ચૂંદડી ભાગ 1/34.રોયણ વીયાણી રે (પ્રભાતિયું)


34.

ફરી પાછા અન્ય એક પ્રભાતિયામાં કુદરતી દૃશ્યની નવી કલ્પના ઉદ્ભવે છે :

રોયણ વિંયાણી રે તારલા ઉગિયા

ચંદ્ર-રાણી રોહિણીને પ્રસવ થયો ને તારલારૂપી બચ્ચાં અવતર્યાં! કલ્પના તો એટલી જ થંભી રહે છે અને આખું ગીત વિનોદની વાટિકાએ વહેવા લાગે છે :
રોયણ વિંયાણી રે તારલા ઉગિયા
જેમ મુખ સુણો રે… ભાઈ દાતણ વિના
દાતણિયાં તેડાવો રે વર બેનીબા તણા
દાતણિયાં2 લઈ આવે રે… જમાઈ માંડવે
દાતણિયાંને આલો રે દોઢ બદામ રોકડી
તેની રે ઘડાવો રે બેનીબાને ટોટડી3
ટોટડી પે’રીને રે બેન માંડવ માલશે!

એ રીતે વરરાજાના બનેવીને દાતણ, મર્દન માટે તેલ, નાહવા માટે પખાલ, મુખવાસ માટે તંબોલ વગેરે લાવવામાં આવે છે, અને એવા વિનોદની ઘાટી-પાતળી લહેરમાં પ્રભાતની પ્રવૃત્તિનો પ્રારંભ થાય છે.