જનપદ/અધૂરામાં પૂરું

અધૂરામાં પૂરું

બધી નિશાની
ઊડી ગઈ.
અધૂરામાં પૂરો
બી મૂકનાર નોંધારો.
વહેળાને કાંઠે
એણે રટ્યા કર્યુ
કોણ જાણે શું યે.
વહેળામાં થવા લાગ્યા હોકારા.
ડુંગર કોબો અગ્નિથી
નહાતો હતો.
ભમ્મર મધપોળો અગ્નિને પાતો હતો.
વહેળાની ધાર પર
મહુડા ડાળે ઘોડિયું
અંધારું ઘૂમણી ઘાલતું હતું.
ઘોડિયું હિલોળે ચઢ્યું.

રૂપ વગરની વેળામાં
ઋતુ અને વહેળો
અંધારું ને મહુડો
ઘોડિયું મૂકીને
ઊડી ગયાં