ચાંદનીના હંસ/૪૫ સ્વગતોક્તિ–૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સ્વગતોક્તિ–૧|}} <poem> ચાલ છોડ કવિતા તો કાલે પણ લખાશે. આંખે આંખે શ્વસી લેવાય એવી આ હવા ફરી આટલી જ હળવી, હરિયાળી ન પણ હોય! કંઈ કેટલીયે વાર હું મોડી રાતે તાળું ખોલી ઘરમાં આવું. આંખ ઘે...")
 
No edit summary
 
Line 35: Line 35:
૩-૫-૭૪
૩-૫-૭૪
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૪ ગતિ–સ્થિતિ
|next = ૪૬ સ્વગતોક્તિ–૨
}}

Latest revision as of 12:05, 16 February 2023


સ્વગતોક્તિ–૧


ચાલ છોડ
કવિતા તો કાલે પણ લખાશે.

આંખે આંખે શ્વસી લેવાય એવી
આ હવા
ફરી આટલી જ હળવી, હરિયાળી
ન પણ હોય!

કંઈ કેટલીયે વાર
હું
મોડી રાતે તાળું ખોલી ઘરમાં આવું.
આંખ ઘેરાતાં
નજરની પડતર જમીનમાં કૂણી ચાર ફૂટી નીકળે.
ને પડખું ફરતાં જ
કોઈ મને ઉતરડીને મારી કાંચળી ખેંચ્યે રાખે.
મળસ્કે
ઝાડીમાં એની
ક્યાંક નાસી છૂટતી છાયા પણ જોઉં.
બસ જોઉં—
કપાયેલાં અળસિયાં જેવાં દૃશ્યો ધ્રૂજ્યા કરે.

આ લીલાછમ ઘાસિયે
ડોલતા ફણીની જેમ
નજર સળવળે છે.
તો એને સરકવા દે.
કાદવિયા કળણમાં
લિસોટા તો કાલે પણ પડાશે.

૩-૫-૭૪