જનપદ/ભીલનો મંકોડો ભાંગ્યો

From Ekatra Wiki
Revision as of 10:07, 14 April 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ભીલનો મંકોડો ભાંગ્યો


રાતને વિશે
છાશવારામાં છ વાર ઢૂંકે.
તાપણું જીવતું રહ્યા જ કરે.
મૂળ, આંતરછાલ, કૂંપળમાં પમાય
પાતાળની હૂંફ.
મળે દેશનો સૂંઘારો કે કીકીના ચાક પર
ચઢે જળનું અસ્તર
ડોળા કરતાં મોટું
એમાંથી ખરતું બોર
દેશમાં નહોતું પૂછ્યું કે
નાવમાં જવાની જળઅસ્તરિયા
આ રીત શું છે ?
તાપણું ફળિયા વચ્ચે
છેવાડિયા ઘરના કરા પાસે
ઢૂંકે છે પેલો ભીલ
છઠ્ઠી વાર
ત્યારે

આભલામાંથી મનપવન સરીખા
પ્રગટી આવ્યા પૂર્વજ બાળવેશે.
આંખ મીંચીને
ગાઈ એક સાખી
કે ગોળા પરથી જળઘડુલીઓ ગબડી.
એમાં છેવાડિયા ઘરનો ગારભીંત કરો
ભીંજાઈને
હેલળી ઢગલો.
ભીલનો કરોડ – મંકોડો એ ઢગલા તળે
ભાંગ્યો.