ચૂંદડી ભાગ 1/12.લાડડા! લાડડી છાના કાગળ મોકલે (લગ્ન લખતાં)


12

છાનાછાના કાગળો મોકલ્યા : તું જલદી આવ! તને બધી સગવડો કરી આપીશ.
લાડડા! લાડડી છાના કાગળ મોકલે,
વેવારિયા વર વે’લો આવ્ય!
રવળા મોઢાની રઢ્યું લાગશે.

લાડડી! હું કેમ આવું એકલો,
મારા હાથીડા હોય રે હજાર
રવળા મોઢાની રઢ્યું લાગશે.

તારા હાથીડા બંધાવું સામી ડેલીએ,
તારા ઘોડલા બંધાવું રે ઘોડહાર
રવળા મોઢાની રઢ્યું લાગશે.
તારા સાથીડાને ઉતારા ઓરડા
વરરાજાને મેડીના મોલ
રવળા મોઢાની રઢ્યું લાગશે.