્ પ્રાચીન વસ્તુનું નાટક હોય તો તેમાં વેષ વગેરે બાબતમાં પ્રાચીન વાતાવરણ હોવું જોઈએ. વિદ્યમાન ફ્રેંચ પ્રાચીન થઈને રંગભૂમિ ઉપર આવે એ દોષ. આનો અર્થ એ થયો કે ક્લૅસિકલ એટલે કૃત્રિમ અને રોમૅન્ટિક એટલે સ્વાભાવિક! પણ વસ્તુત: પક્ષપાતથી અંકાએળઓ આભેદ છે: ક્લૅસિકલ કલાના વાસ્તવિક ઉચ્ચ સ્વરૂપથી રોમૅન્ટિક કલાના વાસ્તવિક ઉચ્ચ સ્વરૂપનો શો ભેદ છે એ જ ખરી રીતે વિચારવાનું છે. અને એ ભેદ તો આ ક્લૅસિકલ કલાના પ્રતિપક્ષીઓના લેખમાંથી નીકળી આવતો નથી. અવાસ્તવિકતા જેવી ક્લૅસિકલ કલામાં પ્રવેશી જાય છે, તેવી રોમૅન્ટિક કલામાં પણ પ્રવેશે છે. ક્લૅસિકલ અને રોમૅન્ટિક કલાનો નિષ્પક્ષપાત ભેદ બતાવનાર એક ઉતારો ટાંકીશું, અને પછી આ સઘળા વિહંાગાવલોકનને પરિણામે રોમૅન્ટિસિઝમના જંગલનું સ્વરૂપ યથાશક્તિ આંકવા યત્ન કરીશું. ડી માર (De Maar) આ બે કલાનો ભેદ નીચે પ્રમાણે બતાવે છે: – “Romantic literature is that which joins a sense of mystery, wonder and curiosity as well as individuality in from and thought. to ornamental language and technique; classic literature is that which joins a sesne of self-control and poise, as well as conventionality in form and thought. to clarity of language and technique. The romantic character of art consists in the addition of strangeness to beauty. The classic character of art consists in the addition of restraint and flawlessness to beauty. The essential element of the romantic spirit is curiosity joined to love of beauty. Romantic poets are often at the mercy of their inspiration. classic poets are mostly the masters of their inspirartion. Classic literature embodies the repose of the world; romantic literature the restlessness the world. A classic work of art is like Greek temple: it stands of falls by its perfect fitness in the relations of its parts to the whole; it is right as a whole and has due proportions as a whole. A romantic work of art is like a Gothic cathedral; it impresses, not by its mass effect, but by us its detail and variety.” આ સઘળા વિહંગાવલોકન પછી મનુષ્યદૃષ્ટિ નાંખી એના તાત્ત્વિક સ્વરૂપ વિશે મનન કરતાં આટલી વાત તરી આવે છે: (1) ગોથ વગેરે જંગલી પ્રજાથી રોમન સામ્રાજ્યનો અને એની સંસ્કૃતિનો વિનાશ થતાં જે નવો યુગ પ્રવર્ત્યો એનું જીવન એ રોમૅન્ટિક સાહિત્યનો મુખ્ય વિષય છે. પછી, સમાનધર્મન્યાયે એ યુગના જીવનનું તાત્ત્વિક સ્વરૂપ-એનો સૂક્ષ્મદેહ જેમાં જણાય એ સઘળું જીવન રોમૅન્ટિક સાહિત્યનો વિષય બને છે. (2) નવું જીવન જુસ્સાદાર હતું. અને જીર્ણ કલાની તેમ જ નીતિનાં બન્ધનો તોડી આગળ ધસતું ચાલ્યું. તેથી કલાની કે નીતિની બેદરકારી અને જીવનની જીવન તરીકે કદર એ રોમૅન્ટિક સાહિત્યનું બીજું પ્રધાન લક્ષણ છે. આથી, જીવનની ભરપૂરતા, વિવિધતા, વિચિત્રતા, નવીનતા, અદ્ભુતતા, અગમ્યતા, ગૂઢતા – એ સઘળાં રોમૅન્ટિક કલાના પ્રદેશમાં આવે છે, અને તે એના લક્ષણભૂત ધર્મો છે. એમાંથી વૃત્તિનો વેગ, સ્વચ્છન્દ, ધાષ્ટર્ય, બંડ, પ્રણાલીભંગ – કલામાં કે નીતિમાં એ પણ એવા જ બીજા લક્ષણભૂત ધર્મોનો સમૂહ છે. આ સર્વને એકત્ર કરી આપણે અને પૂર્વોક્ત

“સંસ્કારી સંયમ”
–થી ઊલટું.
“જીવનનો ઉલ્લાસ”

એવું નામ આપી શકીએ, અને આ સૃષ્ટિ સર્જનહાર પરમ કવિનાં “તપ” અને “આનન્દ”માંથી ઉત્પન્ન થઈ છે. એમ શ્રુતિ કહે છે તો તદનુસાર એ બે કલાના પ્રકારને “તપ” અને ‘આનંદ’ એવા ટૂંકાં નામથી ઓળખીએ તોપણ ખોટું નથી. કલાના આ બે પ્રકાર સ્પષ્ટ ભિન્ન હોઈને પણ એક જ યુગમાં, બલકે એક જ કવિમાં, અને એક જ કવિની એક જ કૃતિમાં, અને તેમાં પણ ભિન્ન ભિન્ન સ્થળે નહિ પણ એક જ સ્થળમાં – માત્ર વસ્તુ અને આકૃતિના ભેદે કરી ભિન્ન દેખાવ દે છે. એનું સ્વરૂપ સર્વથા ઐતિહાસિક યાને દેશકાલબદ્ધ નથી પણ તાત્ત્વિક છે, અને તેથી કોઈપણ દેશના સાહિત્યમાં એ અવલોકી શકાય છે. આપણાં રામાયણ અને મહાભારત તો હોમરનાં કાવ્યોની પેઠે ક્લૅસિકલ અને રોમૅન્ટિક એવા ભેદને વશ નથી. હોમરનાં ઓડિસી જેમ ગ્રીક હોઈને પણ એમાં રોમૅન્ટિસિઝમનો પ્રાણ પ્રવેશેલા છે, તેમ રામાયણ અને મહાભારતમાં પણ છે. એમાંનાં કેટલાંક આખ્યાનો ક્લૅસિકલ કલામાં વિરાજે છે, પણ એ કલાનો ખરો આરંભ ભાસ કાલિદાસ વગેરે નાટકકારોથી થાય છે, છતાં એમનાં નાટકો કે કાવ્યો પણ સર્વથા ક્લૅસિકલ કલાના જ નમૂના નથી; રોમૅન્ટિસિઝમની લહેરો પણ એમાં આવે છે; ક્લૅસિકલ અને રોમૅન્ટિક કલાના જુદા જુદા ચોકા થઈ શકે એમ નથી. એનું ઉદાહરણ કાલિદાસના શાકુન્તલમાં જોઈએ. શકુન્તલાનો જન્મ અને આશ્રમમાં ઉછેર રોમૅન્ટિક છે. આ ‘વનલતા’ું રાજા સાથે પરણવું એ પણ એવું જ રોમૅન્ટિક છે. પણ શકુન્તલાનું રૂપવર્ણન ક્લૅસિકલ સંયમનો નમૂનો છે. શકુન્તલાના પ્રસ્થાનસમયનું દૃશ્ય રોમૅન્ટિક છે, પણ કણ્વની મનોદશા અને વર્તનનું વર્ણન ક્લૅસિકલ સંયમની ભવ્યતા દૃષ્ટિગોચર કરે છે. પાંચમો અંક આખો ક્લૅસિકલ છે. સાતમો પણ જુદી રીતે એ જ પ્રકારનો છે, પણ કશ્યપના આશ્રમમાંથી કણ્વનો આશ્રમ જોતાં, અન્તે ઊભા રહી આરંભ ઉપર દૃષ્ટિ નાંખતાં, આખું વસ્તુ એક ક્લૅસિકલ કલાની રોમાન્સ થઈ રહે છે. આપણા સાહિત્યમાં રોમૅન્ટિસિઝમનો મુખ્ય ભંડાર બૌદ્ધજાતક અને જૈનકથાઓ, અને પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના અસંખ્ય ગ્રંથો, (જે લુપ્ત થયાનું પ્રામાણિક અનુમાન થઈ શકે છે) છે. ગુણાઢ્યની બૃહત્કથાનો નાશ થવામાં આપણું ઘણું રોમૅન્ટિક સાહિત્ય નાશ પામ્યું છે; સંસ્કૃતમાં કાદમ્બરી, દશકુમારચરિત, કથાસરિત્સાગર વગેરે થોડાક ગ્રન્થો પ્રાકૃત રોમૅન્ટિક સાહિત્યનું સ્મરણ આપનારા અવશેષો છે. વર્તમાન ગુજરાતી સાહિત્યમાં નરસિંહરાવ, મણિશંકર અને રમણભાઈ ક્લૅસિકલ કલાના અને ગોવર્ધનરામ, ન્હાનાલાલ અને મુનશી રોમૅન્ટિક કલાના પ્રતિનિધિઓ છે. એમની કૃતિઓનું અવલોકન આ કલાભેદની દૃષ્ટિબિન્દુથી કરવા તથા તે કરવામાં ઉદાર કલારુચિ કેળવવા આ મંડળના વિદ્યાર્થીવર્ગને વિનંતી કરું છું. (વસંત: વર્ષ 25, અંક પ. વૈશાખ, સં. 1982)
[‘સાહિત્યવિચાર’, 1941]

  1. “The excellence of music is to he measured by pleasure. But the pleasure must not be that of chance persons: the fairest music is that which delights. the best and best educated. and especially that which delights the one man what is preeminent in virtue and education.” Plato, Laws.
  2. * આ પૂર્વેના તેમ જ આ અરસાના સમયમાં હિન્દુસ્થાને પશ્ચિમને શું શું આપ્યું એની તપાસમાં ઊતરવાનો આજ પ્રસંગ નથી. કારણ કે હિન્દુસ્થાનની કલાનું સ્વરૂપ મુખ્ય ભાગે આ લેખમાં અપ્રસ્તુત છે.
  3. બનારસમાં મિસ ડોરોથી સ્પિની નામની એક બાઈ – જે હું ધારું છું કે આ તરફ પણ આવી હતી – એણે પહેલે દહાડે યુરિપિડિસના એલ્કેસ્ટિસ (Alcestis)નું અભિનયસહિત પારાયણ કર્યું. અને બીજે દહાડે શેક્સપિયરના હૅમ્લેટનું કર્યું. હૅમ્લેટનું પારાયણ શરૂ થતાં પહેલાં થોડો વખત હતો એ દરમિયાન મ્હેં એ બાઈને ખાનગી વાતચીતમાં એલ્કેસ્ટિસમાં દર્શાવેલી એની અભિનય વક્તૃત્વકલા માટે અભનન્દન આપ્યું, ત્યારે એ બાઈએ ગ્રીકનાટકની સાદી પણ ઉમદા સુન્દરતાનાં વખાણ કરી હૅમ્લેટને અનુલક્ષીને કહ્યું: Mr. Dhruva, don’t, you think as compared with the Greek master Shakespeare is chaotic? મેં ઘટતો ઉત્તર આપ્યો.
  4. “ઓગણીસમી સદીમાં ઇંગ્લિશ રોમૅન્ટિસિઝમનો ઇતિહાસ” – નો લેખક મિ. બીર્સ આમાં ઝીણઓ વિવેઠ કરી કહચે છે: “prefer to think of Cowper as naturalist. of Shelly as an idealist. and of Wordsworth is a transcendental realist. and to reserve the name romanticst for poets like Scott. Coleridge. and Keats.”