છંદોલય ૧૯૪૯/વેળા – ૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 20: Line 20:
</poem><br>
</poem><br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = વેળા–૧નયન
|previous = વેળા–૧
|next = અંધ
|next = નયન અંધ
}}
}}

Latest revision as of 00:24, 23 March 2024

વેળા – ૨

જાય રે વેળા જાય!
કોઈ હલેતી હરણી જાણે તૃષ્ણાને તીર ધાય!
ચંચલ એનાં ચરણ ચાંપે
મનની મરુભોમ,
એના રે આઘાતમાં કાંપે
અંગનું રોમેરોમ;
પડછાયો જ્યાં પાથરતી ત્યાં પ્રગટે લૂ ને લાય!
એકનું આંક્યું ચિહ્ન એને
ચરણ બીજું લ્હોય;
શીય હલેતી હરણી જેને
અડતા નથી ભોંય
પડતાં પહેલાં પલકમાં તો ઊપડે એવા પાય!
જાય રે વેળા જાય!

૧૯૪૭