છંદોલય ૧૯૪૯/સુધામય વારુણી

From Ekatra Wiki
Revision as of 01:07, 22 March 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <center><big><big>'''સુધામય વારુણી'''</big></big></center> <poem> એક ચૂમી, મત્ત પાગલ મેહુલા જેવું ઝૂમી બસ એક ચૂમી મેં લીધી; શી સ્વર્ગની જ સુધા પીધી! એકેક જેનું બિન્દુ એ બિન્દુ નહીં, પણ ઘોર વડવાનલ જલ્યો સિન્ધુ! વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સુધામય વારુણી

એક ચૂમી,
મત્ત પાગલ મેહુલા જેવું ઝૂમી
બસ એક ચૂમી મેં લીધી;
શી સ્વર્ગની જ સુધા પીધી!
એકેક જેનું બિન્દુ
એ બિન્દુ નહીં, પણ ઘોર વડવાનલ જલ્યો સિન્ધુ!
વળી તો એ જ બિન્દુ
પૂર્ણિમાની ચંદની ચંદન સમી વરસાવતો ઇન્દુ!
અહો, બસ એક પણ એ એક તે કેવી ચૂમી
કે આગની ને રાગની જ્યાં એક થૈ જાતી ભૂમિ!

૧૯૪૭