ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/સહૃદયધર્મ – અનંતરાય રાવળ, 1912: Difference between revisions

Reference formatting corrected.
No edit summary
(Reference formatting corrected.)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| 20. અનંતરાય રાવળ | (1.1.1912 18.11.1988)}}
 
[[File:20. Anantray raval.jpg|thumb|center|150px]]
 
<center>  '''{{larger|સહૃદયધર્મ}}*''' </center>
{|style="background-color: ; border: ;"
|rowspan="2" style="vertical-align: middle; padding: 1px;" | [[File:20. Anantray raval.jpg|150px]]
|style="font-size: x-large; padding: 3px 3px 0 3px; height: 1.5em; vertical-align: top;" |{{gap|0.5em}}{{xx-larger|'''૨૦'''}}
|-
|style="vertical-align: bottom; padding: 0px;" |{{gap|1em}}{{xx-larger|અનંતરાય રાવળ}}<br>{{gap|1em}}(..૧૯૧૨ ૧૭.૧૧.૧૯૮૮)
|}
{{dhr|2em}}
{{color|LightSeaGreen|{{સ-મ|'''{{larger|સહૃદયધર્મ}}'''}}}}<ref>* 1955ના રણજિતરામ સુવર્ણચંદ્રકના પ્રદાનવિધિ વેળા ઉત્તર: 16.2.1958.</ref>
{{dhr|1em}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
આ માન માટેની પાત્રતા મારા અદના વિવેચન-સંપાદન કાર્યની આ વિદ્વત્સભાએ ઠરાવી એમાં હું એની સહૃદયતા અને ઉદારતા જ દેખું છું અને એને માટે અંત:કરણથી આભાર માનું છું. આજના પ્રસંગને મારી સિદ્ધિ માની લેવાની ધૃષ્ટતા નહિ કરું; મારે માટે અપેક્ષિત આદર્શનો સભાએ કરેલો ઇશારો જ એને સમજીશ, ગુજરાત અને તેના સાહિત્યના પરમભક્ત અને સંનિષ્ઠ સેવક સ્વ. રણજિતરામનાં ધન્ય નામ અને આકૃતિથી અંકિત આ સુવર્ણચંદ્રક છાતી પર ઘણો જ ભાર મૂકે છે: આભારનો જ નહિ, The petty done, the undone vast – ના હવે સતત ભીંસ્યા કરવાના કર્તવ્યપ્રેરક સ્મરણનો.

Line 24: Line 33:
કરવાનું તો ઉપર સૂચવ્યું તેથીય વિશેષ બીજું ઘણું છે. પાશ્ચાત્ય અને ભારતીય સાહિત્યમીમાંસાનાં સમાન તત્ત્વો અને તેમની વિશિષ્ટ પ્રદાનભૂત વિચારણા દર્શાવી ઉભયનો સમન્વય યા એકમેકથી એકમેકની પૂર્તિ સાધી સાહિત્યની કલાનું સ્વરૂપ, તેનું પ્રયોજન, તેના ઉપાદાનની શક્તિ અને મર્યાદા, સાહિત્યસર્જનની પ્રક્રિયા, તેથી થતા રસાનુભવનું પૃથક્કરણ, સાહિત્યની ઉચ્ચાવચતાની પરીક્ષાના નિયમો, ઇત્યાદિની શાસ્ત્રીય વિચારણા કરતા ગ્રંથ ભાષામાં લખવાના છે. આપણા પ્રાચીન અને મધ્યકાલીન સાહિત્યનું શુદ્ધ રસદૃષ્ટિએ વિવેચન કરવું બાકી જ છે. મધ્યકાલીન પદ્યસ્વરૂપો વિશે તો એક મહાનિબંધ અને એક ગ્રંથ પ્રગટ થયા છે, પણ ગદ્યના નાટક, નવલકથા, ઇત્યાદિ અર્વાચીન સાહિત્યસ્વરૂપોનાં ઘટકતત્ત્વો અને કલાવિધાન સમજાવતો ગ્રંથ પણ આપણને જોઈએ. વિશિષ્ટ સાહિત્યકારો અને તેમનાં જીવનકવનનો વિવેચનપૂર્ણ પરિચય સામાન્ય લોકોને કરાવતાં પુસ્તકો પણ જમાનાની એક જરૂર કહેવાય. પ્રશિષ્ટ કૃતિઓ અને સુપ્રતિષ્ઠિત સાહિત્યકારોનાં ફરી ફરી નવાં અભ્યાસ ને મૂલ્યાંકન થતાં રહે એ પણ જરૂરી અને ઇષ્ટ છે. સર્જાતા સાહિત્યની સાથે સાથે એની સિદ્ધિ, શક્યતાઓ, ભયસ્થાનો, ઇત્યાદિ સહૃદયતાથી સમજતું અને દર્શાવતું રહે એવા જાગ્રત વિવેચનની જરૂર તો સૌથી મોટી છે.

સમકાલીન સાહિત્યનું વિવેચન થોડુંક જોખમી છે ખરું. દૃષ્ટિની અતિસમીપ હોવાથી એ સાહિત્ય, આંખ આગળ ધરેલી આંગળી આકાશને અડતા થાંભલા જેવી દેખાય તેમ, અતિરૂડું, અતિમોટું કે શકવર્તી લાગે, જે પાછળથી વામણુંય ઠરે એમ બને. બીજી બાજુ, સમકાલીનોની પ્રયોગશીલતા અને ઉન્મેષ-નાવીન્યની ખરી કદર ન થઈ શકે એમ પણ બને. વિવેચનનો ઇતિહાસ આ બેઉ પ્રકારનો સંભવ દેખાડતાં દૃષ્ટાંતોથી ભરપૂર છે. કાળ એ આખરે તો સાચો વિવેચક છે. પણ એથી સમકાલીન સાહિત્યના વિવેચનથી તરીને ચાલવાનું હોય નહિ. તો વિવેચન સર્જનની પાછળ રહી જાય. આજના જીવનની ભોંયમાંથી ઊગેલા સાહિત્યને આજનો જમાનો જ વિશેષ પ્રીછી શકે. વિકસતા સાહિત્યની પ્રયોગશીલતા તથા નવીન સંવેદનાભિવ્યક્તિને સહૃદયતાથી સમજવાનો પ્રયાસ કરવો જ રહ્યો. જો સાચી સહૃદયતા હશે, સૌંદર્યદૃષ્ટિ હશે અને સત્યનિષ્ઠા હશે તો સમકાલીન વિવેચનના નિર્ણય કાલ સવારે ખોટા ઠરે એવા આવશે જ નહિ.

આજના મહાશિવરાત્રિના પૂર્વે કવિકુલગુરુ કાલિદાસે વંદેલાં वागार्थी इव संपृत्कौ ‘પાર્વતી પરમેશ્વરૌ’ને વાણી અને અર્થનાં આપણે સૌ ઉપાસકો પ્રાર્થીએ કે અમને વાગ્ અને અર્થની સારી પ્રતિપત્તિ આપો, कारयित्री અને भावयित्री ઉભય પ્રતિભાનું આ પ્રદેશનાં વાગ્ ને અર્થનાં ઉપાસકોને છૂટથી દાન કરો.  

{{Poem2Close}}
<b>સંદર્ભસૂચિ</b>
{{reflist}}
 
{{Right|[‘સાહિત્યનિકષ’, 1958]}}<br>
{{Right|[‘સાહિત્યનિકષ’, 1958]}}<br>
{{Poem2Close}}
 
{{HeaderNav2
{{HeaderNav2