ચાંદરણાં/ઇતિહાસ

From Ekatra Wiki
Revision as of 16:20, 22 April 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


20. ઇતિહાસ


  • ઇતિહાસ વાંચનારો માણસ બેઠાં બેઠાં સદીઓ પસાર કરે છે.
  • સૂર્ય ઇતિહાસ થશે ત્યારે વાંચનારું કોઈ નહીં હોય.
  • કાળો ઇતિહાસ પણ હવે સોનેરી બાઇન્ડિંગમાં મળે છે!
  • ટૂંકો હોય તે ઇતિહાસ નથી હોતો.
  • લાખો લોકો યુદ્ધમાં માર્યા જાય પછી એક ઇતિહાસકારનો જન્મ થાય છે.
  • સમયના કાચબાને ઇતિહાસની ઢાલ છે.
  • ઇતિહાસમાં આગનું અજવાળું જ વધારે હોય છે.
  • ખંડિયેરોનું સૌંદર્ય બતાવે તે ઇતિહાસ!
  • અખંડ સમયના ખંડ પાડે તે ઇતિહાસકાર કહેવાય!
  • ઇતિહાસ ન હોત તો પૂર્વજો પણ ન હોત!
  • ઇતિહાસ એ પૂર્વજોનો ઉત્તરાધિકાર છે.
  • જેઓ તલવાર ઉગામે છે તેઓ ઇતિહાસલેખકને રોજી આપે છે.
  • શાશ્વતના પગ ઇતિહાસ અને માથું ભવિષ્ય છે.
  • ઇતિહાસના કાગળો પર પેપરવેઇટરૂપે માણસની ખોપરી છે.
  • સદીઓ પસાર કરવા ઇતિહાસ વાંચો!
  • ઇતિહાસ નેતાઓએ ભણવો જોઈએ, પણ તે વિદ્યાર્થીઓને ભણાવાય છે.
  • ઇતિહાસને રિન્યૂ કરવા માટે તલવાર ઘડવી પડે.
  • ભવિષ્યની ડિલિવરીમાં ઇતિહાસ જ આવવાનો છે.
  • કોઈક કોઈક તારીખના નસીબમાં તવારીખ થવાનું લખ્યું હોય છે.