ચૂંદડી ભાગ 2/43.પાણિયારી


43

[પ્રથમ મિલનનું ગીત : ‘દૂધે ભરી રે તલાવડી’ જેવું]

સાંકડો સાંકડો પાણિયારાનો શેરો
ઢોલો ધોતિયાં ધોવાને રાયવર સાંચર્યો રે.
ધોજો ધોજો બગલડાની પાંખડી રે.
વીરને પ્રણવી છે… ગામની પદમણી રે.
વરના દાદા કિયા ભાઈ તમને વીનવું રે
દાદા! ખરચો ને લાખ બે લાખ
… ગામની પાણિયારી રઢડી લાગશે રે.